J&K: પહલગામમાં મોટી દુર્ઘટના, ITBP ના જવાનોને લઈને જતી બસ ખીણમાં ખાબકી, 7 જવાન શહીદ
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આજે એક દર્દનાક અકસ્માત થયો. અમરનાથ યાત્રા ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈને જઈ રહેલી બસ નદી સાઈડ ખાઈમાં જઈને ખાબકી. બસમાં કુલ 39 જવાન સવાર હતા જેમાંથી મોટાભાગના ITBPના હતા. સુરક્ષાદળો, સેના, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.
- બસમાં 39 જવાનો સવાર, જેમાંથી 37 ITBP ના
- બસની બ્રેક ફેઈલ થઈ જતા થયો અકસ્માત
- અમરનાથ યાત્રા ડ્યૂટીમાં તૈનાત હતા જવાનો
Trending Photos
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આજે એક દર્દનાક અકસ્માત થયો. અમરનાથ યાત્રા ડ્યૂટીમાં લાગેલા ITBP જવાનોને લઈને જઈ રહેલી બસ નદી સાઈડ ખાઈમાં જઈને ખાબકી. બસમાં કુલ 39 જવાન સવાર હતા જેમાંથી મોટાભાગના ITBPના હતા. સુરક્ષાદળો, સેના, પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માતમાં 7 જવાન શહીદ થયા છે. જ્યારે 30 જવાનો ઘાયલ થયા છે. જેમાંથી 8 ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલ જવાનોને સારવાર અર્થે શ્રીનગરની આર્મી હોસ્પિટલમાં ખસેડાયા છે.
#WATCH Bus carrying 37 ITBP personnel and two J&K Police personnel falls into riverbed in Pahalgam after its brakes reportedly failed, casualties feared#JammuAndKashmir pic.twitter.com/r66lQztfKu
— ANI (@ANI) August 16, 2022
અમરનાથ યાત્રા ડ્યૂટી પૂરી કરી પાછા ફરી રહ્યા હતા જવાનો
એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે આઈટીબીપીના જવાનો અમરનાથ યાત્રાની ડ્યૂટી પૂરી કરીને પાછા ફરી રહ્યા હતા. બસ આઈટીબીપીના જવાનોને લઈને ચંદનવાડીથી પહલગામ પાછી ફરી રહી હતી. પરંતુ ફ્રિસલાન વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ. આ વિસ્તાર ચંદનવાડી અને પહલગામ વચ્ચે આવે છે. બસ લગભગ 500 ફૂટ નીચે ઊંડી ખાઈમાં જઈને ખાબકી. આ દુર્ઘટનાગ્રસ્ત બસમાં 39 જવાનો સવાર હતા. જેમાંથી 37 જવાન ITBP ના અને 2 જવાન જમ્મુ કાશ્મીર પોલીસના હતા.
यह एक बहुत दुखद दुर्घटना हुई है। इसमें 7 लोगों की मृत्यु हुई है और 8 लोग गंभीर रूप से घायल हैं जिनको एयर लिफ्ट करके श्रीनगर के अस्पताल में भर्ती कराया जा रहा है। जांच के बाद ही पता चलेगा की दुर्घटना किस कारण से हुई है: पहलगाम दुर्घटना पर डॉ सुजॉय लाल थाओसेन, DG, ITBP pic.twitter.com/FU3A1cHfvM
— ANI_HindiNews (@AHindinews) August 16, 2022
બ્રેક ફેઈલ થતા દુર્ઘટના ઘટી
એવું કહેવાય છે કે બસ ચંદનવાડી જઈ રહી હતી પરંતુ ફ્રિસલાન વિસ્તારમાં બ્રેક ફેઈલ થઈ જતા તે ખાઈમાં જઈને ખાબકી. જે પહલગામથી લગભગ 16 કિમી દૂર છે. અકસ્માતમાં અનેક જવાનો ઘાયલ થયા છે. જેમને એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે