અમેરિકા હતો મકાનમાલિક અને ઘરની દિવાલમાંથી મળ્યા બ્રિટીશ જમાનાના સોનાના સિક્કા, પોલીસ કાંડ કરી ગઈ
Tale of 240 Gold Coins: ગુજરાતના નવસારી જિલ્લાના એક શહેરમાં એક ઘરમાંથી 240 સોનાના સિક્કા મળ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હવે મધ્યપ્રદેશના ચાર પોલીસકર્મીઓ પર 90 ટકા શુદ્ધ સોનાના સિક્કા લૂંટવાનો આરોપ છે. આ સોનાના સિક્કા સાથે પોલીસકર્મીઓ ગુમ છે.
Trending Photos
બ્રિટિશ જમાનાના સોનાના સિક્કાની ચોરીનો અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગુજરાતના નવસારી જિલ્લાના બીલીમોરામાં થોડા દિવસોથી કામ કરતા કેટલાક મજૂરોએ જૂના મકાનની દિવાલ તોડી ત્યારે તેમની આંખો ફાટી ગઈ. દિવાલમાં એક-બે નહીં પણ સોનાના સિક્કાઓનો આખો ખજાનો હતો. ચળકતા પીળા સોનાના સિક્કા જોઈને મજૂરો દંગ રહી ગયા. મધ્યપ્રદેશના મજૂરોએ આ અંગે મકાન માલિકને જાણ કરી ન હતી અને તમામ 240 સોનાના સિક્કા લઈને તેમના ગામ જતા રહ્યાં હતા. આ બાબતનું રહસ્ય ત્યારે સામે આવ્યું જ્યારે ચાર પોલીસકર્મીઓએ મધ્યપ્રદેશમાં આ મજૂરો પાસેથી સોનાના સિક્કા લૂંટી લીધા. હવે મધ્યપ્રદેશની સાથે સાથે ગુજરાતની સુરત પોલીસ પણ સોનાના સિક્કાની લૂંટનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે ત્યારે મજૂરો પાસેથી સિક્કા લૂંટનાર પોલીસકર્મીઓ ગુમ થઈ ગયા છે.
સિક્કાઓની સંપૂર્ણ સ્ટોરી
પોલીસના જણાવ્યા અનુસાર નવસારી જિલ્લાના બીલીમોરા શહેરના બંદર રોડ પર રહેતા સોયેબ બલિયાવાલા વ્યવસાયે ચિકનનો વેપાર કરે છે. તેણે જાન્યુઆરીમાં વલસાડ સ્થિત કોન્ટ્રાક્ટર સરફરાઝ કરાડિયાને તેનું પૈતૃક મકાન તોડી પાડવાનું કામ સોંપ્યું હતું. ઘર તોડતી વખતે મધ્યપ્રદેશના આ આદિવાસી મજૂરોને સોનાના સિક્કા મળી આવ્યા હતા. જેમને તેઓ મધ્યપ્રદેશના અલીરાજપુર લઈ ગયા હતા. સ્થાનિક પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં મજૂરોએ જણાવ્યું છે કે 19 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે સોંડવા પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ તેમના ઘરે આવ્યા, તેમની પત્નીની મારપીટ કરી અને વાસણમાં રાખેલા સોનાના સિક્કા લઈ ગયા.
સિક્કા સાથે સ્કેમર
અલીરાજપુર જિલ્લાના પોલીસ અધિક્ષકનું કહેવું છે કે મજૂર પરિવારે તેમના સમગ્ર નિવેદનમાં પોલીસ ઈન્સ્પેક્ટર સહિત અન્ય ત્રણ પોલીસકર્મીઓના નામ આપ્યા છે. પહેલા તેમણે એક કોન્સ્ટેબલનું નામ લીધું. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ ચાર પોલીસકર્મીઓ ગુમ હોવાનું કહેવાય છે. સોંડવા વિસ્તારના અન્ય પોલીસ અધિકારી શ્રદ્ધા સોનકર કહે છે કે આ તમામ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે રાજકારણ પણ શરૂ થયું છે.સ્થાનિક માજી ધારાસભ્ય નાગરસિંહ ચૌહાણે માંગ કરી છે કે ચાર પોલીસકર્મીઓ સામે ચોરીના બદલે લૂંટનો ગુનો નોંધવો જોઈએ.
અમેરિકામાં મકાનમાલિક
તો બીજી તરફ નવસારીમાં જે મકાનમાંથી સોનાનો ખજાનો મળી આવ્યો હતો. તેના મકાનમાલિક સોયેબ બાલીવાલા 17 જુલાઈએ ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા છે. તેમનો જવાબ આવવાનો બાકી છે. પોલીસ હવે મજૂર પાસેથી મળેલા ફોટો અને સિક્કાના આધારે આ સિક્કાઓની તપાસ કરી રહી છે. એવું બહાર આવ્યું છે કે આ સિક્કાઓ પર રાજા જ્યોર્જ કિંગ જ્યોર્જ પંચમનું ચિત્ર છે. એક સિક્કાનું વજન 7.98 ગ્રામ છે. આ સિક્કાઓમાં 90 ટકા શુદ્ધ સોનું છે. આ 1922ના સમયગાળાના સિક્કા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે