મોદી સરકારનો જબરદસ્ત પ્લાન, 2022 સુધીમાં કરવામાં આવશે 1 કરોડ ઘરનું નિર્માણ
આ લક્ષ્યને પુરૂ કરવા માટે કેન્દ્રિય આવાસીય અને શહેરી વિકાસ મંત્રાલયે 2018માં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. તેના અંતર્ગત 2022 પહેલા 1 કરોડ ઘરનું નિર્માણનું કામ શરૂ કરવાનો ટાર્ગેટ છે.
Trending Photos
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યાજના અંતર્ગત 2022 સુધીમાં ઘર આપવાનું લક્ષ્ય રાખ્યું છે. આ તેમની મહત્વાકાંક્ષી પરિયોજનાઓમાંથી એક છે. આ લક્ષ્યને પુરૂ કરવા માટે કેન્દ્રિય આવાસીય અને શહેરી વિકાસ મંત્રાલયે 2018માં કેટલીક યોજનાઓની શરૂઆત કરી હતી. તેના અંતર્ગત 2022 પહેલા 1 કરોડ ઘરનું નિર્માણનું કામ શરૂ કરવાનો ટાર્ગેટ છે. શહેરી વિકાસ મંત્રાલય પર આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ, નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અટલ મિશન જેવી ઘણી યોજનાઓને પૂરી કરવાની જવાબદારી છે.
મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે એપ્રિલ 2018માં અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 1612 શહેરોને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત અભિયાનના અંતર્ગત અત્યાર સુધીમાં 4124 શહેર અને ગામડાઓમાં ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યાસ સુધીમાં 68.5 લાખ ઘરોનો નિર્માણને મંજૂરી મળી ગઇ છે. તેમાંથી 35.67 લાખ ઘરોનું નિર્માણ ચાલી રહ્યું છે. જેમાંથી 12.45 લાખ ઘરોનું નિર્ણમા કામ પૂરુ થઇ ગયું છે. સરકારનો પ્રયત્ન છે કે 2020 સુધીમાં નિર્માણ કામ પુર કરવાથી 2022 સુધીમાં બધાને ઘર ફાળવી દેવામાં આવશે.
પ્રધાનમંત્રી આવસ યોજનાનું બજેટ લગભગ 3 લાખ 56 હજાર 397 કરોડ રૂપિયા છે. જેમાંથી કેન્દ્ર સરકારની તરફથી 33 હજાર 455 કરોડ રૂપિયા જુદા જુદા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને ફાળવી દેવામાં આવ્યા છે. જોકે ફાળવેલી રાશિ 1 લાખ 275 કરોડ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે