વારાણસીમાં પોતાની પક્કડ જમાવવાની તૈયારી કરે છે લશ્કર એ તૈયબા, કરી શકે છે મોટો હુમલો!
ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ લશ્કરના આતંકીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર વારાણસીની મુલાકાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પણ પ્રયત્નો કર્યાં જેમાં જરાય સફળતા મળી નહીં. પરંતુ હવે તે આતંકીઓના શરણે છે. હાફિઝ સઈદ હવે ભારતમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીના રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ હાફિઝના આતંકી સંગઠન લશ્કર એ તૈયબાની નજર હવે પીએમ મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસી પર છે. રિપોર્ટ મુજબ લશ્કર ભારતમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે અને તે માટે વારાણસીમાં પોતાનો બેસ બનાવવાની કોશિશ કરી રહ્યું છે.
ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ લશ્કરના આતંકીઓએ છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેકવાર વારાણસીની મુલાકાત કરી છે. રિપોર્ટ મુજબ ઉમર મદની નામના એક આતંકીએ નેપાળ મૂળના અન્ય આતંકી સાથે મે મહિનામાં 3 દિવસ વારાણસીમાં રોકાઈને લશ્કરના નેટવર્કને મજબુત કરવાનું પ્લાનિંગ કર્યું છે જેનાથી મોટા આતંકી હુમલાને અંજામ આપી શકાય.
જુઓ LIVE TV
ઉમર મદની લશ્કરનો રિક્રુટર છે અને તે લશ્કર ગ્રુપમાં યુવાઓને જોડવાના ષડયંત્રમાં તે છેલ્લા કેટલાક મહિનાઓથી લાગેલો છે. ઉમર મદની 7 મેથી લઈને 11 મે સુધી બનારસના એક મુસાફિર ખાનામાં રોકાયો હતો અને તેણે ત્યાં અનેક લોકો સાથે મુલાકાત કરી હતી. વારાણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર છે આથી આ ઈનપુટને જરાય નજરઅંદાજ કરી શકાય નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે