AIIMSના ટ્રોમા સેન્ટરમાં આગ, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી

આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો કરાઇ રહ્યા છે, મળતી માહિતી અનુસાર ઘટનામાં કોઇ જાનમાલનાં નુકસાનની માહિતી નથી

AIIMSના ટ્રોમા સેન્ટરમાં આગ, ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી

નવી દિલ્હી : અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના  ટ્રોમા સેન્ટરમાં રવિવારે ભીષણ આગ લાગી ગઇ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ચુકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગ કોઇ કારણથી લાગી છે તેનો ખુલાસો હજી સુધી થઇ શક્યો નથી. મળતી માહિતી અનુસાર ટ્રોમાના સેન્ટરમાં લાગેલી આગ ફેલાતા ઓપરેશન થિયેટર સુધી પહોંચી ગઇ હતી. હાલ આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર ઘટનામાં કોઇ જાનમાલનું નુકસાન થયું હોવાની માહિતી નથી. 

માહિતી મળી રહી છે કે આગ ટ્રોના સેન્ટરનાં પહેલા માળનાં પ્રથમ માળ પર લાગી છે. મળતી માહિતી અનુસાર આગ આશરે 06.20 વાગ્યે લાગી હતી. આગ લાગવાનાં કારણે શોર્ટ સર્કિટ હોવાનું જણાવી રહી છે. આગ લાગતાની સાથે જે સાવચેતીના ભાગપુરૂ ઓપરેશન થિયેટરથી દરદીઓને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર આશરે 60 દર્દીઓને ઓપરેશન થિયેટરથી બીજા વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 

— ANI (@ANI) March 24, 2019

આગ લાગ્યા બાદ પહેલા માળ પર હાજર ઓફરેશન થિયેટરમાં ધુમાડો ભરાઇ ગયો હતો. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમામ પ્રકારનાં સુરક્ષા પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે. દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરાઇ રહ્યા છે. આગ વધારે ન ફેલાય તે માટેના પણ પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news