Gold Rate Today: સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: સોનું અને ચાંદી છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ સાથે જોવા મળી રહ્યા છે. રોકાણ કરવા માટે સારો વિકલ્પ બની રહ્યો છે પરંતુ લગ્નગાળામાં લેવા માટે સોનું હાલ હાજા ગગડાવી રહ્યું છે. જાણો લેટેસ્ટ રેટ....

Gold Rate Today: સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

કોમોડિટી બજારમાં સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો. બુલિયન્સમાં ઘટાડા સાથે ઓપનિંગ થઈ હતી. ત્યારબાદ ચાંદી 200 રૂપિયાની તેજી લેતી જોવા મળી. MCX પર સોનું ઘટાડા સાથે જોવા મળ્યું. જ્યારે શરાફા બજારમાં સોનું તેજી સાથે જોવા મળ્યું અને ચાંદી ઘટાડા સાથે જોવા મળી છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો. 

વાયદા બજારમાં ભાવ
MCX પર આજે સોનું 53 રૂપિયાના ઘટાડા સાથે 78,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામના  ભાવે ટ્રેડ થઈ રહ્યું હતું. જે શુક્રવારે 79,023 ના ભાવ પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 198 રૂપિયાની તેજી સાથે 91,800 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે શુક્રવારે 91,602 પર ક્લોઝ થઈ હતી. ઓપનિંગમાં તેમાં 144 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. પરંતુ ત્યારબાદ તેણે રિકવરી કરી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 144 રૂપિયા ઉછળીને 79383 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. જે શુક્રવારે 79239 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જો કે છતાં તમને સસ્તું સોનું લેવાની તક છે. કારણ કે 20 કેરેટ, 18 કેરેટ, 14 કેરેટ સોનાના ભાવ તેના કરતા ઓછા હોય છે. બજારમાં તેના દાગીના પણ ઉપલબ્ધ હોય છે. જ્યારે ચાંદી આજે ઘટાડામાં જોવા મળી છે. 139 રૂપિયાના ઘટાડા સાથે ચાંદી આજે 90681 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જે શુક્રવારે 90820 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ હતી. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) January 20, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/ZBjl8xKhaO

— IBJA (@IBJA1919) January 20, 2025

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news