પંજાબ જમ્મુ સરહદે ઇનોવા કાર પડાવી ફરાર થયા 4 શંકાસ્પદ, પોલીસે તપાસ હાથ ધરી

કહેવાઇ રહ્યું છે કે, આ શંકાસ્પદ જમ્મુથી ટેક્સી ભાડે કરી પઠાણકોટ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં સિલ્વર કલરની ઇનાવો કાર પડાવી લઇ ચાર શખ્સો ફરાર થઇ ગયા છે. પોલીસે આ શંકાસ્પદોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કારનો નંબર JK 02AW 0922 છે. 

પંજાબ જમ્મુ સરહદે ઇનોવા કાર પડાવી ફરાર થયા 4 શંકાસ્પદ, પોલીસે તપાસ હાથ ધરી

નવી દિલ્હી : પંજાબ જમ્મુ સરહદેથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ જમ્મુ સરહદે ચાર શખ્સોએ ભાડે કરેલી એક ઇનોવા કાર લઇ ફરાર થઇ ગયા છે. સિલ્વર કલરની આ કાર સાથે ફરાર થયેલા શખ્સોની હાલત શંકાસ્પદ હોવાની વાત સામે આવતાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને આ શખ્સોને ઝડપી લેવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

પંજાબ જમ્મુ માઘોપુર સરહદે આ ચાર શંકાસ્પદ શખ્સો દેખાયા હતા. JK 02AW 0922 નંબરની ઇનોવા કાર ભાડે કરી આ શખ્સો પઠાણકોટ તરફ આવી રહ્યા હતા. રસ્તામાં આ શખ્સોને આ કાર પડાવી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. કહેવાય છે કે, આ શખ્સો પઠાણકોટના રસ્તે આગળ ભાગ્યા છે. જે કાર લઇ શંકાસ્પદો ફરાર થયા છે એ સિલ્વર રંગની છે. 

આ સમાચાર સામે આવતાં જ જમ્મુ અને પંજાબ પોલીસ ઉપરાંત સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. આ શંકાસ્પદ શખ્સો દ્વારા કોઇ મોટા ઘટનાને અંજામ આપવામાં ન આવે એની તકેદારી સાથે આ શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ વિસ્તારમાં નાકાબંધી કરી પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. વધુમાં આ શખ્સોને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા સુરક્ષા એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news