PoKમાં સ્કાર્દૂ એરબેઝ પર દેખાયું ચીનનું એરક્રાફ્ટ, ભારત સામે મોટા ષડયંત્રની આશંકા

પીઓકેમાં સ્કાર્દૂ એરબેઝ (Skardu Airbase) પર ચીન વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીઓને સતર્ક કરી છે. માત્ર જૂન મહિનામાં જ 40થી વધારે ચીનના ફાઈટર જેટ જે 10 સ્કાર્દૂ ગયા છે. આશંકા છે કે સ્કાર્દૂનો ઉપયોગ ચીન વાયુસેના ભારતમાં હુમલા માટે કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્કાર્દૂથી લેહનું અંતર 100 કિમી છે અને આ કોઈપણ ચીનના એરબેઝની સરખામણીએ ઘણું નજીક છે. એટલા માટે આ વાતની આશંકા વધી ગઈ છે કે, ચીન સ્કાર્દૂ એરબેઝની ક્ષમતાઓની ચકાસણી કરી રહ્યાં છે જેથી તેનો ઉપયોગ કરવામાં આવી શકે. એટલે કે, હવે ભારત તેને ડબલ મોરચે લડવા માટે ખેંચવાની તૈયારી કરી રહ્યું છે.

PoKમાં સ્કાર્દૂ એરબેઝ પર દેખાયું ચીનનું એરક્રાફ્ટ, ભારત સામે મોટા ષડયંત્રની આશંકા

નવી દિલ્હી: પીઓકેમાં સ્કાર્દૂ એરબેઝ (Skardu Airbase) પર ચીન વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીઓને સતર્ક કરી છે. માત્ર જૂન મહિનામાં જ 40થી વધારે ચીનના ફાઈટર જેટ જે 10 સ્કાર્દૂ ગયા છે. આશંકા છે કે સ્કાર્દૂનો ઉપયોગ ચીન વાયુસેના ભારતમાં હુમલા માટે કરવાની તૈયારી કરી રહ્યું છે. સ્કાર્દૂથી લેહનું અંતર 100 કિમી છે અને આ કોઈપણ ચીનના એરબેઝની સરખામણીએ ઘણું નજીક છે. એટલા માટે આ વાતની આશંકા વધી ગઈ છે કે, ચીન સ્કાર્દૂ એરબેઝની ક્ષમતાઓની ચકાસણી કરી રહ્યાં છે જેથી તેનો ઉપયોગ કરવામાં આવી શકે. એટલે કે, હવે ભારત તેને ડબલ મોરચે લડવા માટે ખેંચવાની તૈયારી કરી રહ્યું છે.

લદ્દાખની સામે ઉપયોગ કરવા માટે ચીન પાસે ત્રણ એરબેઝ છે. જ્યાંથી તેના ફાઇટર એરક્રાફ્ટ કાર્યવાહી કરી શકે છે. તે છે કાશગર, હોતાન અને નગ્રી ગુરરુંસા પરંતુ તેની ભારત સામે કાર્યવાહી કરવાની ક્ષમતા સીમિત છે. કાશગરનું લેહથી અંતર 625 કિમી, લેહથી ખોતાનનું અંતર 390 કિમી અને લેહથી ગુરગુંસાનું અંતર 330 કિમી છે. આ તમામ તિબેટમાં 11000 ફુટથી વધારે ઉંચાઈ પર સ્થિત છે. આટલી ઉંચાઈથી ટેક ઓફ કરવા પર ઈંધણ અને સાથે લઈ જવામાં આવતા હથિયાર બંનેનું વજન ઓછું રાખવું પડે છે. તેનાથી ફાઇટર જેટ્સની મારક ક્ષમતા અને રેન્જ બંને ઓછી થઈ જાય છે. સાથે જ આટલા લાંબાં અંતરની ઉડાનને રડારથી પકડાઈ જવાની સંભાવના વધી જાય છે.

સ્કાર્દૂથી લદ્દાખ અને કાશ્મીર બંનેમાં ભારતીય અડ્ડા પર હુમલો કરવો સરળ પડશે. સ્કાર્દૂનું લેહથી અંતર 100 કિમીની આસપાસ અને કારગિલથી 75 કિમીની આસપાસ છે. અહીંના એરબેઝમાં બે રન વે છે. જેમાંથી એક અઢી કિમી લાંબો અને બીજો 3.5 કિમી લાંબો છે. અહીથી ચીનના ફાઇટર જેટ સરળતાથી કાર્યવાહી કરી પરત ફરી શકે છે. ત્યારે જો ભારત સ્કાર્દૂ પર જવાબી કાર્યવાહી કરે છે તો પાકિસ્તાનને યુદ્ધ શરૂ કરવાનું સરળ બહાનું મળી જાય છે. ચીનની એરફોર્સ જે 10 અને મિડ-એર રિફ્યુઅલ આઈએલ 78 ના સ્કોર્સ એ કહેવા માટે પૂરતા છે કે ચીનની વાયુસેનાએ તે ક્ષેત્રમાં કેટલીક મહાન કવાયત કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news