Kanjhawala Case: મૃતક અંજલિની મિત્ર નિધિ વિશે આઘાતજનક ખુલાસો, જાણીને પગ તળેથી જમીન સરકી જશે

Anjali Death Case: કંઝાવાલા કેસની એકમાત્ર પ્રત્યક્ષદર્શી નિધિ પર મોટો ખુલાસો થયો છે. નિધિ એ જ યુવતી  છે જે અંજલિ સાથે અકસ્માત સમયે સાથે હતી. એકમાત્ર પ્રત્યક્ષદર્શી નિધિ વિશે જે ખુલાસો થયો છે તે જાણીને તમે વિશ્વાસ જ નહીં કરી શકો. વધુ વિગતો માટે વાંચો અહેવાલ. 

Kanjhawala Case: મૃતક અંજલિની મિત્ર નિધિ વિશે આઘાતજનક ખુલાસો, જાણીને પગ તળેથી જમીન સરકી જશે

Anjali Death Case: કંઝાવાલા કેસની એકમાત્ર પ્રત્યક્ષદર્શી નિધિ પર મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ નિધિ અગાઉ NDPS કેસમાં પકડાયેલી છે. નિધિ તેલંગણાથી ગાંજો લઈને ટ્રેનના માધ્યમથી આગ્રા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. જ્યાં 6 ડિસેમ્બર 2020ના રોજ તેની ધરપકડ થઈ હતી. નિધિ સાથે સમીર અને રવિ નામના યુવકો પણ હતા. હાલ નિધિ જામીન પર બહાર છે. નિધિનો તે સમયનો ફોટો પણ સામે આવ્યો છે. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. 

ગાંજા સાથે પકડાઈ હતી નિધિ
પોલીસના રિપોર્ટ મુજબ સ્ટેશનના પ્લેટફોર્મ પર નંબર 3 પર બરાબર સીડી આગળ બનેલી સ્ટીલની બેન્ચ પર બે યુવકો અને એક યુવતી બેઠા હતા.  પોલીસને જોઈને ખચકાયા અને હાથમાં બેગ લઈને ભાગવાની કોશિશ કરવા લાગ્યા હતા. જ્યારે તેમને રોકાવવાનું કહ્યું તો તેઓ રોકાયા નહીં અને પોલીસે પકડ્યા તો તેમણે બેગમાં ગાંજો હોવાની વાત સ્વીકારી હતી. 

નિધિએ કબૂલ્યો ગુનો
મળતી માહિતી મુજબ પકડાયા બાદ નિધિ અને અન્ય બે યુવકોએ અલગ અલગ એક જ વાત કરી કે જજસાહેબ તમે અમને પકડી તો લીધા અને અમે તમને સાચી વાત પણ જણાવી દીધી કે બેગમાં ગાંજો  છે તો અમને કોઈ અધિકારી પાસે કેમ લઈ જઈ રહ્યા છો. અમારે જવું નથી. તમે અમારી તલાશી લઈ શકો છો. 

10 કિલો ગાંજો પકડાયો હતો
પોલીસના જણાવ્યાં મુજબ નિધિ અને તેના બે સાથીઓ પાસે પકડાયેલા ગાંજાને જ્યારે તોલવામાં આવ્યો તો તેનું વજન 10 કિલોગ્રામ થયું હતું. પોલીસને તલાશી દરમિયાન નિધિ પાસેથી એક એન્ડ્રોઈડ ફોન અને 200 રૂપિયા મળ્યા હતા. નિધિએ જણાવ્યું હતું કે આ ફોન તેનો છે. 

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news