નવાઈની વાત છે! માણસો ધક્કા ખાય છે ત્યાં રખડતાં કૂતરાંને આધારકાર્ડ અપાયા
રઝળતાં કૂતરાને પણ હવે આધારકાર્ડ અપાયા, એરપોર્ટની આસપાસના વિસ્તારથી શરૂઆત. પહેલાં તબક્કામાં ૨૦ કૂતરાના આધારકાર્ડના રૂપમાં ગળામાં એક બેજ લગાડવામાં આવ્યા છે. ક્યુઆર કોડવાળા આ બેજને સ્કેન કરવાથી કૂતરાની ઉંમર કેટલી છે, ક્યાં એરિયામાં ફરે છે, હડકવા વિરોધી રસી લીધી છે કે નહીં, વંધ્યીકરણ કરવામાં આવ્યું છે કે નહીં એવી તમામ જાણકારી મળી રહેશે.
Trending Photos
મુંબઇ: આ સમાચાર એવા છેકે, એ જાણીને આપણે શું સમજવું એ જ નથી સમજાતું. એક તરફ માણસો ધક્કા ખાય છે અને ત્યાં બીજી તરફ રખડતાં કૂતરાંઓને આધારકાર્ડ આપવામાં આવી રહ્યાં છે. આ પ્રયોગ હાલ દેશભરમાં પહેલીવાર માયાનગરી મુંબઈમાં કરવામાં આવ્યો છે. માણસની ઓળખાણ જેમ આધારકાર્ડથી થાય છે એવી રીતે માનવીના સૌથી વફાદાર સાથે શ્વાનને પણ આધારકાર્ડ જેવાં આઇડેન્ટિફિકેશનની વિગતો આપતાં ક્યુ આર કોડ ધરાવતાં બેજ પહેરાવવાનો નવતર પ્રયોગ મુંબઇમાં હાથ ધરવામાં આવ્યો છે.એરપોર્ટ આસપાસના વિસ્તારથી તેની શરુઆત કરવામાં આવી છે.
ફીડર, વેક્સીન, સ્ટરીલાઈઝેશન સહિતની માહિતી સમાવતા ક્યૂ આર કોડ ધરાવતા બેજ રખડતા કૂતરાંઓને પહેરાવાયા છે. મુંબઇ એરપોર્ટની આસપાસના વિસ્તારમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ફ્રેન્ડ નામક પ્રાણીમિત્ર સંસ્થાએ રખડતાં કૂતરાંઓ માટે આ પ્રયોગની યોજનાની શરૂઆત કરી છે.
પહેલાં તબક્કામાં ૨૦ કૂતરાના આધારકાર્ડના રૂપમાં ગળામાં એક બેજ લગાડવામાં આવ્યા છે. ક્યુઆર કોડવાળા આ બેજને સ્કેન કરવાથી કૂતરાની ઉંમર કેટલી છે, ક્યાં એરિયામાં ફરે છે, હડકવા વિરોધી રસી લીધી છે કે નહીં, વંધ્યીકરણ કરવામાં આવ્યું છે કે નહીં એવી તમામ જાણકારી મળી રહેશે.
મુંબઇ મહાપાલિકાની એનિમલ હેલ્થ સર્વિસ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ક્યુઆર કોડ ટેગિંગનો આ પાઇલટ પ્રોજેક્ટ એરપોર્ટ વિસ્તારથી પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટ અન્ય વિસ્તારોમાં પણ આગળ વધારવામાં આવશે. શ્વાનના આધારકાર્ડનો આ નવતર પ્રયોગ હાલ દેશભરમાં પહેલીવાર મુંબઈમાં એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે હાથ ધરાયો છે. આગામી દિવસોમાં મનપા પણ આ પ્રકારનું આયોજન કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે