Tea બનાવતી વખતે મોટાભાગે લોકો કરે છે આ ભૂલ? ચામાં દૂધ, ચા પત્તી અને ખાંડ નાખવાનો આ છે સાચો સમય
આમ તો ઘણા પ્રકરે ચા બનાવવામાં આવે છે અને દરેક ચા (Tea) બનાવવાની એક ખાસ રીત હોય છે. કોઇ દૂધ સાથે બનાવે છે તો કોઇ દૂધ વિના પીવાનું પસંદ કરે છે.
Trending Photos
નવી દિલ્હી: મોટાભાગે લોકો દિવસની શરૂઆત ચા સાથે કરે છે અને લોકોનું માનવું હોય છે કે સવારે ચા (Tea) જો મળી જાય તો આખો દિવસ સારો પસાર થાય છે. ચાની વાત કરીએ તો દરેકનો પોતાનો ટેસ્ટ (Test) છે અને ફક્ત ચાર વસ્તુઓથી બનનાર આ ચા ઘણી રીતે બનાવવામાં આવે છે. દરેક રાજ્યમાં ચાની પોતાની અલગ રેસિપી છે. કોઇ મીઠા સાથે બનાવે છે તો કોઇ ખાંડ અથવા ગોળ સાથે. કોઇ દૂધ સાથે બનાવે છે તો કોઇ દૂધ વિના પીવાનું પસંદ કરે છે.
તમે જોયું હશે કે તમારા ઘરમાં ઘણા પ્રકારે ચા બનતી હશે અથવા પછી મિત્રો સંબંધીઓ પણ અલગ અલગ રીતે ચા બનાવતા હોય છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે ચા બનાવવાની સાચી રીત શું છે અને કઇ રીતે ચા બનાવવામાં આવે છે. આવો જાણીએ ચા બનાવવાની સાચી રીત અને ચા (Tea) બનાવવાની કઇ રીત આઇડિયલ ગણવામાં આવે છે.
ઘણા પ્રકારે બનાવવામાં આવે છે ચા
આમ તો ઘણા પ્રકરે ચા બનાવવામાં આવે છે અને દરેક ચા (Tea) બનાવવાની એક ખાસ રીત હોય છે. જેમ કે ગ્રીન ટી, બ્લેક ટી, ઓલોન્ગ ટી, માચા ટી, હર્બલ ટી, વ્હાઇટ ટી, બ્લેંડ્સ ટી. દરેક ચાને ઉકાળવાની અલગ અલગ રીત હોય છે. આમ તો સામાન્ય રીતે એક દૂધવાળી અને બીજી દૂધ વિનાની ચા બનાવવામાં આવે છે. હેલ્થના અનુસાર અને જૂના ઇતિહાસના આધારે તો ચા બનાવવાની રીત તો દૂધ વિનાની છે. પરંતુ સામાન્ય રીતે દૂધવાળી પીળા રંગની ચા સૌથી વધુ પીવામાં આવે છે.
શું કરો છો ભૂલ?
મોટાભાગે લોકો ચા બનાવતી વખતે કેટલીક ભૂલો કરે છે, જેથી ના ફક્ત ચાનો ટેસ્ટ (Test) સારો આવે છે, પરંતુ તમારો સામાન પણ વેસ્ટ જાય છે. જેમ કે ઘણા લોકો સૌથી પહેલાં દૂધ નાખે છે અને તેને ઉકાળે છે પછી તેમાં પાણી ચા વગેરે નાખે છે, જે ખોટું છે. ગરમ દૂધમાં પાણી નાખવાથી ફરી એકવાર લાંબા સમય સુધી દૂધ ઉકાળવું પડે છે અને તેનાથી દૂધ વેસ્ટ જાય છે અને ગેસ પણ વધુ વપરાય છે. ઘણા લોકો સૌથી છેલ્લે ચા નાખે છે. જે ખોટી પ્રેકટિસ છે. ચાને સારી રીતે ઉકળવા દેવી જોઇએ. જેથી ઓછી ચા પત્તીમાં પણ તમને ટેસ્ટ અને સુગંધ બંને મળે છે.
શું છે ચા બનાવવાની આ છે સાચી રીત?
આમ તો આ તમારા સ્વાદ પર નિર્ભર કરે છે, પરંતુ બ્રિટન સ્ટાડર્ડ ઇંસ્ટિટ્યૂશન (BSI) એ ચા બનાવવાની આઇડલ રીત ગણાવી છે, જે ને ચા (Tea) બનાવવાની સાચી રીત ગણવામાં આવે છે. ખાસ વાત એ છે કે જૂના શહેરોમાં લાંબા સમયથી ચા વેચતા મોટા વેપારીઓ પણ આ પ્રકારે ચા બનાવે છે. પરંતુ તમને જણાવી દઇએ કે સારી ચા બનાવવી તમારા ટેસટ, ચાની ક્વોલિટી વગેરે પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે ચા બનાવવાની એક રીત છે, જેમાં તમારે બે વાસણની જરૂર પડે છે.
એક વાસણમાં તમારે ફક્ત દૂધ (Milk) ઉકાળવું જોઇએ. એક વાસણ લો અને ધીમે ધીમે દૂધને ઉકાળવા દો અને પ્રયત્ન કરો કે દૂધને વચ્ચે વચ્ચે હલાવતાં રહો. આ ઉપરાંત બીજા વાસણમાં સૌથી પહેલાં ચા માટે પાણી ચઢાવો અને પાણીની માત્રા દૂધની બરાબર માત્રામાં હોવું જોઇએ અથવા થોડું ઓછું હોવું જોઇએ. પછી પાણીને ગરમ થયા બાદ તેમાં ચા પત્તી નાખો, જે ખાંડની માત્રાથી ઓછી નાખવી જોઇએ. ચાને સારી રીતે ઉકળવા દો અને ખાંડ પોતાના સ્વાદ અનુસાર નાખો. ત્યારબાદ જો આદુ, લવિંગ, કાળા મરી જે પણ નાખવા માંગો છો તે નાખી દો, જ્યારે સામાન્ય ચામાં તેની જરૂર નથી.
આ સાથે જ દૂધ (Milk) ને સારી રીતે ઉકાળો અને એક તરફ ચા વાળા પાણીને ઉકાળો. સારી રીતે ઉકાળ્યા બાદ દૂધને ચામાં મિક્સ કરી દો અને વધુ ગરમ ન કરો. એક ઉભરો આવે ત્યારબાદ તેને ગાળી લો. દૂધ પાણીની માત્રા અનુસાર જ નાખવી જોઇએ. ઘણા લોકો ગરમ પાણીને પહેલાં ગાળો અને ત્યારબાદ દૂધ મિક્સ કરવા માટે કહે છે. એટલે કે દૂધ અને ચાને મિક્સ કરીને વધુ સમય સુધી ઉકાળશો નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે