તિરુપતિમાં વાળ આપવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ હતી? જાણ તેના પાછળની રસપ્રદ કહાની
દેશનું સૌથી સમૃદ્ધ મંદિર તિરુપતિ બાલાજી સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. આ મંદિરમાં દર્શન કરવા માટે દેશ-વિદેશ મોટી સંખ્યામાં આવે છે.
Trending Photos
તિરુપતિ બાલાજી મંદિર(Tirupati Balaji Temple) સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. ત્યાં મહિલા-પુરુષો દ્વારા વાળ આપવાની પરંપરા ખુબ જ અનોખી છે. આ પરંપરા પાછળ પૌરાણિક કારણ પણ રહેલું છે.
દેશનું સૌથી સમૃદ્ધ મંદિર તિરુપતિ બાલાજી સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. આ મંદિરમાં દર્શન કરવા માટે દેશ-વિદેશ મોટી સંખ્યામાં આવે છે. જો કે, કોરોનાના કારણે મંદિરમાં અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ મંદિરને લઈને સૌથી ખાસ વાત એ છે કે, અહીંયા ભક્તો પોતાના માથાના વાળનું દાન કરે છે. આવું લગભગ દુનિયાના કોઈ મંદિરમાં નહીં થતું હોય. કહેવાય છે કે, તિરુપતિ બાલાજીમાં વ્યક્તિ પોતાના વાળ દાન કરે છે અને ભગવાન તેમને 10 ગણુ વધારે ધન આપે છે. અહીં વાળ દાન કરવા પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે.
મહિલાઓ પણ કરે છે પોતાના વાળનું દાન
ભગવાન વેંકટેશ્વરના આ મંદિરમાં માત્ર પુરુષો જ નહીં પણ મહિલાઓ પણ પોતાના વાળનું દાન કરે છે. મહિલાઓ ધન પ્રાપ્તિ સિવાય પણ અન્ય માનતા માને છે. તેમની માનતા પૂરી થતાં લાંબા વાળનું દાન કરે છે. એવું પણ કહેવાય છે કે, જે વ્યક્તિ તિરુપતિ બાલાજીમાં પોતાના વાળ દાન કરીને જાય છે તે વાળના રૂપમાં તમામ પાપ અને બુરાઈને પણ ત્યાગીને જાય છે. જેનાથી ભગવાન તેમનાા પર હંમેશા પોતાની કૃપા બનાવીને રાખે છે. સામાન્ય રીતે રોજ અહીં 20 હજાર લોકો પોતાના વાળનું દાન કરે છે. તેના માટે 500થી વધારે વાળંદ પોતાની સેવા આપે છે.
આ માટે કરાય છે વાળનું દાન
તિરુપતિમાં વાળ દાન કરવાથી મા લક્ષ્મીની કૃપા મેળવવા અને તમામ મનોકામના પૂરી કરવા પાછળ એક પૌરાણિક કથા છૂપાયેલી છે. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં ભગવાન બાલાજીના વિગ્રહ પર કીડીઓનો પહાડ બન્યો હતો. તે પહાડ પર રોજ એક ગાય આવતી હતી અને દૂધ આપીને જતી રહેતી હતી. જેનાથી ગાયનો માલિક નારાજ થઈ ગયા અને કુહાડીથી ગાયને મારી નાખી. આ હુમલો દરમિયાન બાલાજીના માથા પર ઈજા પહોંચી. સાથે જ તેમના માથાના વાળ પણ ખરી ગયા. ત્યારે તેમની માતા નીલા દેવીએ પોતાના વાળ કાપીને બાલાજીના માથા પર લગાવી દીધા. આવું કરતાં જ ભગવાનના માથાની ઈજા એકદમ સરખી થઈ ગઈ.
ત્યારે પ્રસન્ન થઈને ભગવાન નારાયણે કહ્યું કે, વાળ શરીરની સુંદરતાને વધારે છે અને તમે મારા માટે તેનો ત્યાગ કરી દીધો. એટલા માટે આજથી જે પણ મારા માટે પોતાના વાળનો ત્યાગ કરશે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે. ત્યારથી ભક્તો બાલાજી મંદિરમાં પોતાના વાળનું દાન કરે છે. આજે પણ તિરુપતિ બાલાજી મંદિરની પાસે એક પહાડને નીલાદરી હિલ્સ કહેવાય છે અને તેની પાસે જ મા નીલાદેવીનું મંદિર પણ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે