આતંકના 'એન્જીનિયર'ની સ્ફોટક કબૂલાત, ATS સામે ઓક્યા આ રહસ્યો

ગોરખપુરના ગોરખનાથ મંદિર (Gorakhnath Temple) પર હુમલાના આરોપી અહમદ મુર્તઝા અબ્બાસી (Ahmad Murtaza) યૂપી એટીએસની પૂછપરછમાં મોટા મોટા ખુલાસા કરી રહ્યા છે. મુર્તઝાનું આતંકવાદી સંગઠન ISIS સાથે કનેક્શન સામે આવી ગયું છે. હવે આ દરમિયાન તેની કબૂલાત સામે આવી છે.

આતંકના 'એન્જીનિયર'ની સ્ફોટક કબૂલાત, ATS સામે ઓક્યા આ રહસ્યો

લખનઉ: ગોરખપુરના ગોરખનાથ મંદિર (Gorakhnath Temple) પર હુમલાના આરોપી અહમદ મુર્તઝા અબ્બાસી (Ahmad Murtaza) યૂપી એટીએસની પૂછપરછમાં મોટા મોટા ખુલાસા કરી રહ્યા છે. મુર્તઝાનું આતંકવાદી સંગઠન ISIS સાથે કનેક્શન સામે આવી ગયું છે. હવે આ દરમિયાન તેની કબૂલાત સામે આવી છે.

આતંકના 'એંજીનિયર'એ ખોલ્યું રહસ્ય
એટીએસની કડક પૂછપરછમાં આરોપી મુર્તઝાએ ઘણા રહસ્યો ખોલ્યા છે. તેમણે કહ્યું કે મુસલમાનોને દબાવવામાં આવી રહ્યા છે. તેને તપાસ અધિકારીઓને જણાવ્યું કે તે ટેમ્પો દ્રારા ગોરખપુર પહોંચ્યો હતો અને બીજો થોડો સામાન સાથે લાવ્યો હતો. પૂછપરછમાં તેણે એ પણ જણાવ્યું હતું કે કામ તમામ કરીને જતો રહેવાનો હતો. 

વોટ્સએપ ગ્રુપ ચલાવતો હતો મુર્તઝા
પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર મુર્તઝા એક વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતો હતો જેમાં લગભગ 200 લોકો સામેલ હતા. હવે એટીસની ટીમે ગ્રુપના સભ્યોની તપાસ કરી તેમની ધરપકડની શરૂઆત કરી દીધી છે. આ મુદ્દે કાનપુર, નોઇડા, સંભલ અને શામલી સહિત ઘણા શહેરોમાં તપાસ હરૂ થઇ ગઇ છે. તે વોટ્સએપ ગ્રુપના 15થી વધુ સભ્યોના મોબાઇલ ફોન, લેપટોપ અને બેંક ડિટેલ પણ ખંગાળી રહ્યા છે. આ દરમિયાન કે મુર્તઝા સાથે પૂછપરછ કરવા માટે એનઆઇએ અને આઇબીના અધિકારીઓએ એટીએસનો સંપર્ક કર્યો છે. 

— Zee News (@ZeeNews) April 7, 2022

ટળી ગઇ હતી મોટી ઘટના
ગોરખનાથ મંદિરમાં દાખલ થવાનો પ્રયત્ન દરમિયાન જ્યાં તે તૈનાત જવાનોએ તેને રોક્યો તો તેણે ધારદાર હથિયાર વડે પીએસીના બે જવાનોને ઘાયલ કરી દીધા હતા. તમને જણાવી દઇએ કે ગોરખપુર મંદિર પરિસરમાં મંદિરના મહંત અને પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું ઘર પણ છે. જોકે હુમલા સમયે તે મંદિર પરિસરમાં હાજર ન હતા.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news