2 દિવસ, 3 પંક્તિ : ભારતીય સેનાએ ટ્વીટ કરી ઈશારમાં વર્ણવી 'પરાક્રમ'ની કહાની
ભારતીય વાયુસેનાએ સરહદ પાર કરીને જે 'પરાક્રમ' કર્યું છે, તેને ભારતીય સેનાએ રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિઓના માધ્યમથી કંઈક આ અંદાજમાં ટ્વીટ કરીને વર્ણવી હતી
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ સરહદ પાર કરીને જે 'પરાક્રમ' કર્યું છે, તેને ભારતીય સેનાએ રાષ્ટ્ર કવિ રામધારી સિંહ દિનકરની કવિતાની પંક્તિઓના માધ્યમથી કંઈક આ અંદાજમાં ટ્વીટ કરીને વર્ણવી હતી. સૌથી ખાસ વાત એ છે કે પ્રથમ ટ્વીટ 25 જાન્યુઆરીની સાંજે જ કરી દેવાઈ હતી. બીજી ટ્વીટ 26 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 5.30 કલાકે કરવામાં આવી, જ્યારે વાયુસેના બાલાકોટમાં આતંકી કેમ્પોનો સફાયો કરી ચૂકી હતી.
તેના 24 કલાક બાદ 27 ફેબ્રુઆરીના રોજ સવારે ફરી ત્રીજી પંક્તી ટ્વિટ કરવામાં આવી હતી અને જણાવ્યું કે, સેના આપણી સરહદોને સુરક્ષી રાખવાનું આશ્વાસન આપે છે. આ ટ્વીટ સેનાના એડિશનલ ડિરેક્ટર, માહિતી પ્રસારના આધિકારિક ટ્વિટર હેન્ડલ પરથી કરાઈ હતી.
माथे तिलक लगाती हमको, वीर प्रसूता मातायें,
वीर शिवा, राणा, सुभाष की, भरी पड़ी हैं गाथायें।
सरहद है महफूज हमारी, अपने वीर जवानों से,
लिखते है इतिहास नया नित, जो अपने बलिदानों से।।#IndianArmedForces#NationFirst @IAF_MCC @indiannavy pic.twitter.com/Z2pJSX5Q81
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 27, 2019
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મંગળવારે વહેલી પરોઢે 3.30 કલાકે ભારતના 12 મીરાજ વિમાન પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયા હતા અને 1000 કિલો જેટલા બોમ્બની વર્ષા કરી હતી. ભારતીય ફાઈટર જેટ માત્ર 21 મિનિટમાં જ તેમનું કામ પુરું કરીને ભારતીય સરહદની અંદર પાછા આવી ગયા હતા. આ 21 મિનિટમાં ભારતીય ફાઈટર વિમાનોએ POKની એલઓસી પર આવેલા બાલાકોટ, ચાકોઠી અને મુઝફ્ફરાબાદમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકી શિબીરોમાં તબાહી મચાવી દીધી હતી. આ હુમલામાં 200થી 300 આતંકીનાં મોત થયાના અને અનેક આતંકવાદી ઠેકાણા તથા લોન્ચપેડનો સફાયો કરાયો હતો.
माथे तिलक लगाती हमको, वीर प्रसूता मातायें,
वीर शिवा, राणा, सुभाष की, भरी पड़ी हैं गाथायें।
सरहद है महफूज हमारी, अपने वीर जवानों से,
लिखते है इतिहास नया नित, जो अपने बलिदानों से।।#IndianArmedForces#NationFirst @IAF_MCC @indiannavy pic.twitter.com/Z2pJSX5Q81
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 27, 2019
ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સમાં ભારતીય બોર્ડરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરના લામ ઘાટીમાં પાકિસ્તાની F-16નું એક વિમાનને તોડી પાડ્યું છે. તોડી પાડ્યા બાદ આ વિમાન પીઓકેના વિસ્તારમાં જઇ પડ્યું હતું. તે વિમાનમાંથી પેરાશૂટથી એક પાયલોટને ઉતરતા પણ જોવા મળ્યો હતો. આ અંગે એરવાઈસ માર્શલ આર.જે.કે. કપૂરે પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી.
'क्षमाशील हो रिपु-समक्ष
तुम हुए विनीत जितना ही,
दुष्ट कौरवों ने तुमको
कायर समझा उतना ही।
सच पूछो, तो शर में ही
बसती है दीप्ति विनय की,
सन्धि-वचन संपूज्य उसी का जिसमें शक्ति विजय की।'#IndianArmy#AlwaysReady pic.twitter.com/bUV1DmeNkL
— ADG PI - INDIAN ARMY (@adgpi) February 26, 2019
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાન તરફથી વહેલી સવારે કરવામાં આવેલા વળતા પ્રહાર અંગે માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, જૈશ-એ-મોહમ્મદ ભારતમાં વધુ હુમલા કરવાની તૈયારીમાં છે એવી ગુપ્તચર તંત્ર દ્વારા મળેલી માહિતી બાદ ભારત સરકારે મંગળવારે વહેલી પરોઢે પાકિસ્તાનની સરહદમાં પ્રવેશીને હવાઈ હુમલો કર્યો હતો અને જૈશ-એ-મોહમ્મદના આતંકી ઠેકાણાઓનો સફાયો કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, "ભારત દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ ગભરાઈ ગયેલા પાકિસ્તાનની વાયુસેનાના વિમાનો આજે એટલે કે બુધવારે સવારે જમ્મુ-કાશ્મીરની સરહદમાં પ્રવેશ્યા હતા. ભારતની વાયુસેના આ વળતા હુમલા માટે તૈયાર હોવાને કારણે તેણે આ હુમલાનો તરત જ જવાબ આપ્યો હતો અને પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું. આ જવાબી કાર્યવાહીમાં ભારતને પણ તેનું એક મીગ-21 ગુમાવાનો વારો આવ્યો હતો."
રવિશ કુમારે જણાવ્યું કે, "ભારતના તુટી પડેલા મીગ-21 વિમાનનો પાઈલટ ગાયબ છે. પાકિસ્તાન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે આ પાઈલટ તેમના કબ્જામાં છે. જોકે, ભારત સરકાર આ બાબતની વધુ તપાસ કરી રહી છે અને વિગતો મેળવી રહી છે. જ્યારે વધુ વિગતો પ્રાપ્ત થશે ત્યારે મીડિયાને વધુ માહિતી આપવામાં આવશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે