દેશના 23 રાજ્યોમાં કોંગ્રેસના સૂપડા સાફ, ક્યાંક 1 તો ક્યાંક શૂન્ય
કોંગ્રેસ માટે આ પરિણામ તે માટે ચિંતાજનક છે કારણ કે તે પોતાના સત્તાધારી રાજ્ય કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ પરાસ્ત થઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામ કોંગ્રેસ માટે નિરાશાજનક રહ્યાં છે. પાછલી લોકસભા ચૂંટણીમાં માત્ર 44 સીટો પર સમેટાઇ ગયેલી પાર્ટી આ વખતે માત્ર 50 લીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ માટે આ પરિણામ તે માટે પણ ચિંતાજનક છે કારણ કે તે પોતાની સત્તા ધરાવતા કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં પરાજીત થઈ છે. આ સિવાય યૂપીમાં પ્રિયંકા ગાંધીને પૂર્વ યૂપી અને જ્યોતિરાદિત્યને વેસ્ટ યૂપીની કમાન પોંચવાની ફોર્મ્યુલા પણ ધરાશાયી થઈ છે. ત્યાં સુધી કે ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થિતિ કોંગ્રેસ મુક્ત જેવી થઈ ગઈ છે. આવો જાણીએ ક્યાં રાજ્યો થયા કોંગ્રેસ મુક્ત.....
1. જમ્મૂ-કાશ્મીર
દેશના સૌથી ઉત્તરી રાજ્યમાં કોંગ્રેસનો ભૂંડો પરાજય થયો છે. અહીં છ સીટોમાંથી 3 પર ભાજપ, જ્યારે 3 સીટો પર એનસીપી આગળ ચાલી રહી છે. હીજીતરફ કોંગ્રેસને કોઈપણ સીટ પર જીત મળતી દેખાઇ રહી નથી, જ્યારે પીડીપીએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યાં સુધી કે પૂર્વ સીએમ મહબૂબા મુફ્તી પણ પોતાની અનંતનાગ સીટ પર હાર પર છે.
2. અંડમાન નિકોબાર
કેન્દ્ર શાસિત પ્રદેશ અંડમાન નિકોબારની એકમાત્ર સીટ પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
3. આંધ્ર પ્રદેશ
દક્ષિણ ભારતના મહત્વના રાજ્ય આંધ્ર પ્રદેશથી 25 લોકસભા સીટ આવે છે. ત્યાં 24 સીટો પર વાઈએસઆર કોંગ્રેસ આગળ ચાલી રહી છે, જ્યારે એક સીટ ટીડીપીના ખાતામાં ગઈ છે. આ રીતે આ રાજ્ય કોંગ્રેસ મુક્ત થઈ ગયું છે.
4. અરૂણાચલ પ્રદેશ
ચીનની સરદહ સાથે જોડાયેલા પૂર્વોત્તર રાજ્યોની બંન્ને સીટો પર ભાજપ જીતની નજીક છે.
5. બિહારમાં માત્ર એક સીટ
રાજ્યની 16 સીટો પર ભાજપ લીડમાં છે, જ્યારે તેની સહયોગી જેડીયૂ પણ 16 સીટો પર આગળ છે. રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપીને અહીં 6 સીટો મળી રહી છે. તો કોંગ્રેસને માત્ર એક સીટ પર લીડ છે અને તેની સહયોગી આરજેડી પણ એક સીટ પર આગળ ચાલી રહી છે. આ સ્થિતિ એક રીતે પ્રદેશમાં કોંગ્રેસ મુક્ત સમાન છે.
6. ચંડીગઢ
કેન્દ્ર શાસિત પ્રદેશની એકમાત્ર સીટ પર ભાજરની કિરણ ખેર કોંગ્રેસના પવન કુમાર બંસલ કરતા આગળ ચાલી રહી છે.
7. દાદરા અને નગર હવેલી
દાદરા અને નગર હવેલીની એક સીટ પર પણ ભાજપને જીત મળી રહી છે.
8. દમણ દીપ
દમણ અને દીવની એકમાત્ર સીટ ભાજપના ખાતામાં જઈ રહી છે.
9. ગુજરાતમાં ભાજપનું ક્લીન સ્વીપ
પીએમ નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યમાં ભાજપે એકવાર ફરી ક્વીન સ્વીપ કરતા તમામ 26 સીટો પર વિજય મેળવ્યો છે. 2014માં પણ ભાજપે તમામ 26 સીટો જીતી હતી.
10. હરિયાણામાં સૂપડા સાફ
ઉત્તર ભારતના આ રાજ્યમાં ભાજપ સત્તામાં છે અને લોકસભા ચૂંટણીમાં તેણે ફરી કોંગ્રેસને પરાજય આપતા તમામ 10 સીટો જીતી છે.
11. હિમાચલમાં ક્વીન સ્વીપ
હિમાચલ પ્રદેશની ચારેય સીટો પર ભાજપે વિજય મેળવ્યો છે. 2014માં પણ કોંગ્રેસનું ખાતું ખુલ્યું નહતું.
12. ઉત્તરાખંડમાં કોંગ્રેસ સાફ
એટલું જ નહીં ભારતના બીજા પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં પણ ભાજપ પાંચેય સીટો પર આગળ છે.
13. મધ્યપ્રદેશમાં માત્ર 1 સીટ પર કોંગ્રેસ આગળ
મધ્ય ભારનતા મહત્વના રાજ્યમાં કોંગ્રેસે ગત વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી, પરંતુ તે લોકસભાની ચૂંટણીમાં પોતાના પ્રદર્શનનું પુનરાવર્તન ન કરી શકી. મધ્યપ્રદેશની 29 સીટો પર ભાજપ વિજય તરફ છે જ્યારે કોંગ્રેસના ખાતામાં 1 સીટ મળતી દેખાઈ રહી છે. આ સીટ કમલનાથના ગઢ છિંદવાડાની છે, જ્યાં તેમનો પુત્ર નકુલનાથ જીતી ગયો છે.
14. મહારાષ્ટ્રમાં માત્ર 1 પર કોંગ્રેસ
મહારાષ્ટ્રની 48 સીટોમાંથી કોંગ્રેસને માત્ર એક સીટ મળી રહી છે. અહીં ભાજપ 23 સીટો પર આગળ છે, જ્યારે તેની સહયોગી શિવસેના 18 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસની ગઠબંધન સહયોગી એનસીપીને માત્ર ત્રણ સીટ પર લીડ મળી રહી છે.
15. મણિપુર પણ કોંગ્રેસ મુક્ત
કોંગ્રેસ પાર્ટી એક સમય દેશની પાર્ટી કહેવામાં આવતી હતી, પરંતુ આ વખતે તેણે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. મણિપુરની માત્ર 2 સીટોમાંથી એક પર ભાજપ અને 1 પર નગા પીપલ્સ ફ્રન્ટને જીત મળી રહી છે.
16. મિઝોરમ
રાજ્યની એક માત્ર સીટ પર મિઝો નેશનલ ફ્રન્ટને જીત મળી રહી છે.
17. ઓડિશામાં કોંગ્રેસનું સૂપડું સાફ
પૂર્વ ભારતમાં શાનદાર પ્રદર્શન કરતા ભાજપે 7 સીટો પર લીડ મેળવી છે, જ્યારે 14 સીટો પર રાજ્યની સત્તાધારી બીજેડી આગળ છે. ક્યારેક આ રાજ્યમાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને એકપણ સીટ મળી નથી.
18. દિલ્હીમાંથી કોંગ્રેસ અને આપ બંન્ને સાફ
રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ અને આપ બંન્નેના સૂપડા સાફ થઈ ગયા છે, જ્યારે ભાજપને સાતે સાત સીટો મળી રહી છે. ભાજપ આ તમામ સીટો પર મોટા અંતરથી આગળ ચાલી રહ્યું છે.
19. રાજસ્થાનમાં ભાજપે 2014નું પુનરાવર્તન કર્યું
રાજસ્થાનની તમામ સીટો પર ભાજપે કોંગ્રેસને એકપણ સીટ જીતવા દીધી નથી. અહીં જોધપુર સીટથી કોંગ્રેસના ઉમેદવાર અને રાજ્યના મુખ્યપ્રધાનના પુત્ર વૈભવ ગેહલોત પણ હારી રહ્યો છે. ભાજપ 24 સીટો પર આગળ છે, જ્યારે તેની સહયોગી રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી 1 સીટ પર આગળ છે.
20. સિક્કિમ
પૂર્વોત્તર રાજ્ય સિક્કિમની એક માત્ર સીટ પર સિક્કિમ ક્રાંતિકારી મોર્ચો આગળ ચાલી રહ્યો છે.
21. ત્રિપુરા
રાજ્યના બંન્ને લોકસભા સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે.
22. યૂપીમાં માત્ર સોનિયાએ ગઢ બચાવ્યો
દેશની સૌથી વધુ 80 લોકસભા સીટ ધરાવતા રાજ્ય યૂપીમાં પણ કોંગ્રેસનું સૂપડુ સાફ થતું દેખાઈ રહ્યું છે. અહીં માત્ર 1 સીટ રાયબરેલીમાં કોંગ્રેસ આગળ છે, જે ગાંધી-નહેરૂ પરિવારની પરંપરાગતમ સીટ માનવામાં આવે છે. રાજ્યની 59 સીટો પર ભાજપ, 6 સીટો પર એસપી અને 12 સીટો પર બીએસપી આગલ ચાલી રહી છે.
23. બંગાળમાં માત્ર એક સીટ પર કોંગ્રેસ
પશ્ચિમ બંગાળની 42 સીટોમાંથી 19 સીટો પર ભાજપ આગળ છે તો 22 સીટો પર ટીએમસી આગળ ચાલી રહી છે. માત્ર એક સીટ પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે