લતા મંગેશકરના નિધન પર PM મોદીએ કરી ટ્વીટ- આ ખાલીપણાને ભરી શકાશે નહીં
હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરે (Lata Mangeshkar) 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં આજે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા.
Trending Photos
મુંબઈ: હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકરે (Lata Mangeshkar) 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં આજે સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા. ભારત રત્ન લતા મંગેશકર ગત 8 જાન્યુઆરીથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કોવિડ સંક્રમિત થયા બાદથી સારવાર હેઠળ હતા. લતાજી સતત આઈસીયૂમાં ડોક્ટરોની નિગરાણી હેઠળ હતા. જો કે એવું પણ કહેવાયું હતું કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે. એટલે સુધી કે વેન્ટિલેટર ઉપરથી પણ હટાવી દેવાયા હતા. પરંતુ અચાનક તબિયત બગડી અને ફરીથી વેન્ટિલેટર પર લઈ જવાયા. પરંતુ હવે અચાનક આવેલા નિધનના દુખદ ખબરથી દેશ હચમચી ગયો છે.
રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયિકા લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે ભારત રત્ન લતાજીની ઉપલબ્ધિઓ અતુલ્ય રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન લતા મંગશકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે દયાળુ અને દેખભાળ કરનારા લતાદીદી આપણને છોડીને જતા રહ્યા છે. તેમણે કહ્યું કે લતા દીદીના જવાથી દેશમાં એક એવું ખાલીપણું સર્જાયું છે જેને ભરી શકાય નહીં. આવનારી પેઢીઓ યાદ રાખશે કે લતા મંગશકર કેટલા મોટા કલાકાર હતા. તેમના અવાજમાં લાકોના મનને મોહવાની તાકાત હતી.
પીએમ મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે લતાદીદીના ગીતોએ અનેક રીતે લાગણીઓને ઉભારી. તેમણે દર્શકો સુધી ભારતીય ફિલ્મ જગતના ફેરફારોને નજીકથી જોયા. ફિલ્મોથી અલગ, તેઓ હંમેશા ભારતના વિકાસ અંગે ભાવુક હતા. તેઓ હંમેશા એક મજબૂત અને વિક્સિત ભારત જોવા માંગતા હતા. હું તેને મારું સન્માન સમજુ છું કે મને હંમેશા લતાદીદી તરફથી અપાર સ્નેહ મળ્યો. તેમની સાથે મારી વાતચીત અવિસ્મરણીય રહેશે. તેમના પરિવાર સાથે મે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. ઓમ શાંતિ.
I am anguished beyond words. The kind and caring Lata Didi has left us. She leaves a void in our nation that cannot be filled. The coming generations will remember her as a stalwart of Indian culture, whose melodious voice had an unparalleled ability to mesmerise people. pic.twitter.com/MTQ6TK1mSO
— Narendra Modi (@narendramodi) February 6, 2022
રાહુલ ગાંધીએ કહ્યું- પ્રશંસકોના હ્રદયમાં રહેશે અવાજ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરતાકહ્યું કે લતા મંગેશકરજીના નિધનના દુખદ સમાચાર મળ્યા. તેઓ અનેક દાયકા સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ બની રહ્યા. તેમનો સોનેરી અવાજ અમર છે અને તેમના પ્રશંસકોના હ્રદયમાં ગૂંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.
ડો. સુભાષ ચંદ્રાએ કહ્યું- રાષ્ટ્રએ ગુમાવ્યો રાગનો સ્ત્રોત
રાજ્યસભા સભ્ય સુભાષ ચંદ્રાએ ભારત રત્ન લતા મંગેશકરના નિધન પર ટ્વીટ કરીને કહ્યું કે રાષ્ટ્રએ આજે રાગનો સ્ત્રોત ગુમાવ્યો છે. એક યુગનો અંત. ભગવાન લતાદીદીના આત્માને શાંતિ આપે. આ પરિણામના નુકસાનને વ્યક્ત કરવા માટે શબ્દો ક્યારેય પણ પૂરતા હોતા નથી.
સંગીત પેઢીઓ સુધી યાદ રખાશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે લતા મંગેશકરનું નિધન દેશ માટે ખુબ મોટું નુકસાન છે. તેમનું સંગીત અનેક પેઢીઓ સુધી યાદ રખાશે. હું પ્રાર્થના કરુ છું કે તેમના આત્માને શાંતિ મળે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે