UNSC માં રશિયાના પ્રસ્તાવ પર ચીને આપ્યો વોટ, ભારતે શું કર્યું તે ખાસ જાણો
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા દ્વારા યુક્રેનમાં માનવીય સંકટ અંગે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.
Trending Photos
ન્યૂયોર્ક: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આવામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા દ્વારા યુક્રેનમાં માનવીય સંકટ અંગે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેના પક્ષમાં રશિયા અને ચીનના 2 મત પડ્યા. જ્યારે ભારત સહિત 13 સભ્યોએ મત આપ્યો નહીં.
ભારતે મતદાનમાં ભાગ ન લીધો
ભારતે યુક્રેનમાં માનવીય સંકટ પર રશિયા દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવથી દૂર રહીને રશિયા-યુક્રેન સ્થિતિ પર પોતાનું વલણ યથાવત રાખ્યું છે. રશિયાના પક્ષમાં મત નહીં પડતા UNSC એ પ્રસ્તાવને સ્વીકાર્યો નહીં. ભારત અને UNSC ના 12 અન્ય સભ્યોએ પ્રસ્તાવ પર મત આપ્યો નહીં.
ચીને કર્યું સમર્થન
રશિયાએ પ્રસ્તાવ પર માગણી કરી હતી કે યુક્રેનમાં માનવીય કર્મચારી, મહિલાઓ અને બાળકો સહિત સમગ્ર નાગરિકો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેણે લોકોને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા અને બંને દેશો વચ્ચે વાતચીત માટે સંઘર્ષ વિરામનું પણ આહ્વાન કર્યું. આવામાં ત્યાં સંબંધિત પક્ષોને માનવીય સંકટ પર સહમત થવાની જરૂર છે. જો કે રશિયાના આ પ્રસ્તાવ પર ચીનને બાદ કરતા કોઈએ મત આપ્યો નહીં.
ભારત પહેલા જ છોડી ચૂક્યું છે વોટિંગ
ભારતે મતદાનમાં ભાગ લીધો નહીં. ભારતે પહેલા પણ યુક્રેન પર રશિયાના હુમલા મુદ્દે લાવવામાં આવેલા પ્રસ્તાવો પર સુરક્ષા પરિષદમાં 2 વાર અને મહાસભામાં એકવાર વોટિંગથી અંતર જાળવ્યું છે. આ બાજુ રશિયાના પ્રસ્તાવ પર અમેરિકાએ કહ્યું કે આ જરાય યોગ્ય નથી કે રશિયા પહેલા હુમલો કરીને સમસ્યા ઉભી કરી છે અને પછી આંતરરાષ્ટ્રીય સમુદાયને માનવીય સંકટનો ઉકેલ લાવવા માટે કહે છે.
ચીને કર્યું આહ્વાન
આ બાજુ UNSC માં બ્રિટનના રાજદૂત બાર્બરા વડવર્ડે કહ્યું કે તેમનો દેશ સુરક્ષા પરિષદ કે મહાસભામાં કોઈ પણ પ્રસ્તાવ માટે મતદાન કરશે નહીં. જે એ નથી સ્વીકારતું કે રશિયા આ માનવીય તબાહીનું એકમાત્ર કારણ છે. જ્યારે રશિયાના પ્રસ્તાવનું એકમાત્ર સમર્થક ચીને કહ્યું કે સુરક્ષા પરિષદે યુક્રેનમાં માનવીય સ્થિતિમાં પોતાની ભૂમિકા ભજવવી જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી પ્રતિનિધિ ઝાંગ જૂને ચીનની છ પોઈન્ટની પહેલ તરફ ઈશારો કર્યો અને સુરક્ષા પરિષદના સભ્યોને કહ્યું કે પક્ષમાં મતદાન યુક્રેનમાં માનવીય સ્થિતિને પ્રાથમિકતા આપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે