પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાએ PM મોદીના કર્યા ખુબ વખાણ, 2014 લોકસભા ચૂંટણી વખતનો કિસ્સો સંભળાવ્યો

પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું તે તેમણે ગોધરાની ઘટના બાદ મોદીનો વિરોધ કર્યો હતો અને તે સમય દરમિયાન સંસદમાં અપાયેલા તેમના  ભાષણ તેમના દાવાના સાક્ષી પૂરે છે. તેમણે કહ્યું કે જો કે મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ તેમની સાથે થયેલી મુલાકાતે તેમની ધારણા બદલી નાખી.

પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાએ PM મોદીના કર્યા ખુબ વખાણ, 2014 લોકસભા ચૂંટણી વખતનો કિસ્સો સંભળાવ્યો

માંડ્યા: પૂર્વ પ્રધાનમંત્રી એચ. ડી. દેવગૌડા(HD Deve Gowda)એ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે માન ત્યારે અનેક ગણું વધી ગયું જ્યારે તેમણે લોકસભામાંથી રાજીનામું આપવાની તેમની ઈચ્છા ફગાવી દીધી હતી. દેવગૌડાએ તે ઘટનાને યાદ કરતા કહ્યું કે તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં મોદીને પડકાર ફેંક્યો હતો કે જો ભાજપ 276 બેઠકો જીતીને પોતાના દમ પર સત્તામાં આવશે તો તેઓ લોકસભામાંથી રાજીનામું આપી દેશે. 

જ્યારે મોદીએ આપ્યું આમંત્રણ
HD Deve Gowda એ કહ્યું કે મેં તે સમયે કહ્યું હતું કે જો તમે 276 બેઠકો જીતશો તો હું રાજીનામું આપી દઈશ. તમે બીજા સાથે ગઠબંધન કરીને શાસન કરી શકો છો, પરંતુ જો તમે તમારા દમ પર 276 બેઠકો જીતશો તો હું (લોકસભામાંથી) રાજીનામું આપી દઈશ. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ પોતાના દમ પર સત્તામાં આવ્યું અને ત્યારબાદ તેમણે પોતાના વચનને પૂરું કરવાની ઈચ્છા વ્યક્ત કરી.  JD(S) સંરક્ષકે કિસ્સો યાદ કરતા કહ્યું કે જીત બાદ મોદીએ તેમને વ્યક્તિગત રીતે શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા હતા. 

વિરોધ બાદ પણ આટલું સન્માન
દેવગૌડાએ કહ્યું કે સમારોહ સમાપ્ત થયા બાદ તેમણે પીએમ મોદીને મળવાનો સમય માંગ્યો અને તેઓ તે માટે સહમત થઈ ગયા. તેમણે કહ્યું કે જ્યારે તેમની કાર સંસદ પરિસર પહોંચી તો પ્રધાનમંત્રી મોદી પોતે તેમનું સ્વાગત કરવા પહોંચ્યા. દેવગૌડાએ કહ્યું કે 'મને ત્યારે ઘૂંટણમાં દુખાવો હતો. જે હજુ પણ છે. તેઓ ગમે તે પ્રકારના વ્યક્તિ હોય, તે દિવસે જ્યારે મારી કાર ત્યાં પહોંચી તો મોદી પોતે આવ્યા, મારો હાથ પકડીને મને અંદર લઈ ગયા. તેમનો આ વ્યવહાર એવા વ્યક્તિ માટે હતો જેમણે તેમનો આટલો વિરોધ કર્યો હતો.'

મોદી પ્રત્યે મનમાં વધ્યું સન્માન
દેવગૌડાએ કહ્યું કે મે તેમને કહ્યું કે હું મારી વાત પર કાયમ છું. કૃપા મારું રાજીનામું સ્વીકારો. તેમણે મને કહ્યું કે ચૂંટણી દરમિયાન બોલાનારી વાતોને આટલી ગંભીરતાથી કેમ લઈ રહ્યા છો. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે પણ સ્થિતિ પેદા થશે તો તેમને મારી સાથે મામલાઓ પર ચર્ચા કરવાની જરૂરિયાત રહેશે. ઘટના બાદ દેવગૌડાએ મોદી સાથે 6 થી 7 વાર મુલાકાત કરી કારણ કે તેમના પ્રત્યે તેમનું સન્માન વધી ગયું હતું. 

પીએમ મોદીએ કર્યો ફેરફાર
પૂર્વ પ્રધાનમંત્રીએ કહ્યું તે તેમણે ગોધરાની ઘટના બાદ મોદીનો વિરોધ કર્યો હતો અને તે સમય દરમિયાન સંસદમાં અપાયેલા તેમના  ભાષણ તેમના દાવાના સાક્ષી પૂરે છે. તેમણે કહ્યું કે જો કે મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ તેમની સાથે થયેલી મુલાકાતે તેમની ધારણા બદલી નાખી. દેવગૌડાએ કહ્યું કે 'મે તેમના વ્યક્તિત્વમાં ફેરફાર જોયો. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે હતા અને પ્રધાનમંત્રી બન્યા બાદ તેઓ શું છે.' દેવગૌડાએ એમ પણ કહ્યું કે જ્યારે પણ તેમણે મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તેઓ મળવા માટે તરત તૈયાર થઈ ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news