બુધવારે લાઉડસ્પીકર પર અઝાન થઈ તો હનુમાન ચાલીસા વગાડીશું, રાજ ઠાકરેની જાહેરાત

મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેએ જાહેરાત કરી છે કે કાલ 4 મેએ લાઉડસ્પીકર પર અઝાન સાંભળવા મળી તો તે જગ્યા પર લાઉડસ્પીકર પર હનુમાન ચાલીવા વગાળીશું. આ પ્રકરણ પર ઠાકરે પર કેસ દાખલ થયો છે. 

બુધવારે લાઉડસ્પીકર પર અઝાન થઈ તો હનુમાન ચાલીસા વગાડીશું, રાજ ઠાકરેની જાહેરાત

મુંબઈઃ મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ અખબારી યાદી જાહેર કરતા કહ્યુ કે, જો કાલ એટલે કે 4 મેએ લાઉડસ્પીકર પર અઝાન થઈ જો તે જગ્યા પર લાઉડસ્પીકરથી હનુમાન ચાલીસા શરૂ કરીશું. તેમણે બધા હિન્દુઓ પાસે તેમાં સહયોગની અપીલ કરી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકારના આદેશ પર લાઉડસ્પીકર પ્રકરણ પર પોલીસે રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. 

મંગળવારે મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પ્રેસ રિલીઝ જાહેર કરી છે. મીડિયા કર્મીઓને જારી અખબારી યાદીમાં તેમણે કહ્યું- હું તમામ હિન્દુઓને અપીલ કરૂ છું કે કાલ 4 મેએ જો તમે લાઉડસ્પીકરોમાં અઝાન સાંભળો તો તે જગ્યા પર લાઉડસ્પીકર પર હનુમાન ચાલીવા વગાડો. ત્યારે તેને આ લાઉડસ્પીકરોથી થનારી મુશ્કેલીનો અનુભવ થશે. 

બાલ ઠાકરેનું સપનુ પૂરુ કરીશઃ રાજ
રાજ ઠાકરેએ કહ્યુ કે હું મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને અપીલ કરુ છું કે વર્ષો પહેલા શિવસેના પ્રમુખ હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરેએ કહ્યુ હતુ કે તમામ લાઉડસ્પીકરોને ચુપ કરાવવાની જરૂર છે. આજે તે સપનાને પૂરુ કરી રહ્યો છું. 

— ANI (@ANI) May 3, 2022

શિવસેનાએ મુખપત્રમાં રાજ ઠાકરે પર કર્યો પ્રહાર
શિવસેનાના મુખપત્ર સામનામાં એક એડિટોરિયલમાં રાજ ઠાકરે પર હુમલો કરવામાં આવ્યો છે. લખ્યુ- 1 મેએ મુંબઈમાં ભાજપની બૂસ્ટર ડોઝ રેલી શિવસેનાને નિશાન બનાવવા માટે બનાવવામાં આવી હતી, જ્યારે ભાજપના રખેલ મનસેએ ઔરંગાબાદમાં પોતાની રેલીમાં શરદ પવારને નિશાન બનાવ્યા હતા. સામનામાં કહેવામાં આવ્યું- સરકારે તે રાજકીય પક્ષોની જાણકારી મેળવવી જોઈએ જેણે રાજ્યમાં શાંતિ અને સદ્ભાવ બગાડવા માટે હિન્દુ ઓવૈસી સાથે કરાર કર્યો છે. સરકાર મજબૂતી સાથે ઉભી છે. જે ધમકી આપી રહ્યાં છે તેમાં કાયદો-વ્યવસ્થા બગાડવાની ક્ષમતા નથી. તેની પાછળની તાકાત બેચેન છે કારણ કે તે મહારાષ્ટ્રમાં સત્તામાં આવી શક્યા નહીં. 

રાજ ઠાકરેના કેસથી ભડકી મનસે
ઔરંગાબાદ પોલીસે રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હવે એમએનએસ નેતાઓએ ઉદ્ધવ સરકારને ચેતવણી આપી છે કે જો રાજ ઠાકરે વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ તો રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું. મહત્વનું છે કે 1 મેએ ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ ભાષણ આપ્યુ હતુ અને કહ્યુ હતુ કે જો 4 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર ઉતારવામાં આવશે નહીં તો દરેક મસ્જિદ બહાર હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news