એક સાથે ત્રણ સંકેત...કેવો છે બિહારનો રાજકીય ખેલ? લોકસભાની ચૂંટણી પહેલાં નીતીશની નવી બાજી

RJD vs JDU: બિહારના રાજકારણમાં ફરી પરિવર્તનનો સળવળાટ શરૂ થઈ ગયો છે. નીતિશકુમાર ફરી એ કરવાની વેતરણમાં છે, જેના માટે તેઓ જાણીતા છે. એવી અટકળોને સતત વેગ મળી રહ્યો છે કે નીતિશકુમાર ફરી NDAનો હાથ પકડવા જઈ રહ્યા છે. 

એક સાથે ત્રણ સંકેત...કેવો છે બિહારનો રાજકીય ખેલ? લોકસભાની ચૂંટણી પહેલાં નીતીશની નવી બાજી

Bihar Political Crisis Update: બિહાર એટલે રાજકારણનો એક એવો મોરચો, જ્યાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં ગઠબંધનમાં પરિવર્તનનો પવન ફૂંકાવાની તૈયારી છે. મુખ્યમંત્રી નીતીશકુમાર ફરી પાટલી બદલવાની તૈયારીમાં હોવાની અટકળો જોરમાં છે. RJDનો હાથ છોડીને નીતીશકુમાર ફરી ભાજપનો હાથ પકડવાની તૈયારીમાં છે. બંને પક્ષેથી હજુ કોઈએ કંઈ સ્પષ્ટ નથી કર્યું, પણ સંકેત જરૂર મળી ગયા છે, જે એક હદ સુધી સ્પષ્ટ છે. ત્યારે કેવો છે બિહારનો રાજકીય ખેલ.  

બિહારના રાજકારણમાં ફરી પરિવર્તનનો સળવળાટ શરૂ થઈ ગયો છે. નીતિશકુમાર ફરી એ કરવાની વેતરણમાં છે, જેના માટે તેઓ જાણીતા છે. એવી અટકળોને સતત વેગ મળી રહ્યો છે કે નીતિશકુમાર ફરી NDAનો હાથ પકડવા જઈ રહ્યા છે. આમ તો આ અટકળો છેલ્લા ઘણા સમયથી હતી, પણ તેમને સમર્થન ત્યારે મળ્યું જ્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્નની જાહેરાત કરવામાં આવી.

23મી ડિસેમ્બરે કેન્દ્ર સરકારે આ જાહેરાત કરી અને આ જ દિવસથી નીતીશકુમારના મૂડમાં આવેલું પરિવર્તન અચાનક સામે આવી ગયું. 24મી ડિસેમ્બરે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ નિમિત્તે યોજાયલા કાર્યક્રમને સંબોધન કરતા નીતીશકુમારે એક નહીં પણ 3 સંકેત એક સાથે આપી દીધા.

  • એક સાથે ત્રણ સંકેત
  • નીતીશકુમાર, મુખ્યમંત્રી, બિહાર
  • પરિવારવાદ પર નિશાન
  • PM મોદીનો આભાર માન્યો
  • ફોનનો ઉલ્લેખ મોટો સંકેત

નીતીશકુમાર રાજકારણના અનુભવી ખેલાડી છે, તેમના ત્રણ સંકેત સમજી શકાય તેમ છે. એમાં પણ પરિવારવાદ પર પ્રહાર કરીને તેમણે દેખીતી રીતે RJD પર નિશાન સાધ્યું હોવાનું કહેવાય છે. જે તેમની સાથે સરકારમાં ભાગીદાર છે. નીતીશકુમારે જેમ સંકેતમાં વાત કરી, તેવી જ રીતે તેમને પણ RJD તરફથી સંકેતમાં જવાબ મળી ગયો. લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ કરેલા ટ્વિટમાં નામ લીધા વિના ઘણું બધું કહી દીધું.

શુક્રવારે બિહારનું ઘમાસાણ વધુ તેજ થઈ ગયું. પ્રજાસત્તાક દિવસના અવસરે બિહારના રાજ્યપાલના નિવાસે યોજાયેલા એટ હોમ કાર્યક્રમમાં ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશકુમાર તો આવ્યા, પણ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ ગેરહાજર હતા. તેજસ્વી યાદવ પટનાના ગાંધી મેદાનમાં ધ્વજવંદન કરીને માતા રાબડી દેવીને મળવા જતાં રહ્યા...આ સાથે જ અટકળોનું બજાર વધુ તેજ થઈ ગયું. જેડીયુ, આરજેડી અને ભાજપમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો. કોઈ કંઈ સ્પષ્ટ કહેવા તૈયાર નહતું. જો કે આરજેડી અને જેડીયુ આમને સામને જરૂર આવી ગયા.

દિલ્લીમાં ભાજપમાં શુક્રવારે બેઠકોનો ધમધમાટ ચાલ્યો. આ દરમિયાન ભાજપના સાંસદ અને નીતીશકુમારની સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા સુશીલકુમાર મોદીએ એક મોટા સંકેત આપી દીધા. સુશીલકુમારના આ નિવેદન બાદ એવી અટકળોએ જોર પકડ્યું છે કે નીતિશકુમાર RJD સાથે છેડો ફાડીને ભાજપ સાથે મળીને સરકાર બનાવવાની તૈયારીઓ કરી ચૂક્યા છે. વાત તો ત્યાં સુધી છે કે 28મી જાન્યુઆરીએ તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે, સુશીલકુમાર મોદી ફરી નાયબ મુખ્યમંત્રી બની શકે છે. એવી પણ ચર્ચા છે કે બિહાર વિધાનસભા ભંગ કરીને નવેસરથી ચૂંટણી પણ યોજાઈ શકે છે.

  • લોકસભાની ચૂંટણી પહેલાં નીતીશની નવી બાજી
  • ભાજપ-જેડીયુ વિરોધીમાંથી મિત્ર બનવા તરફ 
  • બિહારમાં RJD ફરી સરકારની બહાર?
  • JDU-RJD વચ્ચે ખટરાગની શરૂઆત પરિવર્તનના સંકેત

જો બિહાર વિધાનસભાનું વિસર્જન ન થાય અને ભાજપ-જેડીયુ સાથે મળીને સરકાર બનાવે તો તેવા સમીકરણો રચાય તેના પર નજર કરીએ. 243 બેઠકો ધરાવતી બિહાર વિધાનસભામાં બહુમત માટે 122 બેઠકોની જરૂર પડે છે. જેમાંથી જેડીયુ પાસે 45, ભાજપ પાસે 78 અને NDAના જ સાથી પક્ષ HAM (S) પાસે 4 બેઠકો છે. એટલે કે 127 બેઠકો સાથે NDA સરળતાથી સરકાર બનાવી શકે છે.

સામે મહાગઠબંધનની વાત કરીએ તો તેમાં RJD પાસે 79, કોંગ્રેસ પાસે 19 અને ડાબેરીઓ પાસે 16 બેઠકો છે. ત્રણેય પછો પાસે મળીને 114 બેઠકો છે. જે બહુમતથી 8 બેઠકો દૂર છે. એટલે કે વિપક્ષ બિહારમાં સરકાર  બનાવી શકે તેમ નથી. હવે જોવું એ રહેશે કે બિહારમાં શું થાય છે. પરિવર્તન થાય તો તેમાં નીતિશકુમારને શું મળે છે. સૌથી મોટી વાત એ છે કે નીતિશકુમાર ગઠબંધન તોડવા માટે શું કારણ આપે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news