Corona Updates: રોકેટ ગતિથી વધી રહ્યો છે કોરોના, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા અત્યંત ડરામણા
દેશમાં કોરોના વાયરસનો આંકડો 47 લાખને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાયરસના નવા 94,372 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 47,54,357 થઈ ગયો છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) નો આંકડો 47 લાખને પાર કરી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોના વાયરસના નવા 94,372 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 47,54,357 થઈ ગયો છે. જેમાંથી હાલ 9,73,175 દર્દીઓ સારવાર હેઠળ છે. જો કે 37,02,596 લોકોએ કોરોના જેવા જીવલેણ વાયરસને માત આપવામાં સફળતા મેળવી છે. કોરોનાએ એક જ દિવસમાં 1,114 લોકોનો ભોગ લીધો છે. આ સાથે કોરોનાથી થયેલા કુલ મૃત્યુની સંખ્યા 78,586 થઈ ગઈ છે.
India's #COVID19 case tally crosses 47 lakh mark with a spike of 94,372 new cases & 1,114 deaths reported in the last 24 hours.
The total case tally stands at 47,54,357 including 9,73,175 active cases, 37,02,596 cured/discharged/migrated & 78,586 deaths: Ministry of Health pic.twitter.com/rV5DC2mUZp
— ANI (@ANI) September 13, 2020
અત્યાર સુધીમાં 5,62,60,928 સેમ્પલ ટેસ્ટિંગ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના જણાવ્યાં મુજબ દેશમાં 12 સપ્ટેમ્બર સુધીમાં 5,62,60,928 સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. ગઈ કાલે એટલે કે 12મી સપ્ટેમ્બરના રોજ કુલ 10,71,702 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 94 હજારથી વધુ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે.
ઓક્સફર્ડે શરૂ કરી ટ્રાયલ
ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એક્ટ્રાજેનેકા (AstraZeneca) ની વેક્સીનના ટ્રાયલને તાજેતરમાં જ એક દર્દીની તબીયત ખરાબ થવાને પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. જોકે હવે સમાચાર છે કે Astrazeneca એ યૂકેમાં કોરોના વેક્સીનનું ટ્રાયલ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે. કંપનીના અનુસાર યૂકેની મેડિસિન હેલ્થ રેગુલેટરી ઓથોરિટીથી મંજૂરી મળ્યા બાદ ફરીથી વેક્સીનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે UK માં 1 વોલેન્ટિયરની તબિયત બગડ્યા બાદ વેક્સીનનું ટ્રાયલ પહેલાં યૂકે પછી દુનિયાભરમાં અટકાવી દેવામાં આવ્યું હતું.
A total of 5,62,60,928 samples tested up to 12th September. Of these, 10,71,702 samples were tested yesterday: Indian Council of Medical Research (ICMR) pic.twitter.com/gbA0Yuhsbh
— ANI (@ANI) September 13, 2020
વેક્સીનને લઇને હાલમાં એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે 6 સપ્ટેમ્બરના રોજ કંપનીએ એક દર્દીમાં સાઇટ ઇફેક્ટ થયા બાદ વેક્સીનનું ટ્રાયલ અટકાવી દેવામાં આવ્યું હતું અને ઇન્ડિપેન્ડેટ કમિટીને તપાસ કરવા માટે કહ્યું હતું. હવે તપાસ પુરી થઇ ગઇ છે અને કંપનીને ફરીથી ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ગઇ છે.
રેગુલેટરનું કહેવું છે કે એક અથવા બે દર્દીમાં સાઇટ ઇફેક્ટ આવવી નોર્મલ છે. જાણકારી માટે જણાવી દઇએ કે ભારતમાં સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute of India) પણ આ વેક્સીનનું ટ્રાયલ કરી રહી છે.
સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા (Serum Institute of India)એ ગુરૂવારે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે 'અમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને ભારત પરીક્ષણને હાલ સ્થગિત કરી રહ્યું છે. સીરમ માત્રા મુજબ દુનિયાની સૌથી મોટી નિર્માતા કંપની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે