કર્ણાટક: કોંગ્રેસ અને JDS વચ્ચે ટેંશન વધ્યું, સિદ્ધરમૈયાને CM બનાવવાની માંગ પ્રબળ બની
બંન્ને ટોપનાં નેતાઓ વચ્ચે વિવાદ એવા સમયે ચાલુ થયો છે જ્યારે લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ ગઠબંધન સરકાર લાંબુ નહી ખેંચે તેવી અટકળો ચાલી રહી છે
Trending Photos
બેંગ્લુરૂ : જનતા દળ (સેક્યુલર)ના કર્ણાટક એકમ અધ્યક્ષ અને વિશ્વનાથે મુખ્યમંત્રી તરીકે સિદ્ધરમૈયાને કામકાજ પર જે નિવેદન આપ્યું છે તેના કારણે રવિવારે બંન્ને નેતાઓ વચ્ચે વિવાદ ચાલુ થઇ ગયો અને કોંગ્રેસ નેતા સિદ્ધરમૈયાએ કહ્યું કે, તેઓ આ અંગે કોંગ્રેસ - જેડીએસ ગઠબંધનની સમન્વય સમિતીની આગામી બેઠકમાં ઉઠાવશે. બંન્ને ટોપના નેતાઓ વચ્ચે વિવાદ એવા સમયે ચાલુ થયો છે જ્યારે લોકસભા ચૂંટણી પરિણામ આવ્યા બાદ ગઠભંધન સરકાર લાંબુ નહી ખેંચે તેવી અટકળો લગાવાઇ રહી હતી. બંન્ને દળોમાં પણ અલગ અલગ મુદ્દાઓ પર મતભેદ સામે આવી રહ્યા છે.
બંન્ને નેતાઓ વચ્ચે નોકઝોટનું એક કારણ કોંગ્રેસમાં પાર્ટી ધારાસભ્ય દળનાં નેતા સિદ્ધરમૈયાને એકવાર ફરીથી મુખ્યમંત્રી બનાવવા માટે વધતી માંગને માનવામાં આવી રહ્યું છે. વિશ્વનાથે ગત્ત સરકારમાં મુખ્યમંત્રી તરીકે સિદ્ધરમૈયાના કામકાજ પર સવાલ ઉઠાવ્યો હતો અને આ માંગને ચમચાગિરી ગણાવી હતી. તેમણે પત્રકારોને કહ્યું કે, સિદ્ધરમૈયાએ મુખ્યમંત્રી તરીકે પાંચ વર્ષ પુર્ણ કર્યા છે. હવે જનતા જોશે. તેમણે કહ્યું કે, મારે આ શબ્દો કહેવા તો ન જોઇએ પરંતુ અમારા મિત્રો બિનજરૂરી રીતે ચમચાગિરી કરી રહ્યા છે.
UPમે મહિલા નેતાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો, પ્રિયંકા પર લગાવ્યો અપમાનનો આરોપ
ખડગેનાં નિવેદન મુદ્દે તકરાર વધી
વરિષ્ઠ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, જ્યાં પણ તેઓ(મોદી) જાય છે કહે છે કે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં 40 કરતા પણ વધારે સીટો મળશે. શું તમારામાંથી કોઇ આ વાત માને છે. જો અમને 40 સીટો મળી ગઇ તો શું મોદી દિલ્હીમાં વિજય ચોકમાં ફાંસીએ લટકી જશે ? 2014માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 44 સીટો મળી હતી.
ભાજપનાં વરિષ્ઠ નેતા અને સાંસદ શોભા કરંદલાજેએ ખડગેનાં આ નિવેદનની માંગ કરતા તેમને વરિષ્ઠ નેતાથી આવા અશોભનીય નિવેદનની આશા નહોતી. આ અગાઉ ખડગેએ રેલીમાં કહ્યું કે, મોદી પોતે પછાત જાતીનાં હોવાનું કહે છે પરંતુ તેઓ માત્ર ઉદ્યોગપતિઓની મદદ કરે છે. હાલનાં ધારાસભ્ય ઉમેશ જાધવે રાજીનામા બાદ ચિંચોલીમાં પેટાચૂંટણી થઇ રહી છે. જાધન હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે અને ગુલબર્ગાથી લોકસભા ચૂંટણી લડી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે