Indian Railways Rule: ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ચોરાઈ જાય તો મળશે વળતર, જાણો આ નિયમ

ભારતીય રેલવેના કેટલાક ખાસ નિયમ છે જે અંગે તમારે જાણવું ખુબ જરૂરી છે. વાત જાણે એમ છે કે ટ્રેનથી મુસાફરી કરતા 80 ટકા મુસાફરો કદાચ આ નિયમો જાણતા જ નથી. 

Indian Railways Rule: ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામાન ચોરાઈ જાય તો મળશે વળતર, જાણો આ નિયમ

નવી દિલ્હી: જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરતા હોવ તો તમારા માટે કામના સમાચાર છે. ભારતીય રેલવેના કેટલાક ખાસ નિયમ છે જે અંગે તમારે જાણવું ખુબ જરૂરી છે. વાત જાણે એમ છે કે ટ્રેનથી મુસાફરી કરતા 80 ટકા મુસાફરો કદાચ આ નિયમો જાણતા જ નથી. 

જો મુસાફરી દરમિયાન તમારો સામાન ચોરી થઈ જાય તો તમને તેનું ખાસ વળતર મળી શકે છે. તમે તમારા સામાન માટે ક્લેમ કરી શકો છો. એટલું જ નહીં જો 6 મહિનાની અંદર તમારો સામાન ન મળે તો તમે ગ્રાહક ફોરમમાં પણ જઈ શકો છો. એવા અનેક નિયમ છે જે અંગે તમારે જાણવું ખુબ જરૂરી છે. જો તમે આ નિયમો વિશે જાણશો તો તમને મુસાફરી વખતે સમસ્યા નહીં આવે. 

સામાન ચોરી થાય તો વળતરનો નિયમ
સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ જો ટ્રેનમાં મુસાફરી દરમિયાન તમારો સામાન ચોરી થઈ જાય તો તમે આરપીએફ મથક જઈને તેનો રિપોર્ટ નોંધાવી શકો છે. આ સાથે જ તે સમયે તમે એક ફોર્મ પણ ભરો. જેમાં લખ્યું હોય છે કે જો તમારો સામાન 6 મહિના સુધી ન મળે તો તમે ગ્રાહક ફોરમમાં પણ ફરિયાદ કરો. એટલું જ નહીં આ સામાનના કિંમતની આકરણી કરીને રેલવે તેનું વળતર ચૂકવે છે. જેનાથી તમારા નુકસાનની ભરપાઈ પણ થઈ જશે. 

વેઈટિંગ ટિકિટ પર નહીં કરી શકો મુસાફરી
જો તમારી પાસે વેઈટિંગ ટિકિટ છે તો ટ્રેનના રિર્ઝવ કોચમાં તમે મુસાફરી કરી શકો નહીં. જો તમે મુસાફરી કરતા પકડાશો તો તમારે ઓછામાં ઓછો 250 રૂપિયા દંડ ભરવો પડશે અને પછી આગામી સ્ટેશનથી જનરલ કોચમાં મુસાફરી કરવી પડશે. પરંતુ જો ચારમાંથી બે મુસાફરોની ટિકિટ કન્ફર્મ હોય તો TTE ની મંજૂરી લઈને બાકીના બે લોકો તેમની સીટ પર જઈ શકે છે. 

આ સ્થિતિમાં ભરવો પડશે દંડ
મુસાફરી દરમિયાન જો તમારી પાસે ટિકિટ ન હોય તો રેલવે એક્ટની કલમ 138 હેઠળ તમારા પર કડક કાર્યવાહી થઈ શકે છે. આ કલમ હેઠળ તમે કરેલી મુસાફરીનો રેલવેએ નક્કી કર્યા મુજબ નિર્ધારિત સાધારણ ભાડું કે જે સ્ટેશનથી ટ્રેન છૂટી છે ત્યાંથી નિર્ધારિત અંતરનું નિર્ધારિત ભાડું અને 250 રૂપિયાની પેનલ્ટી પણ લઈ શકે છે. જો તમારી પાસે કોઈ નીચા ક્લાસની ટિકિટ છે તો ભાડાનું અંતર પણ વસૂલાશે. 

કેસ દાખલ થઈ શકે
આ ઉપરાંત જો કોઈ મુસાફરે ટિકિટમાં છેડછાડ કરી અને મુસાફરી કરતો પકડાય તો રેલવે કલમ 137 હેઠળ કેસ દાખલ થશે. જેમાં મુસાફરને 6 મહિનાની સજા કે એક હજાર રૂપિયાનો દંડ અથવા બંને થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news