ખેડૂતોનાં ખભે બંદુક રાખી વિપક્ષનો ગોળીબાર: રાહુલે કહ્યું PM બદલવા પડશે
કૃષી સંકટને પહોંચી વળવા માટે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડુતો વચ્ચે વિપક્ષી દળોએ એકત્ર થઇને પ્રદર્શન કર્યું છે
Trending Photos
નવી દિલ્હી : કૃષી સંકટને પહોંચી વળવા માટે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલ ખેડુતો વચ્ચે પહોંચીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યો છે. રાહુલે કહ્યુંક ે, જો વડાપ્રધાન મોદી પોતાનાં 15 સૌથી અમીર મિત્રોનું દેવું માફ કરી શકે છે તો તેમણે દેશનાં કરોડો ખેડુતોનું દેવું માફ કરવું પડશે. કોંગ્રેસ અધ્યક્ષે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ દેશને અંબાણી-અદાણી વચ્ચે વહેંચી દીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ખેડૂતોનાં પ્રદર્શનમાં એકવાર ફરીથી વિપક્ષે પોતાનું શક્તિપ્રદર્શન કર્યું છે.
રાહુલ ગાંધી, કેજરીવાલ, શરદ યાદવ, સીતારામ યેચુરી સહિત દેશનાં તમામ વિપક્ષી દળનાં નેતા એકત્ર થયેલા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી બાદ ખેડુતોને સંબોધિત કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો ખેડુતો વિશે સાંભળવામાં નહી આવે તો તેઓ 2019માં મોદી સરકારની વિરુદ્ધ સમગ્ર દેશમાં કયામત કરશે. બીજી તરફ ખેડૂતોનાં આંદોલનમાં સમાવિષ્ય થવા પહોંચેલા ગાંધીએ કહ્યું કે, જો 15 લોકોનું દેવું માફ થઇ શકે તો હિન્દુસ્તાનનાં કરોડો ખેડુતોની કરજો માફ કરવામાં આવશે. રાહુલે કહ્યું કે, ખેડુત કોઇ ફ્રી ગિફ્ટ નથી માંગી રહ્યા, પોતાનો હક માંગી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ વચન આપ્યું હતું કે બોનસનું, એમએસપીનું. તમે વીમાના પૈસા આપો છો, અનિલ અંબાણીના ખીચામાં જાય છે. ખેડુત તે પણ પસંદગી નથી કરી શકતો કે કયો વીમો લે. મોદીએ હિન્દુસ્તાનને વહેંચ્યું છે. ક્યાંય અંબાણીને આપ્યું તો ક્યાંય અદાણીને આપ્યું છે.
Arvind Kejriwal at farmers’ protest in Delhi: Five months are left, I demand that the Central Govt implement Swaminathan report. Warna 2019 mein ye kisaan qayamat dha denge pic.twitter.com/wkTyPJgA1n
— ANI (@ANI) November 30, 2018
જો વડાપ્રધાન બદલવા પડે તો તે પણ બદલી દઇશું
રાહુલ ગાંધી એટલે નહોતા અટક્યા. તેમણે રાફેલ ડીલ પર પોતાનાં જુના આરોપો સંદર્ભે કહ્યું કે, હિન્દુસ્તાનનો ખેડુત મોદીજી સાથે અનિલ અંબાણીની હવાઇ જહાજ નથી માંગી રહ્યો. ખેડુત પુછી રહ્યો છે કે જો અનિલ અંબાણીને વાયુસેનાનાં પૈસા આપી શકો છો, 15 અમિર મિત્રોનાં દેવા માફ કરી શકો છો તો અમારૂ પણ માફ કરો. રાહુલે વિપક્ષી એકતાની વાત કરતા કહ્યું કે, અમારા બધાની વિચારધારા અલગ છે, પરંતુ ખેડૂત અને યુવાનો માટે અમે એક થયા છીએ। પછી તેના માટે કાયદો બદલવો પડે, મુખ્યમંત્રી બદલવો પડે કે વડાપ્રધાન પણ ભલે બદલવો પડે અમે બદલીશું. સમગ્ર દેશમાંથી હિન્દુસ્તાનનાં ખેડુતો અને યુવાનોનો અવાજ છે, જેને તમે ચુપ ન કરાવી શકો.
મોદીનો અવાજ દેશનાં 15 અમીર લોકોનો અવાજ છે.
રાહુલ ગાંધીએ મોદી પર એખવાર ફરી મોટા ઉદ્યોગપતિઓની ફેવર કરવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, મોદીજીનાં મોઢાથી હિન્દુસ્તાનનાં સૌથી 15 અમીર અનિલ અંબાણી લોકોની અવાજ નિકળે છે. પાંચ વર્ષ પહેલા આપણે બધાએ કહ્યું હતું કે, જો કોઇ સરકાર હિન્દુસ્તાની ખેડૂતોનું અપમાન કરશે. હિન્દુસ્તાનાં યુવાનોનું અપમાન કરશે તો તે સરકારને હિન્દુસ્તાન હટાવીને જ રહેશે. તમે દેશને ભોજન આપો છો. તમે ચાર વાગ્યે સવારે ઉઠીને લોહી પરસેવો પાડીને ભોજન આપો છો. દેશનો કોઇ એક વ્યક્તિ નથી ચલાવતો. કોઇ એક પાર્ટી નથી ચલાવતી. આ દેશને ખેડૂ, મજુર, નાના વેપારીઓ ચલાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે