21 વર્ષથી નાની ઉંમરના લોકોને નહીં મળે સિગારેટ, ઉલ્લંઘન પર 1થી 3 વર્ષની જેલની સજા અને 1 લાખનો દંડ
કર્ણાટક સરકારે મોટુ પગલું ભરતા રાજ્યમાં હુક્કા ઉત્પાદનોના ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
Trending Photos
બેંગલુરૂઃ કર્ણાટક વિધાનસભાએ બુધવારે COTPA અધિનિયમ (સિગારેટ અને અન્ય તમાકુ પ્રોડક્ટ) માં સંશોધન કરતા રાજ્યભરના દરેક હુક્કાબાર પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યએ 21 વર્ષથી નાની ઉંમરના લોકોને સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદકના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલે કે કર્ણાટકમાં હવે 21 વર્ષથી નાની ઉંમરના લોકો તમાકુ સંબંધિત કોઈ વસ્તુ ખરીદી શકશે નહીં.
આદેશનું ઉલ્લંઘન કરવા પર દોષી સાબિત થતા ત્રણ વર્ષ સુધીની સજા અને 1 લાખ રૂપિયા સુધીનો દંડ સહિત કઠોર જોગવાઈ કરવામાં આવી છે. નોટિફિકેશન અનુસાર પોતાના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને તમાકુથી સંબંધિત બીમારીઓને રોકવા માટે વર્તમાન સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદ અધિનિયમાં સંશોધન બાદ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કર્ણાટક સરકારે મોટુ પગલું ભરતા રાજ્યમાં હુક્કા ઉત્પાદનના ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રદેશમાં યુવાઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હુક્કા પર પ્રતિબંધની જાણકારી કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી દિનેશ ગુંડૂએ એક્સ પર આપી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે- જાહેર સ્વાસ્થ્ય અને યુવાઓની રક્ષાના ઈરાદાથી કર્ણાટક સરકારે હુક્કા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે