અફઘાનિસ્તાનથી 87 ભારતીયોની સ્વદેશ વાપસી, એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા

અફઘાનિસ્તાનમાં ફસાયેલા 87 ભારતીયો દિલ્હી એરપોર્ટ પહોંચી ચુક્યા છે. આ બધા લોકોને એર ઈન્ડિયાની ફ્લાઇટથી ભારત લાવવામાં આવ્યા છે. 
 

અફઘાનિસ્તાનથી 87 ભારતીયોની સ્વદેશ વાપસી, એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. તેવામાં ભારત સરકારે અફઘાનિસ્તાનથી પોતાના પોતાના નાગરિકોને કાઢવા માટે અભિયાન તેજ કરી દીધુ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા 87 ભારતીયોને સ્વદેશ વાપસી થઈ છે. આ બધા 87 લોકોને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. 

આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરી જણાવ્યુ, 'અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. એર ઈન્ડિયાનું વિમાન તાઝિકિસ્તાનથી 87 ભારતીયોને લઈને દિલ્હી પહોંચી રહ્યું છે. તેમાં બે નેપાળી નાગરિક પણ સામેલ છે.'

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ- દુશાંબે તાઝિકિસ્તાનમાં આપણા દૂતાવાસ દ્વારા ભારતીયોને વતન પરત લાવવામાં ખુબ મદદ મળી રહી છે. ત્યાં ફસાયેલા લોકોની સ્વદેશ વાપસી માટે વધુ વિમાનોને કામે લગાવવામાં આવશે. 

"Jubilant evacuees on their journey home,"tweets MEA Spox

Flight carrying 87 Indians & 2 Nepalese nationals departed for Delhi from Tajikistan after they were evacuated from Kabul pic.twitter.com/C3odcCau5D

— ANI (@ANI) August 21, 2021

અફઘાનિસ્તાનથી કાઢવામાં આવેલા ભારતીય નાગરિક વિમાનમાં સવાર થતા ભાજત માતા કી જયના નારા લગાવતા જોવા મળ્યા હતા. તો વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કરી કહ્યુ- 'ઉત્સાહિત લોકો પોતાના ઘરની યાત્રા પર નિકળ્યા.'

મહત્વનું છે કે આ પહેલા સૂત્રોએ જણાવ્યું હતું કે તાલિબાને આશરે 150 ભારતીય નાગરિકોને પોતાના કબજામાં લઈ લીધા હતા. કબજામાં લીધા બાદ તાલિબાન બધા નાગરિકોને કોઈ અન્ય જગ્યાએ લઈને ગયું હતું. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ બધા લોકોનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. 

આ મામલો સામે આવ્યા બાદ તાલિબાનીઓએ પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા કરી અને દાવો કર્યો કે બધા ભારતીયોને બીજા ગેટથી એરપોર્ટની અંદર લઈ જવામાં આવ્યા છે. તાલિબાનીઓએ દાવો કર્યો હતો કે કોઈપણ ભારતીય નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news