જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક રાજ્યસભામાં 125:61 ની બહુમતીથી પસાર
સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનાં અનુચ્છેદ 370ના પ્રાવધાન હટાવવા સંબઁધિત પ્રસ્તાવને સદનમાં રજુ કરી દીધા છે. વિપક્ષ આ મુદ્દે જોરદાર હોબાળો કરી રહ્યું છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સદનમાં નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સતત બદલાઇ રહેલી સ્થિતી વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી : સંસદની કાર્યવાહીમાં આજે જમ્મુ કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો છે. ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરનાં અનુચ્છેદ 370ના પ્રાવધાન હટાવવા સંબઁધિત પ્રસ્તાવને સદનમાં રજુ કરી દીધા છે. વિપક્ષ આ મુદ્દે જોરદાર હોબાળો કરી રહ્યું છે. આ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહ ઉચ્ચ સદનમાં નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં સતત બદલાઇ રહેલી સ્થિતી વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી અને એનસી નેતા ઉમર અબ્દુલ્લાને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર મુદ્દે ઐતિહાસિક પગલા ઉઠાવતા રાજ્યમાંથી અનુચ્છેદ 370 હટાવવાની ભલામણ કરતા જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક 2019 રજુ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે આ વિધેયકને રાજ્યસભામાં રજુ કરતા કહ્યું કે, કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટવામાં એક સેકન્ડનું પણ મોડુ ન કરવું જોઇએ. આ સાથે જ સરકારે કાશ્મીરથી આર્ટિકલ 35એને હટાવી દીધું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તાક્ષર બાદ 35 એ હટાવવા મુદ્દે ગેઝેટ નોટિફિકેશ પણ ઇશ્યું કરી દેવાયું છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે જમ્મુ કાશ્મીર બિલને તેઓ મંગળવારે લોકસભામાં રજુ કરશે.
આ અગાઉ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આજે (સોમવાર) સવારે વડાપ્રધાન આવાસ (7 લોક કલ્યાણ માર્ગ) પર કેબિનેટની મહત્વની બેઠક યોજાઇ. એવું જણાવાઇ રહ્યું છે કે, આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતી મુદ્દે ચર્ચા થઇ છે. આ બેઠક પહેલા સુરક્ષા મુદ્દાની કેબિનેટ કમિટી (CCS) ની બેઠક યોજાઇ હતી. કેબિનેટ બેઠક ચાલુ થયાના 1 કલાક પહેલા ગૃહમંત્રી અમિત શાહ અને એનએસએ અજીત ડોભાલ વડાપ્રધાન આવાસ પહોંચી ચુક્યા છે. વડાપ્રધાન આવાસ પહોંચતા પહેલા ગૃહમંત્રીએ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ સાથે પણ મુલાકાત યોજી.
અમિત શાહ Live...
* જમ્મુ કાશ્મીર રાજ્યપુનર્ગઠન વિધેયક રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું. વિધેયકનાં પક્ષમાં 125 અને વિપક્ષનાં 61 મત પડ્યા હતા. 06:53 PM 05-08-2019
* જમ્મુ કાશ્મીર રાજ્યપુનર્ગઠન વિધેયક પર હવે સ્લિપ દ્વારા મતદાન કરાવવામાં આવી રહ્યું છે.06:50 PM 05-08-2019
* વોટિંગ દરમિયાન મશીનમાં ખરાબીના કારણે સ્લિપ દ્વારા મતદાનની પ્રક્રિયા સંપન્ન કરાવવામાં આવશે.
* આર્ટિકલ 370 કાશ્મીર પર ચર્ચા દરમિયાન સપા નેતા રામગોપાલ યાદવને કેજરીવાલને કેજરીવાલનાં ધરણા યાગ આવ્યા હતા.
* જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક અંગે સદનમાં ડિવિઝન લેવામાં આવ્યું અને મતદાન ચાલી રહ્યું છે.
* જમ્મુ કાશ્મીર રાજ્યપુનર્ગઠન વિધેયક અંગે સદનમાં ડિવિઝન લેવામાં આવ્યું અને મતદાન ચાલી રહ્યું છે 06:36 PM 05-08-2019
* પી.ચિદમ્બરમે કહ્યું કે, અનુચ્છેદ 370 અમારા ઘોષણાપત્રમાં છે. હું તેમને કહેવા માંગુ છું કે તેઓ 2014માં પણ પુર્ણ બહુમતીથી આવ્યા અને 2019માં પણ પુર્ણ બહુમતી સાથે આવ્યા, પરંતુ તેઓ અમારા ઘોષણાપત્રમાં ત્યારથી છે જ્યારે સંસદ તો શું નિગમમાં પણ નહોતા: ગૃહમંત્રી અમિત શાહ06:35 PM 05-08-2019
* કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે રાજ્યસભામાં કહ્યું કે, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિભાજનનાં સમયે ત્યાંના લોકોના મંતવ્ય માંગ્યા હતા અને તેમાં એક વર્ષનો સમય લાગ્યો હતો. 06:31 PM 05-08-2019
* જમ્મુ કાશ્મીર અનામત વિધેયક રાજ્યસભામાં ધ્વનિમતથી પસાર થયું 06:29 PM 05-08-2019
* કાશ્મીરમાં જે સમસ્યા છે તેની સમસ્યાનું સમાધાન આ જ રસ્તેથી નિકળશે.
* તમામ પક્ષો મતદાનની રાજનીતીમાંથી ઉપર ઉઠીને કાશ્મીરી લોકો અને યુવાનોને મદદ કરવી જોઇએ.
* જે પાર્ટીઓ અમારી સાથે નથી રહેતી તે પાર્ટીઓ પણ આજે અમારુ સમર્થન કરી રહ્યા છે. આ કાશ્મીરના હિત માટે છે માટે એક થવું જરૂરી છે.06:26 PM 05-08-2019
* શાહે કહ્યું કે 1950 સાથે અમારી પાર્ટીના ઘોષણાપત્રમાં કલમ 370 અને 35એને હટાવવાની વાત કહેવામાં આવી રહ્યું છે. મે આજે કોઇ બોમ્બ નથી ફોડ્યો. 06:14 PM 05-08-2019
* શાહે કહ્યું કે, કેટલાક લોકોએ સદનમાં કહ્યું કે, સરદાર પટેલ જમ્મુ કાશ્મીરને પાકિસ્તાનને બંન્નેનાં પક્ષમાં હતા, પરંતુ એવા લોકોને કહેવા માંગુ છું કે તેઓ સરાસર ખોટુ જ કહી રહ્યા છે. મે ગૃહમંત્રાલયની ફાઇલ વાંચી છે, જેમાં ક્યાંય પણ વાત નથી. 06:13 PM 05-08-2019
* જમ્મુ કાશ્મીર ભારતનું મુકુટ મણિ છે અને આ વાત સાથે અમારો કોઇ જ મતભેદ નથી. કાશ્મીર ભારતનું સ્વર્ગ હતુ, છે અને રહેશે.
* પંડિત નહેરુએ કહ્યું કે, 370 ઘસાતા ઘસાતા ઘસાઇ જશે પરંતુ કેટલાક લોકો 370ને સંભાળીને રાખશો
* ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા અને બિહારનાં રાજ્યોનાં યુવા આતંકવાદના હાથે ગુમરાહ નથી થતા કારણ કે ત્યાં 370 નથી, અલગતાવાદનું ભુત નથી
* શાહે કહ્યું કે, આ તમામ માને છે કે 370 એક અસ્થાઇ વ્યવસ્થા છે, પરંતુ હુ પુછવા માંગુ છું કે શું અસ્થાઇ વ્યવસ્થા 70 વર્ષ સુધી ચાલી શકે છે. 06:11 PM 05-08-2019
* જે લોકો 370નાં નામે ખીણનાં યુવાનોને ગુમરાહ કરે છે તેમનાં પોતાનાં બાળકો વિદેશમાં ભણી રહ્યા છે. 06:08 PM 05-08-2019
* જ્યારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થવાની વાત થાય છે ત્યારે કેટલાક નેતાઓ 370 લઇને જમ્મુ કાશ્મીરનાં યુવાનોને ગુમરાહ કરી રહ્યા છે. 06:09 PM 05-08-2019
* શાહે કહ્યું કે, હું ગુલામ નબી આઝાદ સાહેબને પુછવા માંગુ છું કે શું જમ્મુ કાશ્મીરની કોઇ યુવતી ઓરિસ્સા વ્યક્તિ સાથે લગ્ન કરી લે છે તો શું તેને જમ્મુ કાશ્મીરનાં બાકીનાં અધિકારો મળશે. 06:03 PM 05-08-2019
* સપા સાંસદ રામ ગોપાલ યાદદવનું નામ લઇને અમિત શાહે કહ્યું કે, તેમની પાર્ટી તો ઓબીસીની રાજનીતિ કરે છે, પરંતુ કદાચ તેમને ખબર નથી કે 370ના કારણે જમ્મુ કાશ્મીરમાં ઓબીસીને અનામત મળતું નથી 06:03 PM 05-08-2019
* શાહે કહ્યું કે, સમગ્ર દેશમાં 6-14 વર્ષનાં બાળકો માટે મફત શિક્ષણનો અધિકાર છે, પરંતુ જમ્મુ કાશ્મીરનાં બાળકોને નથી મળી રહ્યું. કલમ 370ના કારણે જમ્મુ કાશ્મીરમાં પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાન જવા માટે તૈયાર નથી. 05:59 PM 05-08-2019
* શાહે કહ્યું કે, માત્ર સંસ્કૃતીનાં આધારે કલમ 370ના પક્ષકાર બનેલા શું તેઓ જવાબ આપશે કે આઝાદી બાદ શું દેશનાં અલગ રાજ્યો ભારતીય ગણરાજ્યનો હિસ્સો બને તો શું તેમની સંસ્કૃતિ ખતમ થઇ ગઇ. 05:58 PM 05-08-2019
* આખુ વિશ્વ માને છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ સમગ્ર વિશ્વનું સ્વર્ગ છે. પરંતુ અહીં પર્યટન ક્યારે પણ વિકસી શક્યું નહી. અહીં કલમ 370 અને 35એ હોવાનાં કારણે હોટલ વાળા જમીન ખરીદી શકતા નથી આ કારણે અહીં ક્યારે પણ પર્યટન વિકસી શક્યું નહી. 05:56 PM 05-08-2019
* જમ્મુ અને કાશ્મીર પાસે જમીન છે, પરંતુ તેમની પાસે ખરીદદારો નથી, એટલા માટે ત્યાં ગરીબી છે.
* જમ્મુ કાશ્મીરનાં લોકો પાસે જમીન છે પરંતુ તેમની પાસે ખરીદદારો જ નથી, માટે ત્યાં ગરીબી છે.
* શાહે કહ્યું કે, જો કોઇ વેપારી જમ્મુ કાશ્મીરમાં ઉદ્યોગ કરવા ઇચ્છે તો કઇ રીતે કરી શકે કારણ કે ત્યાં 370ના પક્ષધર લોકો તે અંગે જવાબ આપે. 05:55 PM 05-08-2019
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે