મહામારી બાદ કેરલના કોચ્ચિ ટર્મિનલ પહોંચ્યું પ્રથમ લક્ઝરી ક્રૂઝ, થયું ભવ્ય સ્વાગત
'Cordelia Cruises' ની માલિકીનું જહાજ, કોવિડ -19 ની વિનાશક અસર બાદ અત્યાધુનિક ટર્મિનલ પર પહોંચનાર પ્રથમ વૈભવી ક્રૂઝ છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેરલમાં કોચ્ચિ બંદર પર નવનિર્મિત ક્રૂઝ ટર્મિનલ પર બુધવારે પ્રથમ લક્ઝરી ક્રૂઝ લાઇનર 'એમવી એમ્પ્રેસ' મુંબઈથી પહોંચી હતી. આ સાથે કેરલમાં મહામારી બાદ સ્વદેશી પ્રવાસનને પ્રોત્સાહિત કરવાની શરૂઆત થઈ ગઈ છે. લક્ષદ્વીપ જતી ક્રૂઝ લાઇનરમાં 1200 યાત્રીકો સવાર હતા. તે અહીં થોડા સમય માટે રોકાયું હતું, ત્યારબાદ 300 યાત્રી કિનારા પર પ્રવાસના ઈરાદાથી ઉતર્યા હતા. કેરલ પ્રવાસન વિભાગે પ્રવાસીઓનું ગર્મજોશીથી સ્વાગત કર્યું હતું અને માર્શલ વેલાકાની નર્તકો અને મહિલાઓના પરંપરાગત વસ્ત્રોમાં તેમનું અભિવાદન કર્યું હતું.
ટર્મનિલ પહોંચનારૂ પ્રથમ લક્ઝરી ક્રૂઝ
કોર્ડેલિયા ક્રૂઝની માલિકીવાળી આ સબમરીન કોવિડ-19ના વિનાશકારી પ્રભાવ બાદ અત્યાધુનિક ટર્મિનલ પર પહોંચનારી પ્રથમ લક્ઝરી ક્રૂઝ છે. એક પ્રવાસી પ્રમાણે, હું મધ્ય પ્રદેશના ઈન્દોરથી છું. આ ઉત્સાહ વધારનારૂ સ્વાગત છે. અમે કોચ્ચિના હેરિટેજ વિસ્તારોમાં ફરીશું. કેરળ ટુરિઝમના જોઇન્ટ ડાયરેક્ટર આર રાધાકૃષ્ણન અને ડેપ્યુટી ડાયરેક્ટર ટીજી અભિલાષ અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પ્રવાસીઓનું સ્વાગત કર્યું હતું.
Luxury cruise liner 'Cordelia' reaches #Kochi and marks the revival of COVID-hit tourism in #Kerala #COVID19
— Zee News English (@ZeeNewsEnglish) September 23, 2021
ઓન-શોર ટૂર પહોંચ્યું કેરલ
શહેરની સમુદ્રી સંસ્કૃતિ અને ઈતિહાસનો એક ભાગ શોધવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન કરતા આ એક ઓન-શોર ટૂર છે. કેરલના પર્યટન મંત્રી પીએ મોહમ્મદ રિયાસે કહ્યુ કે, ઘરેલૂ પર્યટકોનું આગમન મહામારીથી પ્રેરિત સંકટ પરકાબુ મેળવવા માટે કેરલ પ્રવાસની બહાલી માટે એક ઉત્સાહનજક શરૂઆત છે. ત્યારબાદ પ્રવાસીઓને મટ્ટનચેરી અને ફોર્ટ કોચ્ચિ લઈ જવામાં આવ્યા હતા.
રજાઓ માણવા માટે કેરલ સુરક્ષિત
કેરલ લૉકડાઉનમાં રજાઓ માણવા માટે એક સુરક્ષિત જગ્યા છે. રસીકરણથી લઈને બાયો-બબલ મોડલ સુધી બધુ છે. કંપની પ્રમાણે કોર્ડેલિયા ક્રૂઝના કેરલ પહોંચવા પર ઉત્સાહભેર કરાયેલા સ્વાગત માટે અમે કેરલ પ્રવાસન વિભાગના આભારી છીએ. આશા કરીએ છીએ કે દુનિયા આપણા ઉપમહાદ્વીપમાં ધ્યાન આપશે અને અમારી ઓફર્સનો અનુભવ કરવાની તૈયારી કરશે. અમારી પાસે ઇન્ટરનેશનલ ક્વોલિટી અને લોકલ પર્યટનનો સંગમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે