Israel-Hamas War: હમાસના સમર્થન માટે અપીલ કરી તો આવી બન્યું સમજો! સોશિયલ મીડિયામાં ન કરતા આ ભૂલ

Hamas Propaganda: હમાસ અને ઈઝરાયેલ યુદ્ધ અંગે ભારતમાં લોકોને ભડકાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ મહારાષ્ટ્રમાં હવે સાઈબર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા યુદ્ધ સંલગ્ન ભ્રામક વીડિયો અને તસવીરો શેર કરનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

Israel-Hamas War: હમાસના સમર્થન માટે અપીલ કરી તો આવી બન્યું સમજો! સોશિયલ મીડિયામાં ન કરતા આ ભૂલ

Hamas Propaganda: હમાસ અને ઈઝરાયેલ યુદ્ધ અંગે ભારતમાં લોકોને ભડકાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ મહારાષ્ટ્રમાં હવે સાઈબર કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા યુદ્ધ સંલગ્ન ભ્રામક વીડિયો અને તસવીરો શેર કરનારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા દ્વારા યુદ્ધની એવી તસવીરો વાયરલ કરવામાં આવી રહી છે જેને ગાઝામાં ઈઝરાયેલીઓ દ્વારા થયેલા અત્યાચારની કહાની તરીકે દર્શાવવામાં આવી રહી છે અને લોકોને પેલેસ્ટાઈન અને હમાસના સમર્થનમાં ઊભા રહેવાની અપીલ કરાઈ રહી છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારના ષડયંત્ર માટે સાઈબર  કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. 

પ્રોપગેન્ડા ફેલાવનારા પર કાર્યવાહી
અત્રે જણાવવાનું કે પ્રોપગેન્ડા ફેલાવનારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર નજર રાખવામાં આવી રહી છે. આ સાથે જ આવા વીડિયો અને  તસવીરો વાયરલ કરનારા પર કાનૂની એક્શનની પણ ચેતવણી અપાઈ છે. હકીકતમાં કટ્ટરપંથી મુસ્લિમ સમુદાયના લોકો ફેક વીડિયોને પણ ગાઝાના વીડિયો બતાવીને ભારતના મુસ્લિમોમાં ઝેર ઘોળવાની કોશિશ કરી રહ્યા છે. જેના માટે હવે સાઈબર એક્સપર્ટ કામે લાગ્યા છે. 

ઈઝરાયેલની હમાસને ચેતવણી
બીજી બાજુ ઈઝરાયેલે પણ હવે સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી હમાસના આતંકીઓ ઈઝરાયેલના બંધકોને નહીં છોડે ત્યાં સુધી ગાઝામાં કોઈ પણ પ્રકારની મદદ કે સપ્લાય મળશે નહીં. હમાસના હુમલા બાદથી જ ઈઝરાયેલે ગાઝામાં ખાવાનું પીવાનું, ઈંધણ અને વીજળીની સપ્લાય પર રોક લગાવી છે. ઈઝરાયેલના ઉર્જા મંત્રી કાટ્ઝે સોશિયલ મીડિયા પર કહ્યું કે જ્યાં સુધી ઈઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે ત્યાં સુધ વીજળીની એક પણ સ્વિચ કે પાણીનો નળ ચાલુ કરાશે નહીં. આ સાથે જ ઈંધણની એક પણ ટ્રકને પ્રવેશ નહીં અપાય. ઈઝરાયેલના આ નિર્ણયથી ગાઝાના 23 લાખ લોકોને ભોજન, પાણી, ઈંધણ, વીજળીની આપૂર્તિ મુદ્દે સંકટ વધુ ગાઢ થવાની આશંકા છે. 

ભારતીયોની વતન વાપસી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલથી ભારતીયોની વાપસી ચાલુ છે. 212 ભારતીયોને લઈને આજે પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી. ભારત પહોંચીને તમામ ભારતીયોએ રાહતના શ્વાસ લીધા અને સરકારનો આભાર માન્યો. અત્રે જણાવવાનું કે આ યુદ્ધ વચ્ચે અનેક દેશોએ પોતાના નાગરિકોના રેસ્ક્યૂ માટે ઓપરેશન શરૂ કરી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news