Farmers Protest: સરકાર પાસેથી કંઇક તો ખાઇને આવીશું, ગોળી અથવા સમાધાનનો ગોળ

સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ચાલી રહેલી બેઠક પુર્ણ તઇ ચુકી છે. આ બેઠકનું કોઇ અનિર્ણિત રહી હતી. ખેડૂતો અને સરકારમાં કોઇ મુદ્દા અંગે સંમતી સાધી શકાઇ નહોતી. મળતી માહિતી અનુસાર સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી બેઠક હવે 3 ડિસેમ્બરે થવાની છે. ખેડૂતોનું આંદોલન યથાવત્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar), પીયૂષ ગોયલ (Piyush Goyal) અને સોમ પ્રકાશે (Som Prakash) ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં 32 ખેડૂત સંગઠનનાં નેતાઓ જોડાયા હતા. 

Farmers Protest: સરકાર પાસેથી કંઇક તો ખાઇને આવીશું, ગોળી અથવા સમાધાનનો ગોળ

નવી દિલ્હી : સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ચાલી રહેલી બેઠક પુર્ણ તઇ ચુકી છે. આ બેઠકનું કોઇ અનિર્ણિત રહી હતી. ખેડૂતો અને સરકારમાં કોઇ મુદ્દા અંગે સંમતી સાધી શકાઇ નહોતી. મળતી માહિતી અનુસાર સરકાર અને ખેડૂતો વચ્ચે આગામી બેઠક હવે 3 ડિસેમ્બરે થવાની છે. ખેડૂતોનું આંદોલન યથાવત્ત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar), પીયૂષ ગોયલ (Piyush Goyal) અને સોમ પ્રકાશે (Som Prakash) ખેડૂત નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકમાં 32 ખેડૂત સંગઠનનાં નેતાઓ જોડાયા હતા. 
 

— ANI (@ANI) December 1, 2020

મીટિંગ પુર્ણ થયા બાદ કૃષીમંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે, બેઠક સારી રહી અને અમે નિર્ણય કર્યો છે કે, આગામી મંત્રણા 3 ડિસેમ્બરે થશે. અમે ઇચ્છીએ છીએ કે, એક કમિટી બનાવવામાં આવે પરંતુ ખેડૂત નેતાઓ ઇચ્છે છે કે તમામ સાથે વાતચીત થાય અને અમને કોઇ સમસ્યા નથી. ખેડૂત પ્રતિનિધિમંડલ સભ્ય ચંદાસિંહે કહ્યું કે, કૃષી કાયદાઓની વિરુદ્ધ અમારુ આંદોલન ચાલુ રહેશે. અમે સરકાર સાથે નિશ્ચિત રીતે કંઇક લઇને જ પરત ફરીશું. તેઓ ઇચ્છે છે કે ગોળીઓ હોય અથવા તો સાંતિપુર્ણ સમાધાન. ચંદાસિંહે કહ્યું કે, અમે સરકાર સાથે વાતચીત માટે પરત આવીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, ચંદાસિંહ, આજે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં જોડાયા હતા. 
 

— ANI (@ANI) December 1, 2020

બીજી તરફ સિંધુ બોર્ડર (દિલ્હી હરિયાણા બોર્ડર) પર ખેડૂત પ્રદર્શનકર્તાઓએ આપ નેતા આતિશી માર્લેના સાથે મુલાકાત યોજી હતી. તેમણે કહ્યું કે, MSP ની ગેરેન્ટીને અંગેનો કાયદો તો લાવવો જ પડશે. જે સરકાર વચન આપતી હતી કે અમે સ્વામીનાથક કમિટીની વાત માનીશું અને ડોઢગણુ MSP વધારીશું તેને કાયદો લાવીને હટાવી દીધો.

બીજી તરફ કેન્દ્રીયમંત્રી જનરલ વી.કે સિંહે કહ્યું કે, જે વસ્તુ ખેડૂતોનાં હિતમાં છે તે કરવામાં આવી છે. સ્વામીનાથક પંચમાં માંગ કરવામાં આવી હતી કે, ખેડૂતો પાસે પોતાનો પાક વેચવાની સ્વતંત્રતા હોવી જોઇએ તે કોઇ વસ્તુથી બંધાયેલી ન રહે. સરકારે આ કરી દીધું. તેમણે વિપક્ષની ઝાટકણી કાઢતા ખેડૂતોને પરેશાની નથી થઇ રહી બાકી લોકોને થઇ રહી છે. વિપક્ષનો પણ તેમાં હાથ છે જે કમીશન ખાઇ રહ્યા છે. સાંગવાન ખાપ પ્રધાન અને ચરખી દાદરીના અપક્ષ ધારાસભ્ય સોમબીર સાંગવાનનું કહેવું છે કે, હરિયાણાની તમામ ખાપ ખેડૂતો સાથે છે. તેમણે કહ્યું કે, મે કાલે સાંગવાન ખાપની બેઠક કરી અને અમે દિલ્હી કુચ કરી રહ્યા છીએ. મે સરકારને અપક્ષ ધારાસભ્ય હોવાનાં કારણે જે સમર્થન આપ્યું હતું તેને પરત લેવાની જાહેરાત કરૂ છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news