ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, મુશ્તાક અહેમદ ઝરગરને આતંકવાદી જાહેર કર્યો, કંધાર પ્લેન હાઇજેકમાં છોડ્યો હતો
Mushtaq Ahmed Zargar: ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા મુસ્તાક અહમદ ઝરગરને આતંકી જાહેર કરી દીધો છે. ઝરગરને ગેરકાયેદસર પ્રવૃતિઓ અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
Trending Photos
Mushtaq Ahmed Zargar Designated Terrorist: ગૃહમંત્રાલયે એક સૌથી મોટો નિર્ણય લીધો છે. મંત્રાલયે મુશ્તાક અહમદ ઝરગરને આતંકી જાહેર કરી દીધો છે. મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડર છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે મુસ્તાક અહેમદ ઝરગર ઉર્ફે લતરામ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર વિસ્તારનો વતની હતો. 1985 દરમિયાન તે આતંકવાદી સંગઠનમાં જોડાયો અને ખીણમાં ભારત વિરુદ્ધ આતંકવાદી કાર્ય કરવાનું શરૂ કર્યું. તેણે આતંકી જૂથ સાથે મળીને ઝરગરે 12 ડિસેમ્બર 1989ના રોજ ભારતના નવા નિયુક્ત ગૃહ પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદનું પણ અપહરણ કર્યું. આ અપહરણ બાદ આતંકવાદીઓએ પોલીસ કસ્ટડીમાં રહેલા તેમના પાંચ સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી. આ અપહરણ કેસને લઈને ઘણો હોબાળો થયો હતો, પરંતુ સરકારે આતંકવાદીઓને છોડવા પડ્યા હતા, ત્યારે રુબિયા સઈદને છોડવામાં આવ્યા હતા.
વર્ષ 1991માં ઝરગરે પોતાનું આતંકવાદી સંગઠન બનાવ્યું, તેણે અલવર મુજાહિદ્દીન નામ આપ્યું. પછી ઝરગરે જમ્મુ-કાશ્મીરમાં તાબડતોડ હત્યાઓ કરી. જેમાં કેટલાક ઉચ્ચ અધિકારીઓની હત્યાનો સમાવેશ થાય છે. ઝરગરને પકડવા માટે સરકારે દિવસ-રાત એક કર્યા અને ત્યાર બાદ 15 મે 1992ના રોજ તેની ધરપકડ કરવામાં આવી. ત્યાં સુધીમાં તેની સામે હત્યા અને અન્ય જઘન્ય ગુનાઓના 3 ડઝનથી વધુ કેસ નોંધાયેલા હતા.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હેઠળ ચુકાદો
ગૃહ મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા મુસ્તાક અહમદ ઝરગરને આતંકી જાહેર કરી દીધો છે. ઝરગરને ગેરકાયેદસર પ્રવૃતિઓ અધિનિયમ, 1967 હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
પ્લેન હાઈજેકમાં હતો સામેલ
તમને જણાવી દઈએ કે, જરગરને 1999ના ઈન્ડિયન એરલાઈન્સના પ્લેન હાઈજેકમાં છોડવામાં આવ્યો હતો. વર્ષ 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ નંબર 814ને આતંકવાદીઓએ હાઈજેક કરી હતી. આ જહાજને પહેલા પાકિસ્તાનમાં ઉતારવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને દુબઈ થઈને અફઘાનિસ્તાનના કંદહાર એરપોર્ટ પર લઈ જવામાં આવ્યું હતું. આરોપ છે કે અફઘાનિસ્તાનમાં તત્કાલીન તાલિબાન સરકારે આ આતંકવાદીઓને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ આ આતંકવાદીઓએ પ્લેન અને મુસાફરોને છોડવાને બદલે તેમના સાથીઓને મુક્ત કરવાની માંગ કરી હતી, જે આતંકવાદીઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી તેમાં મુસ્તાક અહેમદ ઝરગરનું નામ પણ સામેલ હતું.
સરકારે છોડ્યો હતો
તમને જણાવી દઈએ કે મુશ્તાક અહમદ ઝરગર તે આતંકવાદીઓમાંથી એક હતો, જેણે 1999માં ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ હાઈજેક કરવાના કેસમાં મુસાફરોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકારે છોડવો પડ્યો હતો. ભારત સરકારે અન્ય આતંકવાદીઓની સાથે ઝરગરને પણ મુક્ત કર્યો, ત્યારબાદ તે પાકિસ્તાન ગયો અને ત્યાં રહીને ભારત વિરુદ્ધ તમામ આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા લાગ્યો. પાકિસ્તાને 2002માં એકવાર દાવો કર્યો હતો કે તેણે ઝરગરની પણ કથિત રીતે ધરપકડ કરી હતી. પરંતુ ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર, ઝરગર કોઈપણ ધરપકડ વિના પાકિસ્તાનમાં રહીને સતત ભારત વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થઈ રહ્યો છે. તેમ છતાં તે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ કરી રહ્યો છે. આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમને સ્પેશિયલ એન્ટી ટેરરિઝમ એક્ટ હેઠળ ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યા છે.
કાઠમાંડૂથી દિલ્હી આવી રહ્યું હતું પ્લેન
24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમાંડૂથી દિલ્હી માટે ઉડાન ભરેલ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને આતંકીઓએ હાઈજેક કરી લીધી હતી. તેની લેન્ડિંગ અફધાનિસ્તાનના કંધારમાં કરાવવામાં આવી હતી. તે વખતે પણ અફધાનિસ્તાનમાં તાલિબાની શાસન હતું. ત્યારબાદ યાત્રીઓની સુરક્ષિત ઘર વાપસી માટે સરકારે મસૂદ અજહર, અહમદ ઓમર સઈદ શેખ, મુશ્તાક અહમદ ઝરગર જેવા આતંકીઓને છોડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે