Farmers Protest: સરકારના નવા કૃષિ કાયદાથી ફરિયાદના 24 કલાકમાં ખેડૂતને મળ્યો ન્યાય, જાણો સમગ્ર મામલો
એકતરફ જ્યાં ખેડૂતો સતત કૃષિ કાયદા (Farm Laws)ના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ મોદી સરકાર (Modi Government) તરફથી તૈયાર કરવામાં આવેલા નવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ (Contract Farming Act) હેઠળ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં પ્રથમ કાર્યવાહી થઇ છે.
Trending Photos
નવી દિલ્હી: એકતરફ જ્યાં ખેડૂતો સતત કૃષિ કાયદા (Farm Laws)ના વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ મોદી સરકાર (Modi Government) તરફથી તૈયાર કરવામાં આવેલા નવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ (Contract Farming Act) હેઠળ મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં પ્રથમ કાર્યવાહી થઇ છે. કોન્ટ્રાક્ટ છતાં કંપનીએ અનાજ ખરીદ્યું નહી તો કેન્દ્ર સરકારના નવા કાયદા હેઠળ ફરિયાદ દાખલ કરાવી છે. કાર્યવાહી થતાં કંપની ફરીથી ખેડૂતોનું અનાજ ખરીદવા માટે રાજી થઇ ગઇ છે.
મધ્ય પ્રદેશના કૃષિ વિભાગએ ફરિયાદ મળતાં ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કોન્ટ્રાક્ટ કિંમત અને કૃષિ સેવા અધિનિયમ 2020' (Farm Laws)ના નિયમ-કાયદા અનુસાર કાર્યવાહી કરતાં ખેડૂતોને ન્યાય અપાવ્યો છે.
એસડીએમ પાસે નોંધાવી ફરિયાદ
જોકે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના પિપરિયા તાલુકાના ભૌખેડી સહિત અન્ય ગામના ખેડૂતો પાસેથી માર્કેટના ઉચ્ચતમ મૂલ્ય પર અનાજની ખરીદી કરવા માટે જૂન 20020માં ફોર્ચૂન રાઇસ લિમિટેડ કંપની દિલ્હીએ લેખિત કરાર કર્યો હતો. કંપનીએ શરૂમાં કોન્ટ્રાક્ટ અનુસાર અનાજની ખરીદી કરી. પરંતુ સંબંધિત અનાજના ભાવ 3000 રૂપિયા પ્રતિ ક્વિંટલ થતાં નવ ડિસેમ્બરના રોજ કર્મચારીઓએ ખરીદી બંધ કરી ફોન બંધ કરી દીધો.
10 ડિસેમ્બરના રોજ ભૌખેડીના ખેડૂત પુષ્પરાજ પટેલ અને બ્રજેશ પટેલએ એસડીએમ પિપરિયાને ફરિયાદ કરી. ફરિયાદના આધારે જિલ્લા વહિવટીતંત્રએ કૃષિ વિભાગ પાસેથી માર્ગદર્શન માંગ્યું. કૃષિ વિભાગે તેમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટની કલમ 14 હેઠળ સર્વપ્રથમ બોર્ડની રચનાની કાર્યવાહી કરતાં અને પછી વેપારીના ન માનતાં તેમના વિરૂદ્ધ આદેશ મંજૂર કરવાની સલાહ આપી.
24 કલાકમાં જવાબ માટે બોલાવ્યા
આ મામલે એસડીએમ પિપરિયાની કોર્ટે સમન્સ જાહેર કરી ફોર્ચૂન રાઇસ લિમિટેડના અધિકૃત પ્રતિનિધિને 24 કલાકમાં જવાબ માટે બોલાવ્યા. એસડીએમ કોર્ટમાંથી જાહેર સમન્સ પર ફોર્ચૂન રાઇસ લિમિટેડના ડાયરેક્ટર અજય ભલોટિયાએ જવાબ રજૂ કર્યો. બોર્ડમાં પિપરિયા અને ખેડૂતોના પ્રતિનિધિને સામેલ કરવામાં આવ્યા.
બોર્ડમાં સહમતિના આધારે ફોર્ચૂન રાઇસ લિમિટેડ કંપની દિલ્હીએ કરાર ખેડૂતો પાસેથી 2950 રૂપિયાની સાથે 50 રૂપિયા બોનસ કુલ 3000 પ્રતિ ક્વિંટલના દરથી અનાજ ખરીદવા માટે સહમતિ આપી. આ પ્રકારે કૃષિ કાયદાના માધ્યમથી 24 કલાકની અંદર ખેડૂતોને ઉચ્ચતમ કિંમત અપાવવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે