VIDEO: BJPના ધારાસભ્યોએ કર્ણાટક વિધાનસભામાં રાત ગુજારી, સવારે મોર્નિંગ વોક કર્યું
Trending Photos
બેંગ્લુરુ: કર્ણાટક વિધાનસભામાં શક્તિ પરિક્ષણની માગણી કરી રહેલા ભાજપના ધારાસભ્યોએ આખી રાત વિધાનસભામાં ધરણા ધરીને પસાર કરી. ત્યારબાદ કેટલાક ધારાસભ્યો સવારે મોર્નિંગ વોક કરતા જોવા મળ્યાં. આ બધા વચ્ચે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીને પત્ર લખીને આજે બપોરે સદનમાં વિશ્વાસમત મેળવવાનું કહ્યું છે.
પરીક્ષાની ઘડી
રાજ્યપાલના આ નિર્દેશ બાદ કર્ણાટકમાં 13 મહિના જૂની કોંગ્રેસ-જેડીયુ સરકાર સામે પરીક્ષાની ઘડી આવીને ઊભી રહી ગઈ છે. આ અગાઉ કર્ણાટક વિધાનસભાને ગુરુવારે સત્તાધારી કોંગ્રેસ-જેડીએસ તથા વિપક્ષી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના વિશ્વાસ મત પ્રસ્તાવ પર મોડું કરવા બાબતે થયેલા હોબાળા બાદ વિધાનસભાને 30 મિનિટ માટે સ્થગિત કરાઈ હતી. ત્યારબાદ સાંજે તેને શુક્રવાર સવાર સુધી સ્થગિત કરાઈ.
#WATCH Bengaluru: K'taka BJP legislators go for a morning walk. They were on an over night 'dharna' at Vidhana Soudha over their demand of floor test. Karnataka Guv Vajubhai Vala has written to the CM,asking him to prove majority of the govt on floor of the House by 1:30 pm today pic.twitter.com/r8yygSyf4X
— ANI (@ANI) July 19, 2019
રાજ્યપાલે આપ્યો બેવડો ફટકો
અસ્તિત્વ સંકટ સામે ઝઝૂમી રહેલી એચડી કુમારસ્વામી સરકારને રાજ્યપાલ વજુભાઈ વાળા તરફથી બીજો ફટકો મળ્યો. રાજ્યપાલે વિધાનસભા અધ્યક્ષને કહ્યું કે તેઓ વિશ્વાસમત પર ચાલી રહેલી ચર્ચાને બપોર સુધીમાં ખતમ કરે અને મુખ્યમંત્રીને આજે (શુક્રવાર) બપોરે 1.30 વાગ્યા સુધીમાં વિશ્વાસમત મેળવવા કહ્યું છે. આ બાજુ ભાજપ ધારાસભ્યોએ સદનમાં જ રાતભર ધરણા ધર્યાં. ભાજપના ધારાસભ્યો તકિયા અને ચાદર લઈને પહોંચ્યા તથા વિધાનસભાની અંદર કોઈ સોફા ઉપર તો કોઈ જમીન ઉપર જ્યાં જગ્યા મળી ત્યાં સુઈ ગયાં.
જેડીએસ-કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલ પર સવાલ ઉઠાવ્યાં
આ બાજુ રાજ્યપાલના આ પગલાંથી સત્તાધારી ધારાસભ્યોએ રાજ્યપાલ અને ભાજપ પર સવાલ ઉઠાવ્યાં છે. અત્રે જણાવવાનું કે કર્ણાટક વિધાનસભામાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના નેતૃત્વવાળી 14 મહિના જૂની ગઠબંધન સરકારનું ભવિષ્ય નક્કી કરનારા અવિશ્વાસના પ્રસ્તાવ પર ગુરુવારે વિધાનસભામાં મતદાન થઈ શક્યું નહીં. કારણ કે સત્તાધારી ગઠબંધન અને વિપક્ષી સભ્યો વચ્ચે આરોપ-પ્રત્યારોપ અને હોબાળાના કારણે સદનની કાર્યવાહીને શુક્રવાર સુધી સ્થગિત કરાઈ.
Karnataka crisis: Yeddyurappa, other BJP MLAs dine, sleep inside Vidhana Soudha
Read @ANI story | https://t.co/7eHSB9aPL7 pic.twitter.com/B9OlveeSXp
— ANI Digital (@ani_digital) July 18, 2019
20 ધારાસભ્યો ન પહોંચ્યા
ગુરુવારે સદનની કાર્યવાહી શરૂ થઈ ત્યારે 20 ધારાસભ્યો પહોંચ્યા નહતાં. જેમાંથી 17 સત્તાધારી ગઠબંધનના છે. બળવાખોર ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યો હાલ મુંબઈની હોટલમાં રોકાયેલા છે. સદનમાં પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ખુબ હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસી સભ્યોએ વિપક્ષ વિરુદ્ધ નારેબાજી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે