રોબર્ટ વાડ્રાએ ત્રિરંગાના બદલે લગાવ્યા બીજા દેશના ઝંડા, ફજેતી બાદ કરી સ્પષ્ટતા
સેલ્ફીમાં રોબર્ટ વાડ્રા પોતાની શ્યાહી લાગેલી આંગળી દેખાડી રહ્યા છે પરંતુ આ સાથે તેમણે મતદાનની અપીલમાં ત્રિરંગા ઝંડાનાં બદલે પરાગ્વેનો ઝંડો લગાવી દીધો હતો.
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (LokSabha Elections 2019)ના છઠ્ઠા તબક્કામાં રવિવારે સાત રાજ્યોની 59 સીટો પર મતદાન થયું છે. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) અને તેના પતિ રોબર્ટ વાડ્રા (Robert Vadra) એ પણ દિલ્હીના લોધી એસ્ટેટમાં મતદાન કર્યું. જો કે મતદાન કર્યાનાં થોડા જ સમય બાદ રોબર્ટ વાડ્રા અચાનક સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા. મતદાન બાદ રોબર્ટ વાડ્રાએ ટ્વીટર પર પોતાની એખ સેલ્ફી શેર કરી હતી.
લોકસભા ચૂંટણી LIVE: સાંજે 7 વાગ્યા સુધી 61.14% મતદાન,બંગાળે રેકોર્ડ સર્જયો
આ તસ્વીરમાં વાડ્રા પોતાની શ્યાહી લાગેલી ઉંગલી દેખાડતા જોવા મળી રહ્યા છે. જો કે આ સાથે તેમણે પોતાનાં વોટિંગની અપીલમાં ભારતનાં ત્રિરંગા ઝંડાના બદલે પરાગ્વેનો ઝંડો લીધો. આ સાથે જ તેઓ ટ્રોલર્સનાં નિશાન પર આવી ગયા. જો કે ત્યાર બાદ રોબર્ટ વાડ્રાએ આ ટ્વીટને હટાવીને એક નવી તસ્વીર શેર કરી. જેમાં પરાગ્વેના ઝંડાના બદલે ભારતનો ત્રિરંગો ઝંડો દેખાડી રહ્યા છે.
— Robert Vadra (@irobertvadra) May 12, 2019
ડિલીટ કરવામાં આવેલા ટ્વીટમાં રોબર્ટ વાડ્રાએ લખ્યું હતું કે, અમારા અધિકાર, અમારી શક્તિ ! તમને બધાને મતદાન માટે બહાર નિકળવું જોઇએ. આપણે આપણા પ્રિયજનો માટે સારુ ભવિષ્ય તૈયાર કરવા માટે આ તમામની સહાયની જરૂર છે જે અમારા દેશને ધર્મનિરપેક્ષ અને સુરક્ષીત બનાવે. આ ટ્વીટમાં તેમણે પરાગ્વેનો ઝંડો પોસ્ટ કર્યો હતો અને ટ્રોલર્સનાં નિશાન પર આવી ગયા.
India lives in my heart & I salute Tiranga.Using a Paraguay flag in my post was just an aberration.I very well know tht”You all know it was posted by mistake" but u decided to”play up my mistake”,whn thr r such glaring issues to be discussed. It saddens me, but never mind! 😊👍 pic.twitter.com/ZPDva2eWSW
— Robert Vadra (@irobertvadra) May 12, 2019
મોદી સરકારના હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે: પ્રિયંકા ગાંધી વાડ્રા
બીજી તરફ રોબર્ટ વાડ્રાએ આ ટ્વીટ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે, ભારત મારા હૃદયમાં રહે છે અને હું ત્રિરંગાને સલામ કરુ છું. મે પોતાની પોસ્ટમાં ભુલવશ પરાગ્વેના ઝંડાનો ઉપયોગ કર્યો હતો. હું સારી રાતે જાણુ છું કે તમે બધા જ જાણો છો કે આ ભુલથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ મુદ્દા ઉપરાંત અનેક મોટા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઇએ. આ મને દુખી કરે છે, પરંતુ કોઇ વાત નહી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે