જાધવ કેસ: ICJમાં અભદ્ર ભાષા મુદ્દે ભારતે પાક.ની ઝાટકણી કાઢી, કોર્ટ પણ સંમત
Trending Photos
ધ હેગ : ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવ મુદ્દે સુનવણી દરમિયાન બુધવારે ભારતે પાકિસ્તાનનાં વકીલની અભદ્ર ભાષા પર સખત વિરોધ વ્યક્ત કર્યો. બીજા દોરની જાહેર સુનવણી ચાલુ થયા બાદ જ ભારતનાં વકીલ હરીશ સાલ્વેએ ICJમાં પાકિસ્તાનનાંવકીલ દ્વારા અભદ્ર ભાષાનો ઉપયોક કરવા અંગે આકરી ટીકા કરી અને સંયુક્ત રાષ્ટ્ર કોર્ટે એક લક્ષ્મણ રેખા ખેંચવા માટે જણાવ્યું હતું. સુનવણી દરમિયાન ભારતીય વકીલ સાલ્વેએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું હતું.
જાધવ કેસમાં ભારતનો પક્ષ રજુ કરી રહેલા પૂર્વ સોલિસિટર જનરલ સાલવે કોર્ટનું ધ્યાન પાકિસ્તાનનાં વકીલ ખવાર કુરૈશીની અભદ્રણ ભાષા તરફ ખેંચ્યું હતું. જેવા જાધવ કેસમાં આઇસીજેએ સુનવણી ચાલુ કરી, સાલ્વેએ કહ્યું કે, આ કોર્ટમાં જે ભાષાનો ઉપયોગ થઇ રહ્યો છે, એવામાં આ કોર્ટમાં એક લક્ષ્મણ રેખા ખેંચવામાં આવવી જોઇએ. ટ્રાન્સસ્ક્રિપ્ટમાં શરમજનક નિરર્થક અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો. જો કે ભારતીય સંસ્કૃતી ઇન્ટરનેશનલ કોર્ટમાં મને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા રોકે છે.
સુનવણી દરમિયાન સાલવેએ કહ્યું કે, આઇસીજેની સુનવણી પરથી ધ્યાન હટાવવા પાકિસ્તાનનાં ત્રણ પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. ન્યાય સમીક્ષાની વાત કરતા સાલવેએ કસાબ કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો.
શું છે સમગ્ર મુદ્દો
ભારતીય નૌસેનાનાં રિટાયર્ડ અધિકારી જાધવને પાકિસ્તાનની સેનાએ એપ્રીલ 2017માં ક્લોજ્ડ ટ્રાયલ બાદ મોતની સજા ફટકારી હતી. તેમના પર જાસુસી અને આતંકવાદનો આરોપ લાગ્યો છે. ભારતે તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને આ સમગ્ર કેસ આઇસીજેમાં પહોંચી ચુક્યો છે. બુધવારે ભારતને પોતાનો પક્ષ રાખવા માટે મહત્તમ 90 મિનટનો સમય આપવામાં આવ્યો જેમાં કેસ સાથે જોડાયેલી અંતિમ દલીલ ભારતીય વકીલ સાલવે દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુરૂવારે ભારતનાં જવાબમાં પાકિસ્તાનને 90 મિનિટમાં પોતાની વાત રજુ કરવી પડશે. ICJનો નિર્ણય મે-જુનમાં આવવાની સંભાવના છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે