કરતારપુર કોરિડોરઃ 1303 ભારતીય શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો પાકિસ્તાન જવા માટે રવાના

શ્રદ્ધાળુઓ પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા ગુરૂનાનાક દેવના જન્મસ્થાન- નનકાના સાહિબ, હસનઅબ્દલ શહેરમાં પંજા સાહિબ અને કરતારપુર સાહિદ સહિત શીખ ધર્મસ્થળોની મુલાકાત લેશે.

કરતારપુર કોરિડોરઃ 1303 ભારતીય શીખ શ્રદ્ધાળુઓનો જથ્થો પાકિસ્તાન જવા માટે રવાના

અમૃતસરઃ ગુરૂનાનક દેવજીની 550મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં પાકિસ્તાનના કરતારપુરમાં ભવ્યાતિભવ્ય સમારોહ યોજાવાનો છે. આ સમારોહમાં ભાગ લેવા માટે 1303 ભારતીય શીખ શ્રદ્ધાળુઓનો પ્રથમ જથ્થો રવાના થઈ ગયા છે. આ જથ્થો મંગળવારે અટારી સરહદે થઈને પાકિસ્તાન માટે રવાના થયો છે. ભારતમાં શીખ તીર્થોનું મેનેજમેન્ટ કરતી સંસ્થા શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક સમિતિ(SGPC) દ્વારા આયોજિત આ તીર્થયાત્રાનું સમાપન 14 નવેમ્બરના રોજ થશે. 

શ્રદ્ધાળુઓ પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં આવેલા ગુરૂનાનાક દેવના જન્મસ્થાન- નનકાના સાહિબ, હસનઅબ્દલ શહેરમાં પંજા સાહિબ અને કરતારપુર સાહિદ સહિત શીખ ધર્મસ્થળોની મુલાકાત લેશે. એવું કહેવાય છે કે, ભારતને અડીને આવેલી સરહદથી લગભગ 4 કિમી દૂર આવેલો કરતારપુર ગુરૂદ્વારા 16મી સદીમાં ગુરૂનાનક સાહેબના દેહાંતવાળા સ્થાન પર બનાવાયો છે. 

આ સમગ્ર 4.2 કિમી લાંબા વિસ્તારને 'કરતારપુર સાહિબ કોરિડોર' (kartarpur Sahib Corridor) નામ આપવામાં આવ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કરશે અને 12 નવેમ્બરના રોજ યોજાનારા ગુરૂનાનક દેવના 550મા જન્મજયંતી સમારોહના અવસરે પાકિસ્તાનના પંજાબ રાજ્યના કરતારપુર સાહિબ ગુરૂદ્વારા જનારા શીખ શ્રદ્ધાળુઓના પ્રથમ જથ્થાને રવાના કરશે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news