Lunar Eclipse 2021: થોડા જ કલાકોમાં થશે સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું

Lunar Eclipse 2021: આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ હશે. ત્યારબાદ ચંદ્ર ગ્રહણનો નજારો 8 ડિસેમ્બર 2022 માં જોવા મળશે.

Lunar Eclipse 2021: થોડા જ કલાકોમાં થશે સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ, જાણો શું કરવું અને શું ન કરવું

નવી દિલ્હી: આજે એટલે કે 19 નવેમ્બરના વર્ષ 2021 નું છેલ્લું ચંદ્ર ગ્રહણ જોવા મળશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ગ્રહણનો સમયગાળો લગભગ 6 કલાકનો હશે. આ સદીનું સૌથી મોટું ચંદ્ર ગ્રહણ પણ કહેવામાં આવી રહ્યું છે. આ ચંદ્ર ગ્રહણની ખાસ વાત એ છે કે, આ પ્રકારનું ચંદ્ર ગ્રહણ 580 વર્ષ બાદ જોવા મળી રહ્યું છે. આ આંશિક ચંદ્ર ગ્રહણ હશે, જે ભારતના ઉત્તર પૂર્વ વિસ્તારમાં જોવા મળશે. આ ગ્રહણ કારતક માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ થવાનું છે, જેને કારતક પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે આ દિવસે કારતક માસની પૂર્ણાહુતિ થઈ રહી છે.

ગ્રહણનો સમય
ગ્રહણ આજે સવારે 11:34 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 5:33 વાગ્યા સુધી ચાલશે. ગ્રહણનો કુલ સમયગાળો 5 કલાક 59 મિનિટનો રહેશે. આ ચંદ્રગ્રહણ નરી આંખે જોઈ શકાતું નથી. જો કોઈ વ્યક્તિ આ ગ્રહણ જોવા માંગે છે તો તેને ખાસ સાધનોની જરૂર પડશે.

તમે અહીં જોઈ શકો છો ચંદ્ર ગ્રહણ
જો કે, જો તમે આ ચંદ્ર ગ્રહણને વર્ચ્યુઅલ રીતે લાઈવ જોવા ઈચ્છો છો, તો તમને યુટ્યુબ પર આવી ઘણી ચેનલો જોવા મળશે જે આ ચંદ્ર ગ્રહણનું લાઈવ પ્રસારણ કરશે. તમે livecience.com અને timeanddate.com પર લાઈવ જઈને સરળતાથી ચંદ્ર ગ્રહણ જોઈ શકશો.

ગ્રહણ સમયે શું કરવું?
- ગ્રહણ દરમિયાન તમે ભગવાનનું નામ લઈ શકો છો અને મંત્રનો જાપ કરી શકો છો.
- ગ્રહણ શરૂ થાય તે પહેલા ખાવાની વસ્તુઓમાં તુલસીના પાન નાખો.

ગ્રહણ દરમિયાન શું ન કરવું
- આ સમય દરમિયાન ખાવાનું રાંધવું કે ખાવું-પીવું વર્જિત માનવામાં આવે છે.
- ગ્રહણના સમયે પૂજા કરવામાં આવતી નથી. મંદિરના દરવાજા બંધ રાખો.
- એવું કહેવાય છે કે ગ્રહણ દરમિયાન વ્યક્તિએ સૂવું ન જોઈએ.
- ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ઘરની બહાર ન નીકળવું જોઈએ.
- આ દરમિયાન, વ્યક્તિએ ઝાડ અને છોડને સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ.
- ગ્રહણ શરૂ થયા પછી સીવણ કામ, કટિંગ કામ વગેરે ન કરવું જોઈએ.
- ચંદ્ર ગ્રહણ દરમિયાન પરિવારમાં કે અન્ય કોઈ સાથે ઝઘડો કરવો નહીં.

ગ્રહણ બાદ કરો આ કામ
- ગ્રહણ પછી ઘરની સાફ-સફાઈ કરો.
- આખા ઘરમાં ગંગાજળ છાંટો અને સ્નાન કરો.
- ગ્રહણ પછી દાન કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news