Gyanvapi Masjid Controversy: સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી, વારાણસી કોર્ટની કાર્યવાહી ઉપર પણ રોક લગાવી
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટા ખબર આવ્યા છે. મસ્જિદના સરવેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની સુનાવણી પર હાલ રોક લગાવી છે.
Trending Photos
Gyanvapi Mosque Survey Report: વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ મામલે મોટા ખબર આવ્યા છે. મસ્જિદના સરવેનો રિપોર્ટ વારાણસી કોર્ટમાં રજૂ કરી દેવાયો છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટથી પણ મહત્વના સમાચાર આવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વારાણસી કોર્ટની સુનાવણી પર હાલ રોક લગાવી છે.
સુપ્રીમ કોર્ટે લગાવી રોક
જ્ઞાનવાપી મસ્જિદ મામલે દેશની સર્વોચ્ચ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કાલ સુધી ટાળવામાં આવી છે. આ દરમિયાન કોર્ટે વારાણસી કોર્ટમાં સુનાવણી પર શુક્રવાર 20મી મે સુધી રોક લગાવી છે. કોર્ટે કહ્યું કે આ મામલે હવે તે આવતી કાલે સુનાવણી કરશે. ત્યાં સુધી વારાણસી કોર્ટમાં પણ આ મામલે સુનાવણી થશે નહીં. હવે સુપ્રીમ કોર્ટમાં આવતી કાલે બપોરે 3 વાગે આ મામલે સુનાવણી હાથ ધરાશે. કોર્ટે વારાણસી કોર્ટને નિર્દેશ આપ્યા છે કે તેઓ મામલા સંલગ્ન કોઈ પણ આદેશ આવતીકાલ સુધી ન આપે.
Supreme Court to hear Gyanvapi mosque case on Friday, 20th May at 3 pm
— ANI (@ANI) May 19, 2022
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી મુદ્દે આવતી કાલે ત્રણ જજની બેન્ચ સુનાવણી કરશે. કોર્ટે હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈનને કહ્યું કે તેઓ પોતાના સ્થાનિક વકીલને કહે કે તેઓ ટ્રાયલ કોર્ટમાં આગળ કાર્યવાહી ન કરે. અત્રે જણાવવાનું કે હિન્દુ પક્ષના વકીલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શુક્રવાર સુધી ટાળવાની માંગણી કરી હતી. વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે વરિષ્ઠ વકીલ હરિશંકર જૈનની તબિયત સારી નથી. આથી વિનંતી કરતા કહ્યું હતું કે સુનાવણી આવતી કાલે હાથ ધરવામાં આવે. જો કે મુસ્લિમ પક્ષે આજે જ સુનાવણી હાથ ધરવાની માંગણી કરાઈ હતી.
Vishnu Shankar Jain, advocate of the Hindu side, tells Supreme Court that senior advocate Hari Shankar Jain is not well and requests it to hear the Gyanvapi Mosque issue tomorrow. pic.twitter.com/PGcq8VCYkq
— ANI (@ANI) May 19, 2022
વારાણસી કોર્ટમાં રજૂ કરાયો સરવે રિપોર્ટ
જ્ઞાનવાપી મસ્જિદ મામલે વારાણસી કોર્ટમાં સરવેનો ફાઈનલ રિપોર્ટ રજૂ કરી દેવાયો છે. કોર્ટ કમિશનર વિશાલ સિંહે જે રિપોર્ટ રજૂ કર્યો છે તેમાં 3 દિવસના સરવેના લેખા-જોખા છે. સહાયક કોર્ટ કમિશનર અજય પ્રતાપ સિંહના જણાવ્યાં મુજબ આ રિપોર્ટ 10-15 પાનાનો છે. આ રિપોર્ટ 14થી 16 મે વચ્ચે થયેલા સરવે અંગે છે. સિવિલ જજ સીનિયર ડિવિઝન રવિકુમાર દિવાકરની કોર્ટમાં રિપોર્ટ જમા કરાવ્યા બાદ સ્પેશિયલ કોર્ટ કમિશનર એડવોકેટ વિશાલ સિંહે કહ્યું કે અમે સીલબંધ કવરમાં વીડિયો ચિપ પણ દાખલ કરી છે. કોર્ટ સમક્ષ તમામ વિગતો રજૂ કરવામાં આવી છે.
We have filed a video chip too in a sealed cover. All of this has been submitted before the court: Advocate Vishal Singh, the Court-appointed special assistant commissioner after the filing of Gyanvapi mosque survey report pic.twitter.com/Q7RZXqrvwN
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 19, 2022
રિપોર્ટ અંગે અજય પ્રતાપ સિંહે કોર્ટમાં જમા કરતા પહેલા કહ્યું હતું કે કોર્ટે અમને જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરવાની જવાબદારી સોંપી હતી અને અમે 14, 15, 16 મેના રોજ સરવે હાથ ધર્યો. અમે ખુબ નિષ્ઠાથી સરવે રિપોર્ટ તૈયાર કર્યો છે.
हमने सर्वे रिपोर्ट कोर्ट के समक्ष पेश कर दी है। 10-15 पेज की सर्वे रिपोर्ट कोर्ट के समक्ष पेश की गई है: असिस्टेंट कोर्ट कमिश्नर अजय प्रताप सिंह, वाराणसी, उत्तर प्रदेश https://t.co/SwQ6Kddrp2 pic.twitter.com/tqgPXSoddG
— ANI_HindiNews (@AHindinews) May 19, 2022
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે