ભારતની મેગ્નેટિક હિલ, જ્યાં સ્ટાર્ટ કર્યા વિના ચાલવા લાગે છે ગાડી!, જાઓ પણ સતર્ક રહેજો...

શું તમે એવી કોઈ જગ્યા વિશે જાણો છો જ્યાં કાર સ્ટાર્ટ કર્યા વિના જ ઉપરની તરફ જવા લાગે છે? અમે રોલિંગ વિશે વાત નથી કરી રહ્યા, અમે નીચેથી ઉપર જવાની વાત કરી રહ્યા છીએ. હા, આ જગ્યા ફક્ત ભારતમાં જ છે.

ભારતની મેગ્નેટિક હિલ, જ્યાં સ્ટાર્ટ કર્યા વિના ચાલવા લાગે છે ગાડી!, જાઓ પણ સતર્ક રહેજો...

નવી દિલ્હીઃ ભારતમાં એક હિલ સ્ટેશન એવું છે... જ્યાં કોઇ વસ્તુ નીચે આવવાની બદલે ઉપરની તરફ ખેંચાય છે. જીં હા આ જગ્યા લદ્દાખના પહાડોમાં સ્થિત છે. જે મેગ્નેટિક હિલ તરીકે ઓળખાય છે. તમે જ્યારે લેહ-કારગીલ હાઇવે પર લેહ શહેરથી લગભગ 30 કિમી દૂર સુધી જશો તો આ જગ્યા તમને જોવા મળશે. અહીં ગાડીઓ નીચે આવવાની બદલે ઉપરની તરફ સરકે છે. તમે જો કોઇ વાહન અહીં મૂકી દેશો તો 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉપરની તરફ જઇ શકે છે. 

વિજ્ઞાન અનુસાર મેગ્નેટિક હિલ પાછળ 2 સિદ્ધાંત રહેલા છે. પહેલું મેગ્નેટિક ફોર્સ અને બીજુ ઑપ્ટિકલ ભ્રમનો સિદ્ધાંત. મેગ્નેટિક ફૉર્સના કારણે એક બળ ઉત્પન થાય છે જેના લીધે વાહન ખેંચાય છે. આ જગ્યા ટુરિસ્ટ માટે વન ઑફ ફેવરિટ માનવામાં આવે છે. જો તમે પણ અહીં જાઓ તો ફરવાની સાથે-સાથે સતર્ક પણ રહેજો. 

જો તમે અહીં વાહન છોડો છો, તો તે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપર તરફ જઈ શકે છે. લદ્દાખના લોકો કહે છે કે એક સમયે અહીં એક રસ્તો હતો જે લોકોને સ્વર્ગમાં લઈ જતો હતો. 

મેગ્નેટિક હિલ મોન્કટોન
બરાબર એવી જ મેગ્નેટિક હિલ મોન્કટનમાં છે. આ ટેકરી પર એવી ચુંબકીય અસર છે કે કાર સ્ટાર્ટ કર્યા વગર જ ચાલવા લાગે છે. આ ટેકરી 1930માં મળી આવી હતી. આ સ્થળનું રહસ્ય શોધવાનું કામ હજુ ચાલુ છે. આજે આ સ્થળ પર્યટન સ્થળ બની ગયું છે. નિષ્ણાતોના મતે, આ ઘટના વાસ્તવમાં એક ઓપ્ટિકલ ભ્રમ છે. વાસ્તવમાં, જે રસ્તો ઉપર તરફ ઢોળાવ થતો દેખાય છે તે વાસ્તવમાં મોટા ઢોળાવનો ભાગ છે. આનાથી આપણા મનમાં એવો ભ્રમ ઊભો થાય છે કે તે ઉપર તરફ જઈ રહ્યો છે. જ્યારે પણ કોઈ વાહન પસાર થાય છે, ત્યારે આપણે તેને ઉછળતા જોઈએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news