Delhi Violence: ખેડૂત નેતા Rakesh Tikait નો ગંભીર આરોપ, કહ્યું-પ્લાન બનાવીને ખેડૂતોને ચક્રવ્યૂહમાં ફસાવ્યા
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ( Rakesh Tikait ) ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હી (Delhi) માં થયેલી હિંસા મુદ્દે આરોપ લગાવતા કહ્યું કે, 'હિંસા કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતા છે.
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા (New Agriculture Laws) નો વિરોધ કરી રહેલા ખેડૂતોએ મંગળવારે દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ખુબ ઉત્પાત મચાવ્યો અને હિંસા આચરી. ખેડૂતો લાલ કિલ્લા સુધી પહોંચી ગયા અને તેની પ્રાચીર પર પોતાનો ધાર્મિક ઝંડો ફરકાવી દીધો. ખેડૂતોની આ તોફાની રેલી બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ખેડૂતોને પ્લાન બનાવીને ફસાવવામાં આવ્યા છે.
હિંસા માટે કેન્દ્ર-યુપી સરકાર જવાબદાર-ટિકૈત
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે ( Rakesh Tikait ) ટ્રેક્ટર પરેડ દરમિયાન દિલ્હી (Delhi) માં થયેલી હિંસા મુદ્દે આરોપ લગાવતા કહ્યું કે, 'હિંસા કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતા છે. ખેડૂતોને પ્લાન બનાવીને ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા છે.'
કાયદા વિરુદ્ધ ચાલુ રહેશે પ્રદર્શન
રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કૃષિ કાયદા (Agriculture Laws) વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન અંગે કહ્યું કે કાયદા સામે ખેડૂતોનું આંદોલન(Farmers Protest) હજુ પણ ચાલુ રહેશે. આ સાથે જ તેમણે કહ્યું કે જો કાયદા અંગે સરકાર વાતચીત કરશે તો અમે વાતચીત કરીશું.
Delhi Violence માં અત્યાર સુધીમાં 22 FIR દાખલ, 83 પોલીસકર્મી ઘાયલ
દેશની રાજધાની દિલ્હીમાં ગઈ કાલે મંગળવારે ગણતંત્ર દિવસના અવસરે ખેડૂતોની ટ્રેક્ટર રેલી (Tractor rally) હિંસક બની. આ હિંસામાં 83 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જેને પગલે હવે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં આ હિંસા મામલે 22 એફઆઈઆર દાખલ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે