આ પાર્ટીના સાંસદે તાલિબાનના ભરપેટ વખાણ કર્યા, હવે મોટી મુશ્કેલીમાં આવી ગયા

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની સરખામણી બર્કે ભારતના બ્રિટિશ રાજ સાથે કરી હતી. સાંસદે  કહ્યું કે હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમને હટાવવા માટે અમે સંઘર્ષ કર્યો, બરાબર એ જ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો. 

આ પાર્ટીના સાંસદે તાલિબાનના ભરપેટ વખાણ કર્યા, હવે મોટી મુશ્કેલીમાં આવી ગયા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સંભલથી સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના સાંસદ શફીકુર રહેમાન બર્ક (Shafiqur Rahman Barq ) વિરુદ્ધ કેસ દાખલ થયો છે. બર્ક છાશવારે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ આદતના કારણે તેમના પર રાજદ્રોહના આરોપમાં એફઆઈઆર થઈ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની સરખામણી બર્કે ભારતના બ્રિટિશ રાજ સાથે કરી હતી. સાંસદે  કહ્યું કે હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમને હટાવવા માટે અમે સંઘર્ષ કર્યો, બરાબર એ જ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો. 

બર્કે કહી હતી આ વાત
બર્કે તાલિબાનના વખાણ કરતા કહ્યું હતું કે આ સંગઠને રશિયા, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પોતાના દેશમાં રહેવા દીધા નહીં. નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાનની સરકારને હટાવી દેતા ત્યાં પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે. જ્યારે અફઘાનિસ્તાનમાં થઈ રહેલી હિંસામાં સતત અફઘાન નાગરિકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. મહિલાઓ ડરેલી છે અને નાગરિકો મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. 

— ANI UP (@ANINewsUP) August 18, 2021

પોલીસે કરી પુષ્ટિ
સંભલના એસપીએ માહિતી આપતા કહ્યું કે એવી ફરિયાદ કરવામાં આવી છે કે સાંસદ શફીકુર રહેમાન બર્કે તાલિબાનની સરખામણી ભારતના સ્વતંત્રતા સેનાનીઓ સાથે કરી છે. આવા નિવેદનો રાજદ્રોહની શ્રેણીમાં આવે છે. આથી તેમના વિરુદ્ધ 124એ એટલે કે રાજદ્રોહની કલમમાં એફઆઈઆર દાખલ થઈ છે. આ સાથે જ 153એ અને 295 પણ લગાવવામાં આવી છે. તેમના સિવાય અન્ય બે લોકોએ પણ સોશિયલ મીડિયામાં વીડિયોમાં આવી જ વાતો કરી છે. તેમના વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news