PM Modi in Kangra: કાંગડાની રેલીમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ, કહ્યું- ફક્ત 2 રાજ્યમાં બચી તેમની સરકાર
PM Modi Kangra Rally: હિમાચલ પ્રદેશના કાંગડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે હવે ફક્ત 2 રાજ્યોમાં જ તેમની સરકાર બચી છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ જ્યાંથી જાય છે, ત્યાં પાછું ફરવું મુશ્કેલ હોય છે.
Trending Photos
PM Modi Kangra Rally: હિમાચલ પ્રદેશના કાંગડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે હવે ફક્ત 2 રાજ્યોમાં જ તેમની સરકાર બચી છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ જ્યાંથી જાય છે, ત્યાં પાછું ફરવું મુશ્કેલ હોય છે. આ સાથે જ તેમણે કોંગ્રેસ પર વરસતા કહ્યું કે કોંગ્રેસે ફક્ત લૂંટવાનું કામ કર્યું, જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ફક્ત કામ પર ફોકસ કર્યું.
હિમાચલને સ્થિર અને મજબૂત સરકારની જરૂર
કાંગડાના ચંબીમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, કાંગડાની ધરતી શક્તિપીઠોની ધરતી છે. ભારતની આસ્થા અને આધ્યાત્મનું એક તીર્થ છે. બૈજનાથથી લઈને કાઠગઢ સુધી આ ભૂમિમાં બાબા ભોલેની અસીમ કૃપા આપણા પર હંમેશા બની રહે છે. આજે હિમાચલ 21મી સદીમાં વિકાસના જે પડાવ પર છે, ત્યાં તેને સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. જ્યારે હિમાચલ પાસે મજબૂત સરકાર હશે અને ડબલ એન્જિનની તાકાત હશે તો પડકારોને પણ દૂર કરશે અને નવી ઊંચાઈ પણ એટલી જ ઝડપથી પ્રાપ્ત કરશે.
ભાજપના 11 શુભ સંકલ્પ નવી ઊંચાઈ પર લઈ જશે
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે સૌથી પહેલા હું હિમાચલ ભાજપને વિકાસના નવા સંકલ્પ લેવા બદલ, આટલું સારું ઘોષણાત્ર બનાવવા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું. હિમાચલ પ્રદેશ ભાજપના 11 શુભ સંકલ્પ અહીંના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે. પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ઉત્તરાખંડના લોકોએ પણ જૂની પરંપરાને બદલતા ભાજપને જીતાડ્યું. યુપીમાં પણ 40 વર્ષ બાદ એવું થયું છે કે જ્યારે કોઈ પાર્ટી ફરીથી જીતીને પૂર્ણ બહુમતથી સતત બીજીવાર સરકારમાં આવી છે. મણિપુરમાં પણ ભાજપની સરકાર ફરીથી આવી છે.
આ Video પણ જુઓ...
ફક્ત 2 રાજ્યમાં બચી કોંગ્રેસની સરકાર
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ ક્યારેય હિમાચલ પ્રદેશને સ્થિર સરકાર આપી નહીં શકે અને ન તો તેઓ ઈચ્છે છે. આજે કોંગ્રેસની ગણી ગાંઠી બે સરકારો બચી છે. એક રાજસ્થાન અને બીજી છત્તીસગઢમાં. અહીંથી પણ ક્યારેય વિકાસની ખબરો આવતી નથી. આ બંને જગ્યાએથી ખબરો ફક્ત ઝઘડાની આવતી રહે છે. જો આમ જ ચાલતું રહ્યું તો રાજ્યનો વિકાસ કેવી રીતે થઈ શકે?
રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ એટલે અસ્થિરતાની ગેરંટી. કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, કૌભાંડની ગેરંટી, કોંગ્રેસ એટલે વિકાસ કાર્યોમાં રોડા અટકાવવાની ગેરંટી. તેમણે કહ્યું કે અમે એવી રાજનીતિક પરંપરા બનાવવા માંગીએ છીએ કે અમે સરકારમાં એવું કામ કરીએ કે મતદારો અમને વારંવાર તક આપે. આથી અમે વિકાસ માટે અને દેશ માટે દરેક જગ્યાએ, દરેક સ્તરે કામ કરી રહ્યા છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે