અંતરીક્ષનો એ વિસ્તાર LEO... જ્યાં ભારતે ઝળહળતી સફળતા મેળવી દુનિયાને સ્તબ્ધ કરી
પીએમ નરેન્દ્ર મોદીએ આજે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભારતે લો અર્થ ઓરબીટમાં લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો છે. આ સાથે જ ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો એવો શક્તિશાળી દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભારતે મિશન શક્તિ હેઠળ માત્ર 3 મિનિટમાં જ ASAT મિસાઈલની મદદથી આ લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે. આવો જાણીએ શું છે આ લો અર્થ ઓરબીટ અને તે અંગે ખાસ વાતો...
Trending Photos
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ આજે પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં મહત્વની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ભારતે લો અર્થ ઓરબીટમાં લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો છે. આ સાથે જ ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ ચોથો એવો શક્તિશાળી દેશ બન્યો છે જેણે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભારતે મિશન શક્તિ હેઠળ માત્ર 3 મિનિટમાં જ ASAT મિસાઈલની મદદથી આ લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે. આવો જાણીએ શું છે આ લો અર્થ ઓરબીટ અને તે અંગે ખાસ વાતો...
શું છે આ લો અર્થ ઓરબીટ (LEO)
લો અર્થ ઓરબીટ અંતરીક્ષની એ ભ્રમણ કક્ષા છે જેમાં લો અર્થ ઓરબીટ સેટેલાઈટ છોડવામાં આવતા હોય છે. તે અંતરીક્ષમાં પૃથ્વીની સપાટીથી 2000 કિમી (1200માઈલ)ની ઉંચાઈ પર સ્થિત એક કક્ષા છે. આ કક્ષા અને પૃથ્વીનું કેન્દ્ર એક જ છે. પરંતુ પૃથ્વીનો આકાર સંપૂર્ણ રીતે ગોળ ન હોવાના કારણે આ ઊંચાઈમાં ફેરફાર આવી જાય છે. એટલે કે આ કક્ષાની ઊંચાઈ શું હશે તે આપણે પૃથ્વી પર ક્યાંથી તેની ઊંચાઈ આંકવા માંગીએ છીએ તેના પર નિર્ભર કરે છે.
મહત્વની વાતો...
1. આ કક્ષામાં જો કોઈ સેટેલાઈટ છોડવામાં આવે તો તે એક દિવસમાં પૃથ્વીના 11 ચક્કર લગાવી શકે છે. તેનું એક ચક્કર લગભગ 128 મિનિટ કે તેનાથી પણ ઓછા સમયનું હોય છે. જો કે આ ચક્કર સંપૂર્ણ રીતે ગોળ નહીં પરંતુ દીર્ધવૃત્તાકારમાં હોય છે. આ કારણે સેટેલાઈટની પૃથ્વીથી ઊંચાઈ વધારે ઓછી રહે છે. સેટેલાઈટનું પ્રક્ષેપણ અને તેને કક્ષામાં સ્થાપિત કરવા દરમિયાન આ વાત પર ખાસ ભાર મૂકવાનો હોય છે.
2. આ કક્ષામાં જે અંતરીક્ષ યાન મોકલવામાં આવે છે તે મોટાભાગના માનવરહિત જ હોય છે. મોટાભાગના માનવનિર્મિત અંતરીક્ષયાન આ કક્ષામાં મોકલાય છે. આ ઉપરાંત અગાઉ GEO કક્ષામાં સેટેલાઈટ મોકલવાનું ચલણ વધુ હતું પરંતુ હાલના કેટલાક વર્ષોમાં દુનિયામાં LEO સેટેલાઈટ મોકલવાનું ચલણ વધ્યું છે.
3. આ કક્ષામાં છોડવામાં આવેલા સેટેલાઈટનો ઉપયોગ હાઈ બેન્ડવિડ્થ ફ્રીક્વન્સી સંચાર માટે ઉપયોગમાં લેવાય છે. દુનિયાભરમાં ઈન્ટરનેટથી મોકલાયેલા તમામ સેટેલાઈટ આ કક્ષામાં મોકલાયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કક્ષામાં સ્થાપિત સેટેલાઈટ્સમાં ખાનગી કંપનીઓના સેટેલાઈટમાં ખાસ્સો વધારો થયો છે. સ્થિતિ એવી બની ગઈ છે કે આ કક્ષામાં સેટેલાઈટની સંખ્યા વધતી જાય છે જેણે વૈજ્ઞાનિકોને ચિંતામાં નાખ્યા છે. તેઓ હજુ પણ સેટેલાઈટ વચ્ચેના ટકરાવની આશંકા અને આ કક્ષામાં કચરો વધવાને લઈને ચિંતા કરવા લાગ્યા છે.
4. આ કક્ષામાં જ તમામ પ્રકારના જાસૂસી સેટેલાઈટનો ઉપયોગ કરાય છે. ભારતે આ પ્રકારના સેટેલાઈટને તોડી પાડવાની ક્ષમતા મેળવી છે. આ પ્રકારની ક્ષમતા હજુ સુધી રશિયા, અમેરિકા અને ચીન પાસે જ હતી. હવે ભારત પાસે આ ક્ષમતા હોવાના કારણે તે ક્ષેત્રમાં સેટેલાઈટ સંબંધિ આંતરરાષ્ટ્રીય નિયમો બનાવવા અને તેને બદલવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.
5. આ કક્ષામાં પ્રક્ષેપિત અંતરીક્ષ યાનોને ઓછી ક્ષમતાવાળા એમ્પ્લિફાયર્સની જરૂર હોય છે. જેનાથી સૂચનાઓ સટીક રીતે પ્રસારીત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે હાલના કેટલાક વર્ષોમાં દુનિયાભારમાં સંચાર ટેક્નોલોજીમાં જે વધારો અને નિર્ભરતા વધી તે LEO સેટેલાઈટ્સના વધારાથી વધી છે. ઝડપી ગતિથી સૂચનાઓના આદાન પ્રદાન કરવાની સાથે દૂર દૂરના વિસ્તારોને નેટવર્કથી જોડવાની જરૂરિયાતમાં વાયરલેસ નેટવર્કનો ઉપયોગ વધી ગયો છે. આવામાં વૈજ્ઞાનિકોએ હવે એ વાત પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે કે જો વાયરલેસ નેટવર્ક પરિહાર્ય થવા લાગ્યું છે તો LEO સેટેલાઈટ સંચાર ટેક્નોલોજીનો ઉપયોગ કેમ ન વધારાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે