કાશ્મીર મામલે હવે રાહુલના બદલાયા સૂર, પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું- 'તે ભારતનો આંતરિક મુદ્દો'

કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ આ મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીના એક નિવેદને એટલો હોબાળો મચાવ્યો કે હવે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો છે.

કાશ્મીર મામલે હવે રાહુલના બદલાયા સૂર, પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું- 'તે ભારતનો આંતરિક મુદ્દો'

નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ આ મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સતત નિવેદનો આપતા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીના એક નિવેદને એટલો હોબાળો મચાવ્યો કે હવે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે. આ સાથે જ તેમણે આ મામલે પાકિસ્તાન કે અન્ય કોઈ પણ દેશ માટે હસ્તક્ષેપ કરવાનો સવાલ જ નથી. આ બાજુ આતંકવાદના સમર્થક પાકિસ્તાનને પણ તેમને બરાબર ફટકાર લગાવી છે. તેમણે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં હિંસા એ પાકિસાતન પ્રાયોજિત છે. રાહુલ ગાંધીએ ટ્વીટરના માધ્યમથી આ વાત કરી. 

રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વીટ કરીને કહ્યું કે હું આ સરકાર સાથે અનેક મુદ્દે અસહમત છું પરંતુ હું સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવા માંગુ છું કે કાશ્મીર ભારતનો આંતરિક મુદ્દો છે અને તેમાં હસ્તક્ષેપ કરવા માટે પાકિસ્તાન કે અન્ય કોઈ વિદેશી દેશ માટે કોઈ જગ્યા નથી. 

— Rahul Gandhi (@RahulGandhi) August 28, 2019

અન્ય એક ટ્વીટમાં તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં હિંસા થઈ છે. જમ્મુ કાશ્મીરમાં હિંસા પાકિસ્તાન પ્રાયોજિત છે જે સમગ્ર દુનિયામાં આતંકવાદના સમર્થનના રૂપમાં કુખ્યાત છે. 

જુઓ LIVE TV

કાશ્મીર પર રાહુલના ટ્વીટથી થયો હતો વિવાદ
અત્રે જણાવવાનું કે કાશ્મીર પ્રવાસથી પાછા મોકલી દેવાયેલા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતાં. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે કાશ્મીરીઓ જે બર્બરતા ઝેલી રહ્યાં છે તેનો તેમને અહેસાસ થયો છે. રાહુલના આ નિવેદનનો પાકિસ્તાને પણ ઉપયોગ કરવા માંડ્યો. તેમની ટ્વીટને ત્યાંની ન્યૂઝ વેબસાઈટ પ્રમુખતાથી દેખાડી રહી હતી. પાકિસ્તાનના મંત્રી પણ રાહુલને મંજૂરી ન મળવાની વાતને મુદ્દો બનાવી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news