Rice Flour: ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર, ફેસ પર દેખાશે ઈંસ્ટેંટ ગ્લો
Rice Flour Face Pack: દરેક ઋતુમાં ત્વચા સુંદર અને ગ્લોઈંગ દેખાય તેવી ઈચ્છા દરેક યુવતીની હોય છે. આ ઈચ્છાને પુરી કરવી હોય તો ચોખાના લોટ અને ચણાના લોટનો આ ફેસપેક ચહેરા પર લગાડો. આ ફેસપેક ત્વચાને તુરંત તાજગી આપશે અને ચહેરા પર ગ્લો દેખાશે.
Trending Photos
Rice Flour Face Pack: સુંદર સ્કીન અને પાર્લર જેવો ગ્લો મેળવવો હોય તો જરૂરી નથી કે તમારે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડે. રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ઘરે જ ફેસપેક બનાવી શકો છો. આ ફેસપેકમાં જે વસ્તુઓનો ઉપયોગ થાય છે તે ત્વચા માટે સેફ હોય છે. કોઈપણ પ્રકારની આડઅસર વિના તમે સુંદર ત્વચા મેળવી શકો છો. આજે તમને એક એવા હોમમેડ ફેસપેક વિશે જણાવીએ જેને સ્કીન કેર રૂટિનમાં સામેલ કરી લેશો તો ત્વચા પર નિખાર દેખાશે.
ફેસપેક બનાવવા માટે જરૂરી વસ્તુઓ
આ ફેસપેક બનાવવા માટે એક ચમચી ચણાનો લોટ, એક ચપટી હળદર, બે થી ત્રણ કેસરના તાંતણા, એક ચમચી ચોખાનો લોટ અને જરૂર અનુસાર દૂધ અથવા તો ગુલાબજળની જરૂર પડશે
આ રીતે તૈયાર કરો ફેસપેક
આ ફેસપેક બનાવવા માટે એક વાટકીમાં દૂધ અથવા ગુલાબજળ લઈ તેમાં કેસરને પલાળી દો. ત્યાર પછી અન્ય એક વાટકીમાં ચણાનો લોટ, હળદર, ચોખાનો લોટ સારી રીતે મિક્સ કરો. હવે આ લોટમાં કેસરનું દૂધ અથવા તો ગુલાબજળ ઉમેરી દો. તૈયાર કરેલા ફેસપેકને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર અપ્લાય કરો. ફેસપેકને 10 થી 15 મિનિટ માટે ચહેરા પર રહેવા દો અને પછી પાણીથી સાફ કરો. જો તમે આ ફેસપેકને અઠવાડિયામાં ફક્ત 2 વખત પણ લગાડશો તો ચહેરા પર ગ્લો દેખાવા લાગશે.
આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થાય છે, ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે. જો આ ફેસપેક તમે પહેલી વખત ઉપયોગમાં લેતા હોય તો પેચ ટેસ્ટ કરી લેવો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે