Tractor Rally ની મંજૂરી મળી છતાં ખેડૂતો ખુબ નારાજ, કહ્યું- શરતો સાથે રેલીનો કોઈ અર્થ નથી

નવા કૃષિ કાયદા (New Agriculture Laws) વિરુદ્ધ પ્રદર્શન (Farmers Protest) કરી રહેલા ખેડૂતોને દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર શરતો સાથે ટ્રેક્ટર પરેડ (Tractor Parade)કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે મંજૂરી મળ્યા બાદ હવે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીના ટાઈમિંગ અને રૂટ ઉપર સવાલ ઉઠાવ્યા છે. 

Tractor Rally ની મંજૂરી મળી છતાં ખેડૂતો ખુબ નારાજ, કહ્યું- શરતો સાથે રેલીનો કોઈ અર્થ નથી

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (New Agriculture Laws) વિરુદ્ધ પ્રદર્શન (Farmers Protest) કરી રહેલા ખેડૂતોને દિલ્હી પોલીસે ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર શરતો સાથે ટ્રેક્ટર પરેડ (Tractor Parade)કરવાની મંજૂરી આપી દીધી છે. જો કે મંજૂરી મળ્યા બાદ હવે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીના ટાઈમિંગ અને રૂટ ઉપર સવાલ ઉઠાવ્યા છે. 

ખેડૂતોએ કહ્યું કે શરતો સાથે રેલી મંજૂર નથી
ખેડૂત મજૂર સંઘર્ષ સમિતિના નેતા સુખવિન્દર સિંહ સભરાએ કહ્યું કે શરતો સાથે ટ્રેક્ટર રેલી (Tractor Rally) કાઢવાની વાત અમને મંજૂર નથી. 12 વાગે રેલી કાઢવાનો કોઈ અર્થ નથી. આ સાથે જ તેમણે રૂટ અંગે પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, 'ખેડૂતો ઓલ્ડ રિંગ રોડથી જવા માંગતા હતા. પરંતુ રેલીને જે વિસ્તારોમાંથી મંજૂરી આપવામાં આવી છે તેમાંથી મોટાભાગના હરિયાણાના હિસ્સા છે.'

— ANI (@ANI) January 25, 2021

500 કિલોમીટરનો છે ખેડૂતોનો રૂટમેપ
ખેડૂત નેતા હરિન્દર સિંહ લખોવાલે કહ્યું કે અમારો રૂટમેપ કુલ 500 કિલોમીટરનો છે. અમે રૂટમેપ બનાવી લીધો છે અને નેટ પર નાખી દઈશું. સરકાર વ્યવસ્થા કરે, જેથી કરીને કોઈ ગડબડ ન થાય. અમે 3000 વોલેન્ટિયર્સની ફોર્સ બનાવી છે. જેથી કરીને કોઈ ગડબડ ન થાય. ટ્રેક્ટર રેલી શાંતિપૂર્ણ રીતે થશે. 

પોલીસે શરતી મંજૂરી આપી છે
દિલ્હી પોલીસે શરતો સાથે ખેડૂતોની ટ્રેક્ટર રેલીને ત્રણ રૂટ પર કાઢવાની મંજૂરી આપી છે. પહેલો રૂટ 62-63 કિલોમીટરનો હશે અને રેલી દિલ્હીના સિંઘુ બોર્ડર (Singhu Border) થી નીકળીને સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગર, કંજાવાલા, બવાના અને ચંડી બોર્ડર થઈને કેએમપી એક્સપ્રેસ પહોંચશે. બીજી રેલી ટિકરી બોર્ડરથી નીકળીને નાગલોઈ, નઝફગઢ અને જાડૌદા થઈને વેસ્ટર્ન પેરીફેરિયલ એક્સપ્રેસ વે સુધી જશે. જ્યારે ત્રીજા રૂટ પર ખેડૂતોની રેલી ગાઝીપુરથી નીકળીને અપ્સરા બોર્ડર, હાપુડ રોડ થઈને કેજીટી એક્સપ્રેસવે સુધી જશે. 

61 દિવસથી ચાલુ છે ખેડૂતોનું પ્રદર્શન
નવા કૃષિ કાયદા (New Agriculture Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) છેલ્લા 61 દિવસથી ચાલુ છે અને ખેડૂતો સતત ત્રણ કાયદાને રદ કરવાની  માગણી કરી રહ્યા છે. ખેડૂતોની માંગણી છે કે એમએસપી માટે કાનૂની ગેરંટી આપવામાં આવે અને ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news