J&K માં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષાદળોએ ડ્રોન તોડી પાડ્યું, 5 કિલો વિસ્ફોટકો મળ્યા

જમ્મુ  અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અખનૂર વિસ્તારમાં પોલીસે ડ્રોન તોડી પાડ્યું છે.

J&K માં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ, સુરક્ષાદળોએ ડ્રોન તોડી પાડ્યું, 5 કિલો વિસ્ફોટકો મળ્યા

નવી દિલ્હી: જમ્મુ  અને કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અખનૂર વિસ્તારમાં પોલીસે ડ્રોન તોડી પાડ્યું છે. મળતી માહિતી મુજબ ડ્રોનમાંથી પોલીસને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં ડ્રોન ગતિવિધિઓ તેજ થઈ છે. અહીં 27 જૂનના રોજ ભારતીય વાયુસેના સ્ટેશન પર વિસ્ફોટકો પાડવા માટે ડ્રોનનો ઉપયોગ થયો હતો. 

મળતી માહિતી મુજબ તોડી પાડવામાં આવેલા ડ્રોનમાંથી 5 કિલોગ્રામ IED મળી આવ્યું છે. જેને અસેમ્બલ કરીને આતંકીઓ તેનો ઉપયોગ આતંકી ગતિવિધિઓમાં કરી શકે તેમ હતા. એજન્સીઓ હવે એ તપાસ કરી રહી છે કે શું લશ્કર એ તૈયબા ગત કેટલાક મામલાઓની જેમ  આતંકી હુમલા માટે આ રીતનો ઉપયોગ કરવાનું હતું કે નહીં. કહેવાય છે કે આ  ડ્રોન આતંરરાષ્ટ્રીય સરહદની 6 કિમી અંદર મળ્યું. 

— ANI (@ANI) July 23, 2021

ડ્રોન સતત બની રહ્યું છે જોંખમ
સુરક્ષાદળોના જણાવ્યાં મુજબ પહેલા સરહદ પારથી ડ્રોનનો ઉપયોગ ભારતીય સરહદની અંદર મુદ્રા, હથિયારો અને ગોળા બારૂદ માટે થઈ ચૂક્યો છે. આતંકી ગતિવિધિઓમાં માનવ રહિત હવાઈ વાહનોના ઉપયોગની શરૂઆત થઈ ગઈ છે. જેને ડિટેક્ટ કરવા માટે વધુ પ્રયત્નોની જરૂર છે. જેથીકરીને નવા અને ઉભરતા જોખમોને પ્રભાવી ઢબે નિષ્પ્રભાવી કરી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news