શું 6 થી 10 રૂપિયા જેટલો ઘટવાનો છે પેટ્રોલ-ડીઝલનો ભાવ? જાણો કેન્દ્રીય મંત્રીએ શું આપ્યો જવાબ
28 ડિસેમ્બરના રોજ એવા રિપોર્ટ હતા કે લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6થી 10 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે. જેને લઈને સરકારની ઓઈલ કંપનીઓ સાથે વાત ચાલુ છે. પરંતુ હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ ખબર પર પૂર્ણવિરામ મૂક્યું છે.
Trending Photos
વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે કેન્દ્ર સરકાર નવા વર્ષમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે. રાહતના આ ખબરને લોકો લોકસભા ચૂંટણી સાથે જોડી રહ્યા હતા. પરંતુ હવે આ સમાચારને સરકારે અફવા ગણાવ્યા છે. આવામાં જે લોકો નવા વર્ષમાં પેટ્રોલના ભાવમાં કાપની રાહ જોતા હતા તેમને મોટો ઝટકો લાગ્યો છે.
વાત જાણે એમ છે કે 28 ડિસેમ્બરના રોજ એવા રિપોર્ટ હતા કે લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6થી 10 રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે. જેને લઈને સરકારની ઓઈલ કંપનીઓ સાથે વાત ચાલુ છે. પરંતુ હવે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ ખબર પર પૂર્ણવિરામ મૂક્યું છે.
સરકારે આપ્યો ઝટકો
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ બુધવારે કહ્યું કે ઈંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં કાપનો કોઈ પ્રસ્તાવ નથી, આ ફક્ત અફવા છે. એટલે કે ગયા અઠવાડિયે જે ખબર આવ્યા હતા તેને સરકારે ફગાવી દીધા છે. હરદીપસિંહ પુરીના આ નિવેદન બાદ ઓઈલ કંપનીના શેરોમાં અચાનક તેજી જોવા મળી. કારણ કે એવું કહેવાતું હતું કે જો તેલના ભાવમાં કાપ આવશે તો સરકાર અને ઓઈલ કંપનીઓ વચ્ચે આ એક સમજૂતિ હેઠળ હશે અને કાપની ભરપાઈ 50:50 ફોર્મ્યૂલા હેઠળ હશે.
પરંતુ હવે હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે ઈંધણના ભાવમાં કાપને લઈને ઓઈલ કંપનીઓ સાથે કોઈ ચર્ચા થઈ નથી. સરકારની પાસે એવો કોઈ પ્રસ્તાવ નથી. આ ફક્ત મીડિયા રિપોર્ટ્સમાં અટકળો લગાવવામાં આવી રહી છે. સરકારના આ નિવેદન બાદ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરોમાં 3.27 ટકાનો વધારો જોવા મળ્યો. જ્યારે બીપીસીએલના શેર 1.06 ટકા અને આઈઓસીએલના શેર 1.76 ટકા મજબૂત થયા. અત્રે જણાવવાનું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મે 2022થી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. છેલ્લીવાર કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં કાપ મૂક્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે