નેશનલ હેરાલ્ડ મુદ્દે હાઇકોર્ટે રાહુલ-સોનિયાની અરજીઓ ફગાવી

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે ગાંધી પરિવારે લોન દેવાનાં નામે નેશનલ હેરાલ્ડની બે હજાર કરોડ રૂપિયાની સંપત્તી જપ્ત કરી લીધી

નેશનલ હેરાલ્ડ મુદ્દે હાઇકોર્ટે રાહુલ-સોનિયાની અરજીઓ ફગાવી

નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલ પર બંધનું આહ્વાન કરીને સમગ્ર દેશને બાનમાં લેનાર કોંગ્રેસને હાઇકોર્ટે સોમવારે મોટો આંચકો આપ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની તે અરજીઓને ફગાવી દીધી હતી જેમાં તેમણે 2011-12ની પોતાની કર નિર્ધારણ ફાઇલ ફરી એકવાર ખોલવાની અરજીને પડકારી હતી. 

ન્યાયમૂર્તિ એસ.રવીંદ્ર ભટ્ટ અને ન્યાયમૂર્તિ એકે ચાવલાની પીઠે અરજી ફગાવી દીધી હતી. પીઠે કોંગ્રેસ નેતા ઓસ્કર ફર્નાન્ડીસની અરજી પણ રદ્દ કરી દીધી હતી. તેમણે 2011-12નાં પોતાનાં કર નિર્ધારણની ફાઇલ ફરી એકવાર ખોલવામાં આવવાની અરજીને પડકારી હતી. 

હાઇકોર્ટે ત્રણેયની અરજીઓ પર 16 ઓગષ્ટે પોતાનો ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. આવકવેરા વિભાગને તે સમયે દલીલ આપી હતી કે રાહુલ ગાંધીએ 2011-12નાં આયર નિર્ધારણની ફાઇલ ફરી એકવાર ખોલી કારણ કે તેમાં મહત્વપુર્ણ તથ્યો છુપાવવામાં આવ્યા હતા. કોર્ટે મૌખીક રીતે કહ્યું હતુ કે આવક વેરા વિભાગ કોર્ટનાં ચુકાદાની જાહેરાત થાય ત્યા સુધી સોનિયા ગાંધી, રાહુલ અને ફર્નાન્ડીસની વિરુદ્ધ કોઇ પણ દંડાત્મક કાર્યવાહી ન કરે. 
સોનિયા ગાંધીના વકીલ વરિષ્ઠ અધિવક્તા પી.ચિદમ્બરમે કહ્યું હતુ કે, તેઓ એડીશનલ સોલિસિટર જનરલ તુા, મેહતાના મૌખીક નિવેદન પર વિશ્વાસ કરે છે. મેહતાએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતાઓએ આવક વેરા વિભાગ પર દુર્ભાગ્યપુર્ણ રીતે કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો, પરંતુ આ અંગે કંઇ નક્કર રજુ નથી કર્યું. 

શું છે આરોપ
કોંગ્રેસ નેતાઓની વિરુદ્ધ આવકવેરા સંબંધી ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા નેશનલ હેરાલ્ડ મુદ્દે એક નિચલી કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી અંગત ગુનાહિત ફરિયાદ પર તપાસમાંથી બહાર આવ્યા છે. ફરિયાદમાં સોનિયા, રાહુલ અને અન્ય પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે નેશનલ હેરાલ્ડ સંબંધ કંપની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ)ને કોંગ્રેસ દ્વારા અપાયેલા 90.25  કરોડ રૂપિયાની લોનની વસુલનો અધિકાર માત્ર 50 લાખ રૂપિયાની ચુકવણીમાં યંગ ઇન્ડિયાને અપાયાનું કાવત્રું રચ્યું હતું. 

આરોપ લગાવવામાં આવ્યો કે નવેમ્બર 2010માં 50 લાખ રૂપિયાની મુડીથી બનેલ યંગ ઇન્ડિયાએ નેશનલ હેરાલ્ડ અખબારનું સંચાલન કરનારી એજેએલના લગભગ તમામ શેર ખરીદી લીધા. આ પ્રક્રિયામાં યંગ ઇન્ડિયાએ એજેએલનાં 90 કરોડ રૂપિયાની લોનની જવાબદારી પણ પોતાનાં માથે લઇ લીધી.

 આવક વેરા વિભાગે કહ્યુંહ તું કે, યંગ ઇન્ડિયામાં રાહુલની ભાગીદારીના કારણે તેમને 154 કરોડ રૂપિયાની આવક થઇ, ન કે 68 લાખ રૂપિયા જેવું કે પૂર્વમાં જણાવાયું હતું. વિભાગ પહેલા જ યંગ ઇન્ડિયાને 2011-12નાં આવક નિર્ધારણ માટે 249.15 કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ ઇશ્યું કરી ચુક્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news