ISI દેશમાં રમખાણો કરવાનું રચી રહ્યું છે કાવતરું, ઘૂસણખોરીઓ દ્વારા થઇ રહ્યું છે ફન્ડીંગ
નાગરિકતા સંશોધન એક્ટ (CAA) પર દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દેશમાં રમખાણો કરવાનું કાવતરું રચી રહી છે. સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર ભારતમાં અવૈધરૂપથી વસવાટ કરતા અપ્રવાસી મુસ્લિમ ઘૂસણખોરો અને રોહિંગ્યાને આ કામ માટે ISI ફાઇનાન્શિયલ ફંડિંગ કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટ (CAA) પર દેશમાં થઇ રહેલા વિરોધ-પ્રદર્શનો વચ્ચે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI દેશમાં રમખાણો કરવાનું કાવતરું રચી રહી છે. સુરક્ષા એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર ભારતમાં અવૈધરૂપથી વસવાટ કરતા અપ્રવાસી મુસ્લિમ ઘૂસણખોરો અને રોહિંગ્યાને આ કામ માટે ISI ફાઇનાન્શિયલ ફંડિંગ કરી રહ્યા છે. સૂત્રોના અનુસાર દેશભરમાં સંવેદનશીલ શહેરોમાં પથ્થરમારો કરવા અને માહોલ ખરાબ કરવા માટે ISI ફંડિંગ કરાવી રહ્યું છે.
સૂત્રોના અનુસાર દિલ્હીમાં થયેલી જામિયા હિંસા અને ત્યારબાદ સીલમપુર-જાફરાબાદ હિંસામાં પણ આ એંગલ જોવા મળી રહ્યો છે. દેશભરની એન્ટી ટેરર યૂનિટ ઘણા સંદિગ્ધ ફોનની કોલની ડિટેલ ખંગોળી રહી છે અને હજારો વોટ્સઅપ ગ્રુપ પર નજર રાખવામાં આવી રહી છે. સૂત્રોના અનુસાર કાશ્મીરની માફક ISI હવે દેશના મોટા શહેરોમાં ખાસકરીને દિલ્હીમાં પથ્થરબાજી કરવાનું કાવતરું રચી રહ્યા છે.
આ સાથે જ દેશની ગુપ્તચર એજન્સીએ એ પણ દાવો કર્યો છે કે અસમમાં નાગરિકતા સંશોધન એક્ટ(Citizenship Amendment Act- CAA)ને લઇને થયેલા હિંસક પ્રદર્શનો પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ છે. ગુપ્તચર એજન્સીઓના હાથે મહત્વપૂર્ણ દસ્તાવેજ લાગ્યા છે જેના હવાલેથી આ ખુલાસો થયો છે. સૂત્રોના અનુસાર દસ્તાવેજથી આ વાત સામે આવી છે કે આતંકવાદી સંગઠન ઉલ્ફાએ પ્રદર્શનકારીઓને હથિયાર આપ્યા.
ગુપ્તચર એજન્સીએ દસ્તાવેજના આધારે આ દાવો કર્યો છે કે પ્રદર્શનકારીઓને 60% હથિયાર ઉલ્ફાએ પુરા પાડ્યા હતા. કેન્દ્ર સરકારને શક છે કે તે વિરોધ પાછળ અનેક એવા અસામાજિક સંગઠન પણ સક્રિય છે જેના ઉપર સરકારની આકરી નજર છે અને જે સંગઠનોના અનેક લોકો દેશદોદ્વી ગતિવિધીઓમાં ધરપકડ કરી જેલમાં બંધ છે.
બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ આજે નાગરિકતા સંશોધન કાનૂનને લઇને દેશવ્યાપી પ્રદર્શન કરી રહી છે. જોકે આ આંદોલન શિવ સેના અને આરજેડી જેવી પાર્ટીઓ સપોર્ટ કરતી નથી.
(ઇનપુટ: નીરજ ગૌડ સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે